________________
૫૫
કુંભલમેરૂ તુ પહેાંચી, આ દુગના કિલ્લેદાર આશાશાહ નામના એક જૈન વણિક હતા. અને ત્યાં જઈને પન્નાએ પાતાની બધી આપવીતી સુણાવી અને કહ્યું કે આપ તે જૈન છે. તમારા દિલમાં યાના વાસ છે. માટે મારા રાજાના પ્રાણ મચાવેા. એટલા માટે જ હું તેમને આપતા ખેાળામાં મૂકવા આવી છું. આટલા માટે જ મે' આપનુ શરણ લીધું છે.
આશાશાહ કહે છે બહેન! તારી વાત સાચી છે પણ વનવીર જાણે તા મારુ માત થઈ જાય માટે હું' તને આશ્રય નહિ આપી શકું. આ સમયે આશાશાહની વયે વૃદ્ધ માતા પાસે જ બેઠી હતી. પેાતાના પુત્રની કાયરતા અને કન્યથી પતિત થતા જોઈને માતાને ખૂબ દુઃખ લાગ્યું. પુત્રને ઠપકે। આપતાં તે કહેવા લાગી. આશા ! ધિક્કાર છે તારા જીવતરને! આના કરતાં તું મારા પેટે પથરો પાકયા હોત તે સારુ` હતુ`. ધાત્રીઘાટે કપડાં ધોવા તો કામ આવત ! હું વાંઝણી રહી હેાત તે શું ખાટુ? એક શરણાગતને તું આશ્રય નથી આપી શકતા? આશાભેર તારા શરણે આવેલી ખાઈ ને જાકારો આપતાં તને શરમ નથી આવતી ? નિરપરાધીએને અત્યાચારીએના ત્રાસથી બચાવવાની તારામાં શક્તિ છે, છતાં પણ પ્રાણના માડુમાં પડીને બ્યધમ થી તું કેમ ડગી રહ્યો છે? જે માનવી કોઈના દુઃખમાં સહાયક નથી બનતા તેનુ જીવન વ્યર્થ છે. દીકરા! મને તે તારા પર એવા ગુસ્સા આવે છે કે જે આટલામાં તલવાર પડી હેાત તા હાથમાં લઇને તારી ડાક ઉડાવી દેત.
માતાના કઠોર શબ્દ સાંભળી આશાશાહનું હૃદય પીગળી ગયું અને તે માતાના ચરણુમાં પડી ગયા. માતાના શૂરાતન ભરેલા વચન સાંભળી આશાશાહુમાં હિં'મત આવી ગઈ. એટલે આયેા-હે માતા ! આવી વીરમાતાના પુત્ર થઇને હું આવા ડરપેાક કેમ બની શકું? મા, તું એડી છું ને હું પ્રાણના તુચ્છ મેહમાં પડી જઇને કર્તવ્યની અવહેલના હવે નઠુિ કરું. માતા ! હવે મારા ભ્રમ ભાંગી ગયા. તે... મને કતવ્યપાલનનું સાચું' ભાન કરાવ્યું. પુત્રના શબ્દો સાંભળી માતાની છાતી ગજગજ ફુલવા લાગી. માતાનું હૃદય વત્સલતાથી ઉમરાવા લાગ્યું અને પેાતાના પુત્રના માથે વહાલભર્યાં હાથ ફેરવવા લાગી. વીર આશાશાહે ઉદ્દયસિંહને પેાતાના ભત્રીો કરીને સ્થાપ્યા.
ઉદયસિંહુ મેટા થતાં ખીજા સામંતાના સાથ લઈને વનવીરને હરાવી ચિતાડનું રાજ્ય પાછું મેળવ્યું. પન્નાના મનેારથ પૂરા થયા. ઉયસિંહ ચિતાડની ગાદી ઉપર બેઠા ત્યારે પન્નાના ચરણમાં પડીને કહે છે પન્ના ! તુ' જ મારી સાચી માતા છે. તારી મારા ઉપર અનહદ ઉપકાર છે. તારા ઉપકારને બદલા હું કઈ રીતે વાળી શકીશ ? મારી ખાતર તેં તારા એકના એક લાલના લેગ આપ્યા છે. હવે હું આજથી તારા સાચા પુત્ર છું. તારી ચરણરજ મસ્તકે ચઢાવ્યા વિના હું આ સિંહાસન પર નહિ એસ.
બંધુએ ! પન્ના ધાવમાતા હેાવા છતાં પણ એના જીવનમાં કેટલી કતવ્યનિષ્ઠા