________________
૫૪૮ सुह वसामा जीवामो, जेसिं मो नत्थि किंचण ।
મિશ્રિાપ ૩ગ્નમાળીy, મે સુકા વિવ . ઉ. અ ૯-૧૪ : હું તે સુખપૂર્વક વસું છું, સુખપૂર્વક જીવું છું. આ જે કંઈ થઈ રહયું છે તેમાં મારૂં તે કાંઈ જ નથી. મિથિલાનગરી બળે છે તેમાં મારું કાંઈ જ બળતું નથી. નમિરાજાએ દીક્ષા લીધી ન હતી છતાં પણ એને સંસારાવસ્થામાંથી જ નમિ રાજર્ષિ કહેતા હતાં. કારણ કે રાજ્યમાં રહેવા છતાં પણ તેઓ રાજ્યમાં લુબ્ધ થયેલા ન હતા. સહેજે નિમિત્ત મળતાં જાગી ગયાં અને રાજ્ય છેડીને ચાલી નીકળ્યા.
ગ્રંથકારની એક કથા છે. જનક રાજાના ગુરૂ ઉપદેશ આપતા હતાં. ગુરૂ ઉપદેશ આપતાં જનક રાજાને જનકવિદેહી કહીને સંબોધન કરતા, અને જનક રાજાના ખૂબ વખાણું કસ્તાં હતાં. ત્યારે શિષ્યને થયું કે આપણે ઘરબાર છોડીને ગુરૂના ચેલા બન્યા. સંસાર છેડીને સંન્યાસી બની ગયાં, છતાં પણ ગુરૂ આપણા વખાણ કરતાં નથી. અને જનક શજાના જ વખાણ કર્યા કરે છે. એમ ઈર્ષ્યા આવવા લાગી. ત્યારે ગુરૂના મનમાં એમ થયું કે આ લેકેને બતાવવું તે જોઈએ. એટલે ગુરૂએ માયા રચી. પ્રવચન ચાલે છે, જનકરાજા બેઠા છે. આખા ગામના લોકો પણ પ્રવચન સાંભળવા આવ્યા છે. તે વખતે ગામમાં આગ લાગી. લોકોને ખબર પડી કે ગામમાં આગ લાગી છે. એટલે બધા ધીમે ધીમે ઉઠવા લાગ્યા. માણસો તે ધીમે ધીમે બધા જ ચાલ્યા ગયા. બધા સંન્યાસીશિવેને ખબર પડી કે આપણે ઉતારે છે ત્યાં પણ આગ લાગી છે. એટલે સંન્યાસીઓ પણ વિદાય થઈ ગયા. હવે રહ્યા ગુરૂ ને બીજા જનક રાજા. ગુરૂ કહે છે હે રાજન ! તારી નગરી બળી રહી છે. બધા લેકે વિદાય થઈ ગયાં છે. હવે તને એમ થતું હોય કે હુ ગામને રાજા અને મારાથી કેમ ઉઠય ? તો તું મારી શરમે બેસી ન રહેતે. ત્યારે જનક રાજા કહે છે ગુરૂદેવ ! આમાં મારું કંઈ જ બળતું નથી. રાજ્ય-વૈભવમહેલ-મહેલાતે બધું છોડીને એક દિન જવાનું છે. સાથે તે શુભાશુભ કર્મ સિવાય બીજું કંઈ જ આવનાર નથી. આપની કૃપાથી હું સમજણના ઘરમાં આવ્યું છું. હવે આ બધે મેહ શા માટે ? મારા મનમાં પણ એની ચિંતા થતી નથી. માટે મારે જવું નથી. - જનક રાજાની દઢ શ્રદ્ધા જોઈ ગુરૂએ બધી માયા સંકેલી લીધી. શિષ્યો પિતાના ઉતારે ગયા. જોયું તે કંઈ જ ન મળે. પાછા ગુરૂ પાસે આવ્યા. રાજા તે આનંદપૂર્વક બેઠા છે. મનમાં જરા પણ ઉદ્વેગ ન મળે. ગુરૂ કહે છે દેખે, આ રાજાની શ્રદ્ધા કેટલી અટલ છે? તમારું બળી બળીને શું બળી જવાનું હતું? તમારી પાસે બે કપડાં સિવાય બીજું શું છે? અને આ રાજા આખા રાજ્યને માલિક હોવા છતાં રાજ્યથી પર છે. શિષ્યની આંખ ખુલી ગઈ. ખરેખર, આપ જનક વિદેહી તે વિદેહી જ છે. સંસારમાં વસવા છતાં બધું જ એણે પર માન્યું છે. અને અમે સંસાર ત્યાગી ભગવાં વસ્ત્રો પહેર્યા