________________
- આપણામાં જે કંઈ પણ સમજશક્તિ આવી હોય તે પાપ કરતાં અટકવું એ જ સજણનું ફળ છે. “જ્ઞાનચ ૪ વિરતિ !જ્ઞાનનું ફળ વિરતિ છે. જેમ જેમ જ્ઞાન આવે તેમ તેમ મનુષ્ય પાપ કરતે અટકે છે. સંસાર ભાવથી વિમુખ બનતો જાય છે અને સંયમની સન્મુખ થતું જાય છે. એ જ જ્ઞાનનું ફળ છે. તમે કેટલા વર્ષોથી આ વ્યાખ્યાનવાણી સાંભળતા આવ્યા છે પણ હજુ જીવનમાં કંઈ ફેરફાર દેખાતો નથી.
. એક માણસ જાતિથી જૈન, ન હતો પણ એને પૂર્વે જૈન મુનિને સમાગમ થયેલ હતું. એ માણસ ખૂબ ગરીબ હતે. ગરીબીમાં પણ એના જીવનમાં અમીરી હતી, કઈક ધનથી ગરીબ હોય છે પણ મનથી ગરીબ નથી હોતા. એણે સંત સમાગમ થવાથી અપરિગ્રહ વ્રત અંગીકાર કર્યું હતું. એમાં એ નિયમ કર્યો હતો કે મૂડીમાં એક દો રાખ. અને દરરોજ આપણે બંનેએ (પતિ-પત્ની) અને ત્રીજો કોઈ એક અતિથી એ ત્રણના પેટ ભરવા પૂરતા પૈસા મળે એટલા જ લાકડાં કાપવા, એથી અધિક લાકડાં કાપવા નહિ. આ પ્રમાણે એમને જીવનનિર્વાહ ચાલે છે.
એક વખત એવો પ્રસંગ બન્યું કે છ દિવસ સુધી લગાતાર વરસાદ વરસ્ય. એટલે લાકડા કાપવા જઈ શકાય નહિ. ઘરમાં અનાજના ડબ્બા ભર્યા ન હતાં કે ન હતાં પૈસા. એટલે છ દિવસના પતિ-પત્ની બંનેને ઉપવાસ થયા. પણ મનમાં જરા પણ મલીનતા ન આવી. ભૂખનું દુઃખ સાહ્યું નહિ. કારણ કે સમજણપૂર્વક પરિગ્રહનો ત્યાગ કરેલો હતે. છ દિવસ પછી જ્યારે વરસાદ બંધ થયે, પાણી ઉતરી ગયાં, એટલે બંને માણસો જંગલમાં લાકડા કાપવા માટે ગયા. છ છ દિવસના ભૂખ્યા આ બંને, લાકડા કાપીને જંગલમાંથી વેચવા માટે જઈ રહ્યા છે, ત્યાં માર્ગમાં એક સોનાની ગીનીઓથી ભરેલી થેલી જોઈ થેલીનું મેટું ફાટી ગયેલું હતું. એટલે ગીનીઓ દેખાતી હતી. ઉપરથી સૂર્યદેવનાં કિરણે આવે છે. એટલે સૂર્યના કિરણમાં ગીનીઓ ખૂબ ઝગમગે છે. પતિ આગળ હતો. પત્ની થડે દૂર હતી. પતિએ ગીનીઓની થેલી જોઈ મનમાં વિચાર કર્યો કે મેં તે મન જીતી લીધું છે, મેં સુવર્ણ ત્યાગ કર્યો છે. પણ મારી પત્નીને આ ગીનીઓ જોઈને કદાચ લેભ લાગી જાય તે ! કારણ કે એક તો ગરીબાઈ છે, બીજું છ છ દિવસના ભૂખ્યા છીએ એટલે મનનાં પરિણામ પલટાતાં વાર ન લાગે. એવા વિચારથી તેણે સેનાની ગીનીઓની થેલી ઉઠાવીને બાજુના ખાડામાં નાખી અને તેના ઉપર ધૂળ વાળી દીધી તે ધૂળ નાખતો હતો એટલામાં એની પત્ની આવી પહોંચી. તેણે પૂછ્યું આ શું કરે છે? એના પતિએ સત્ય હકીકત કહી દીધી. કારણ કે એને સત્ય બોલવાનું ન હતું. તેણે કહ્યું અહીં ગીનીઓથી ભરેલી થેલી પડી હતી. હું તે અપરિગ્રહી છું. મારું મન લેભાયું નહિ. મેં એને અસાર માન્યું છે. પરંતુ તે સ્ત્રી છે. વળી છ છ દિવસની ભૂખી છે તેથી કદાચ તારે મન એ લેવા લેભાય, એટલા માટે મેં એના પર ધૂળ ઢાંકી દીધી છે. આ