________________
૫૪૭
સાંભળી પત્ની કંઈ પણ ઉત્તર આપ્યા સિવાય આગળ ચાલી ગઈ ત્યારે પતિ પૂછે છેતું કેમ કંઈ જ બોલતી નથી ? તેમ તે મને છણકો પણ કર્યો નહિ. આ સાંભળી પત્ની દુઃખિત હોયે બોલી સ્વામીનાથ ! જેને તમે છોડ્યું છે તે સેનું તમને સોનારૂપે દેખાયું તે જાણીને મને અત્યંત દુઃખ થાય છે. જેને છોડ્યું તેને તે રૂપે શા માટે દેખાય? એ તે માટી છે. માટીને માટીથી ઢાંકતા જોઈ મને તમારા વિષે ઘણી ચિંતા થાય છે. '
દેવાનુપ્રિયે ! જોયું ને ! પતિ માનતો હતો કે પત્નીનું મન ગીનીઓની થેલી જોઈને લલચાશે પણ એ તે સેનાને માટી રૂપે જેનારી હતી. કારણ કે સમજણપૂર્વકને ત્યાગ હતો. ત્યાગીઓને મન ધનની કંઈ જ કિંમત હોતી નથી. તમારી સમક્ષ હજાર હજારની નોટોના હજાર બંડલ પડ્યા હોય તે તમારું મન આનંદથી નાચી ઉઠે. અને સાધુને મન તો એ કાગળીયાની થેકડી જ દેખાય. પણ શ્રાવક, જેની પાસે કંઈ જ મૂડી ન હતી, પણ કાંતીને જીવન નિભાવતું હતું. પતિ-પત્ની ઉપવાસ કરીને સાધમીની ભંતિ કસ્તા હતાં. એ શ્રાવક કે સુખી હ ! ભગવાન મહાવીર પણ એમના વખાણ કરતા હતાં. એક વખત શ્રેણિક રાજા એની ઝુંપડીએ આવ્યા અને એક સામાયિકની માંગણી કરી. એક સામાયિકના બદલામાં શ્રેણિક રાજા આખું રાજ્ય આપવા તૈયાર થયા. ત્યારે પુણીયાએ કહી દીધું: મહારાજા !” તમારા આખા રાજ્ય કરતાં પણ મારી સામાયિક મહાન છે.” નિત્યના બદલામાં અનિત્યને સોદો શા માટે કરે? તમારું રાજ્ય અનિત્ય છે અને મારી સામાયિક નિત્ય છે. તે સુખ આપનારી છે એને સેદે ન હોય. રાજા જેવા રાજાને આવા શબ્દો કહી દેવા તે નાની સૂની વાત છે? આ હતે મહાવીરને સાચે શ્રાવક.
તમે પણ શ્રાવક તે છે, પણ શ્રાવકને ગ્ય એવી સમજને અભાવ છે. તેથી જયાં દેખે ત્યાં મન લેભાઈ જાય છે. જિંદગી સુધી ખાવ એટલું મળી ગયું છે. તે પણ આટલી બધી દેડઘામ શા માટે હોય? સમજણના ઘરમાં આવશે એટલે આપમેળે તમે સ્થિર થઈ જવાના. પછી અમારે તમને કહેવું જ નહિ પડે કે તમે પાપ કરવાનું છોડી દે.
- બંને કુમારે પણ હવે સમજણના ઘરમાં આવ્યા છે. એટલે એના પિતાને કહે છે પિતાજી ! અણસમજમાં ઘણું પાપના ભાથાં બાંધ્યાં. હવે અમે સમજણના ઘરમાં આવ્યા છીએ. અમારે અગતિમાં જવાના કર્મો કરવા નથી. અમને પાપનો ડર લાગે છે અને ભવને ભય લાગે છે. સાચા વૈરાગીને રોકવા કેણ સમર્થ છે? કાચો પિચ વૈરાગી હોય તે ફસાઈ જાય. નમિ રાજર્ષિ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે ઈન્દ્ર મહારાજા બ્રાહ્મણના રૂપમાં આવીને કહે છે કે નમિરાજ ! તારી નગરી બળી રહી છે. તારા અંતઃપુરની રેણુએ રૂદન કરે છે. ગામમાં કોલાહલ મચી રહે છે. તું આ બધાને શાંત કર. બળતી નગરીને ઓલવ અને પછી દીક્ષા લે. ત્યારે નમિ રાજર્ષિ શું જવાબ આપે છે