________________
વ્યાખ્યાન........ન, ૭૮
આસા સુદ ૭ ને મંગળવાર તા. ૬-૧૦-૭૦
ભૃગુ પુરહિતના બે પુત્રા ચારિત્ર અંગીકાર કરવા માટે ઉત્સુક બન્યાં છે. એટલે તે તેમના પિતાને કહે છે હું પિતાજી! ચારે તરફથી અમેાઘ શસ્ત્રધારાઓના વરસાદ વરસે છે. અને આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી વિધાઈ જવાય છે. એવા ઘરમાં હવે અમને આન' આવતા નથી,
માનવ જીવનની સાર્થકતા ચારિત્રમાં છે. સ`સારનાં સુખા તે અનંતકાળથી ભાગવતા જ આવ્યા છીએ. એમાં કંઈ જ નવીનતા આવી નથી. મંધુએ ! જેને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ સાધવાનુ મન થાય છે તેને જ ચારિત્રની મહત્તા સમજાય છે. એ જ મનુષ્યા ચારિત્રનું મૂલ્ય સમજે છે. જેમને આગળ વધવાની ભાવના નથી તેમને ચારિત્રનું મહાત્મ્ય સમજાતું નથી. જેમને જીવનમાં ઉચ્ચ વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત કરવી નથી એને ચારિત્રની વાત કયાંથી ગમે! ચારિત્ર એ લાકડા ચીરવાનું કામ નથી પણ લાકડામાંથી ઉત્તમ પ્રકારની સ્મૃતિ ઘડવાનુ કામ છે. અણઘડ કારીગર એ કામ કરી શકતા નથી. જેને પેાતાના જીવનને લાકડાના ફાડચા જેવું બનાવવુ છે તે ચારિત્ર તરફ નજર ન કરે, પણ જેને પેાતાનુ જીવન મનેાહર મૂર્તિ સમાન અનાવવું છે તેને ચારિત્ર તરફ લક્ષ્ય આપવું જ પડશે. કારણ કે ચારિત્ર એ એવી ચીજ છે કે તે ઈચ્છા કરતાં પણ અધિક ઉત્તમ જીવન બનાવે છે.
*ચારિત્ર એ મનુષ્ય જીવનમાં રહેલા કચરાને સાફ કરી તેજસ્વી ખનાવે છે. મનુષ્યજીવનમાં રહેલી પ્રચંડ શક્તિએને ચારિત્ર જગાડી શકે છે. ચારિત્રવાન મનુષ્ય પેાતાના શરીર અને મન ઉપર પેાતાની સત્તા જમાવી તેમાંથી લાભ મેળવે છે. માટે જેમને ઉત્તમ બનવાની ઇચ્છા હાય તેમણે ચારિત્રની સિદ્ધિ તા અવશ્ય કરવી જ પડશે, ચારિત્રની શક્તિ એ એકડા સહિત મીડા જેવી છે. જે જીવનનાં મૂલ્યને વધાર્યા જ કરે છે. સત્ ચારિત્ર માટે મનુષ્યે પેાતાના જીવનની દરેક શક્તિઓને કસવી પડે છે અને તેથી જ મનુષ્યની શક્તિઓના વિકાસ થાય છે. મનુષ્ય જ્યારે પેાતાની શક્તિઓના શુદ્ધ ઉપ ચાગ કરે છે ત્યારે તેનામાં ચારિત્ર પ્રગટે છે. ચારિત્ર પ્રગટે છે ત્યારે દેવત્વ અને ઈશ્વરવ તેનામાં આવી જાય છે. માટે જો કલ્યાણુ કરવુ હાય અને માનવભવની મહત્તા તમને સમજાણી હાય તેા ચારિત્ર અંગીકાર કરવું જોઇએ.