________________
પિતાની ફરજ બજાવતાં પિતાના જ દીકરાનું બલિદાન આપ્યું
પના એ ઉદયકુમારની ધાવમાતા હતી. પણ એની કર્તવ્યનિષ્ઠા કેવી હતી? એને વનવીરના દુષ્ટ કર્તવ્યની પહેલેથી જ ખબર મળી હતી. પણ એ ગભરાઈ નહિ. દુષ્ટ વનવીરને સિંહ ગર્જના કરીને પડકાર કર્યો. આખરે કઠોર કર્તવ્યની ઘડી આવી પહોંચી. એક બાજુ ઉદયસિંહના રક્ષણને સવાલ હ. પન્ના નિમકહલાલ હતી. પૂરી સ્વામીભક્તા હતી એટલે એણે પિતાના પુત્રને રાજકુમારને પહેરવેશ પહેરાવીને સૂવાડ હતે. અને ઉદયકુમારને પોતાના પુત્રને પહેરાવે તેવા કપડાં પહેરાવીને પાછળના રૂમમાં સૂવાડ હતું. પન્નાની પાસે આવીને વનવીર પૂછે છે ઉદયસિંહ કયાં છે? પન્ના કહે છે. મહારાજા, હું તમને ઉદયકુમાર હમણાં જ બતાવું છું. પણ મને તો આ તમારી ચમકતી તલવાર જોઈને બીક લાગે છે. છતાં પણ બતાવ્યા વિના તો છૂટકે જ નથી એમ કહીને સ્વામી ભક્તિના કર્તવ્ય પર દઢ રહીને પનાએ પોતાના પુત્રને રાજકુમારના પહેરવેશમાં સૂવાડે હતો તે બતાવ્યું. કઠોર હદયના વનવીરે તલવારના એક જ પ્રહારથી કુલથી પણ કમળ એવા પન્નાના પુત્રને ઉદયસિંહ માનીને પૂરો કરી દીધું.
આવી દુષ્ટ રીતે પોતાના પુત્રનું મૃત્યુ થયેલું જેઈને કઈ માતાને દુઃખ ન થાય? અંતરમાં તે ખૂબ જ આઘાત લાગ્યો પણું કર્તવ્ય અદા કરવાની બળવાન ભાવના હતી, એટલે મનમાં એ જ વિચાર કર્યો કે જે મારી આંખમાં આંસુ આવશે તે આ દુષ્ટ વનવીર સમજી જશે. એટલે એણે આંખમાં ટીપું પણ આવવા દીધું નહિ. પિતાને પુત્ર નહિ પણ રાજકુમાર મરાયો છે એ જ દેખાવ કર્યો. ઉદયસિંહને મારીને વનવીર તે ચાલ્યો ગયે. બીજી તરફ પન્નાએ એ નિર્ણય કર્યો છે કે ઉદય જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી મારે એનું બરાબર રક્ષણ કરવું. હવે કદાચ વનવીરને આ વાતની જાણ થાય તો બંને બાજુથી દુઃખી થાઉં. માટે ઉદયને લઈને અહીંથી ભાગી જવામાં જ સાર છે. એમ વિચાર કરી એક મોટા કરંડિયામાં પાંદડા પાથરી વચમાં ઉદયને સૂવાડી ઉપર પાંદડા ઢાંકી કરંડિયે પેક કરી એક વિશ્વાસુ માણસ સાથે નગર બહાર મોકલાવી દીધું અને પિતે પણ ગુપ્ત રીતે ગામ બહાર ચાલી ગઈ.
પન્ના ઉદયના રક્ષણ ખાતર ભાગી છૂટી
પન્ના ઉદયકુમારને લઈને ઘરઘરમાં ઘૂમે છે. જેને ત્યાં તે આશ્રય માંગવા જાય ત્યાંથી તેને જાકારે મળવા લાગે. કારણ કે વનવીરની ચારે તરફ હાક વાગતી હતી. એને જુલમ ખૂબ હતું એટલે પન્નાને કોઈએ આશ્રય ન આપે. એટલે તે ઉદયને લઈને વન વન ભટકી, ડુંગરાઓમાં દડમજલ કરી. કાંટા-કાંકરા અને હિંસક પશુઓની પણ એણે પરવા ન કરી. છેવટે અરવલ્લીના દુર્ગમ પહાડો અને ઈડરના કૂટ માર્ગો પસાર કરીને, તે
શા. ૭૦.