________________
પછે
૪ આત્મા રૂપી રહેવાસાએ શું કરવું જોઈએ? ચીલી પ્રદેશના માણસો બે કામ કરે છે. પાયે ડે નહિ અને દિવાલ તે તીંગ નહિ. તેમ આ સંસારમાં બંધુઓ! રાગતેષના પાયા ઉંડા નાંખવા નહિ અને મેહની દિવાલે ઊંચી ચણવી નહિ. આ બે વસ્તુઓ ખૂબ સાવધાનીપૂર્વક કરવાની છે. આજે તે જ્યાં ને ત્યાં પાયા ખૂબ ઊંડા નંખાય છે. જ્યાં ને ત્યાં મારા ને તારાના તેફાન છે. રાગ અને દ્વેષની રામાયણ વંચાય છે. પહેલાં તે જર, જમીન અને જેરૂ માટે ઝઘડા થતાં હતાં, પણ આજે તે પંથને માટે, સંપ્રદાયને માટે, ભાષાને માટે જ્યાં જુઓ ત્યાં ઝઘડા સળગી ઉઠયાં છે. જે તરવાનું સાધન છે, જેનાથી આત્મકલ્યાણ કરવાનું છે, રાગ-દ્વેષ ઓછા કરવાના છે એના નામે જે અજ્ઞાનીઓ ઝઘડા કરે છે તે અમૃતને ઝેર બનાવવા ઉઠયા છે.
મહાનુભાવે ! આટલું સાંભળ્યા પછી, સમજ્યા પછી તમને લાગે છે ને કે આ સંસારમાં મારે ડગલે ને પગલે સાવધાન રહેવાની જરૂર છે. “સાવધાની તેટલી સલામતીગફલત તેટલી ગલત” સંસારનું કઈ પણ કાર્ય કરતાં કેઈની સાથે તીવ્ર મન દુઃખ ન થાય, કદાચ ઘડીભર કેઈની સાથે મનદુઃખ થઈ ગયું તે સાંજ પડે એની પાસે ક્ષમાપના માંગી ચોપડા ચોખા બનાવી લેવાં, કારણ કે આવતી કાલનું પ્રભાત જેવાને વખત આવશે કે નહિ તેની આત્માને ખબર નથી. આવી જ્ઞાન દશા આવે તે આ કાયા, ધન, વિગેરે જે સંસારના ઉંડા પાયા નાંખવાનું કારણ બને છે તે આત્મ સાધનાનું કારણ બની જાય છે. જગતમાં જેટલા દિવસો રહેવું, જેટલા મહિનાઓ અને કેટલાં વર્ષો રહેવું તેમાં અજાણતાં પણ આપણા પાપને પાયે ન નંખાય તે માટે જાગૃત રહેવું. ભૂલથી પણ જે પાપને પાયે નંખાઈ ગયે તે સમજી લેજે કે તમારે જ સહન કરવાનું છે. તેતિંગ દિવાલનું નુકશાન કેઈને થવાનું નથી. તમને જ થશે. ધરતીકંપ થાય છે ત્યારે તેસિંગ દિવાલ બાંધનારને જ રેવું પડે છે. જેમ માણસ ખૂબ લાભ કરે, અહંકાર કરે, દુનિયાની ખૂબ ઉપાધિઓ ઉભી કરે તે કરનારને જ ઉપાધિઓ નીચે દટાઈ જવું પડે છે. જે માણસ આખી જિંદગી સુધી ધનને માટે જ ધમાલ કરતો રહે છે, આસક્તિમાં ગળા સુધી ખેંચી જાય છે તેની દશા બગડી જાય છે. જ્યારે મૃત્યુ આવીને હાથ પકડે છે ત્યારે રાંકની જેમ હાય હાય કરતો મરે છે. મૃત્યુ સમયે જીવનપર્યત કરેલાં મેહમાયાનું નાટક એની નજર સમક્ષ ખડું થાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં એક ધનાઢય માણસ રહેતો હતો. તેણે તેની આખી જિંદગી ધન ભેગું કરવામાં વિતાવી હતી. પરંતુ તેને સદુપયોગ ન કર્યો. તેની રગેરગમાં કૃપણુતા વ્યાપી ગઈ હતી. તે વ્યાજવટાવ અને ગીરને ધંધો કરતા હતા. એક વખત આ માણસ બિમાર પડે. તેને પાંચ પુત્રો હતાં. તેઓ બાપુજીની ખડે પગે સેવા કરવા લાગ્યા. પુત્રોએ વિચાર કર્યો કે હવે બાપુજીને અંતઃકાળ નજીક આવે છે એટલે તેમનું ચિત્ત ધર્મધ્યાનમાં જોડાય તેમ કરવું, જેથી તેમનું મૃત્યુ સુધરી જાય. પણ જેણે આખી