________________
પાટ
પણ હજુ મમતા છતાઈ નથી. વ્યવહારથી રાજા છે. પણ એના આત્માના શુદ્ધ પરિણામની અપેક્ષાએ એ ત્યાગી બની ગયા છે.
દેવભદ્ર અને જશોભદ્ર પણ બાહા ભાવે સંસારમાં રહ્યા છે પણ આત્યંતર ભાવે ત્યાગના ઘરમાં આવી ગયા છે. રગેરગમાં વૈરાગ્યની જ્યોત ઝળહળી ઉઠી છે. તેમણે કહી દીધું કે પિતાજી ! અમે અજ્ઞાન હતા ત્યાં સુધી તમારા કહેવા પ્રમાણે ચાલ્યા. પણ હવે અમારાથી તમારા કહ્યા પ્રમાણે સંસારમાં રહેવાશે નહિ. કારણ કે સંસારમાં રહેવાથી ડગલે ને પગલે પાપ કર્મોનું આચરણ કરવું પડે છે. અને અમને તે પાપને ડર લાગે છે. હવે અમે પાપ કેવી રીતે કરી શકીએ! હજુ બંને પુત્રો એમના પિતાને શો જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
- વ્યાખ્યાન નં.............૭૬
આ
સુદ ૫ ને રવિવાર તા. ૪-૧૦-૭૦
અનંતજ્ઞાની ભગવંતે દાંડી પીટાવીને જગતના જીને સંબોધન કર્યું છે, કે હે ભવ્ય જી! દુનિયામાં બધું જ પાછું મેળવી શકાય છે પણ તમારા જીવનમાંથી જે સેનેરી સમય જઈ રહ્યો છે તેને અબજો રૂપિયા આપતાં પણ તમે પાછો મેળવી શકશે નહિ
માનવજીવન મેંઘુ મળ્યું, જે ઘડી ઘડી મળશે નહિ,
શોધ્યા વિના સદ્દવને, સંસાર આ ટળશે નહિ” મહાન પુણ્યના ઉદયથી મહાન મેંઘેરું એવું માનવજીવન મળ્યું છે. વારે વારે આવે અવસર મળવાનું નથી. માટે અહ૫ માનવ જીંદગાનીમાં સત્ય વસ્તુની પિછાણ કરી લે, જેથી વારંવાર સંસારની જેલમાં જકડાવું પડે નહિ
દેવભદ્ર અને જશેભદ્રને સત્ તત્વની પીછાણ થઈ ગઈ છે. તેઓ તેમના પિતાને • કહે છે કે પિતાજી! અમે જ્યાં સુધી ધર્મ અને અધર્મને સમજતાં ન હતાં ત્યાં સુધી
પાપ કર્મો કર્યા, હવે અમે પાપ કર્મોમાં રાચીશું નહિ. જે ઝવેરીને સાચા અને કચર મોતીની પીછાણુ થઈ જાય છે તે કચરને સંગ્રહ કરતો નથી. તેમ કામગ આદિ સંસારના સુખે અમારી દષ્ટિમાં કલચર છે અને આત્માનાં સુખે જ સાચા છે. માટે સાચાને છેડીને કલ્ચરને કણ મૂખ ગ્રહણ કરે?