________________
જ્યારે રાજાએ સત્તા અને લડાઈમાં પડ્યા હતા, વૈશ્ય જ્યારે શેષણ અને ભેગમાં પડયા હતા, અને શુદ્રો જ્યારે ફૂટબોલની જેમ ઠોકરે ચઢી રહ્યા હતાં, જ્યારે માનવજાત દુઃખી હતી ત્યારે તેમને કોઈ આશ્વાસનની, સહૃદયતાથી તેમને હાથ પકડે તેવામાનવીની જરૂર હતી. તેવા સમયે અંધકારમાં જેમ સૂર્ય પ્રકાશે તેમ ભગવાન મહાવીરને જન્મ એક રાજકુળમાં થયું હતું. આવા રાજકુળમાં જન્મવા છતાં ગરબેનાં અને વ્યથિત આત્માઓનાં દુઃખ દર્દો તેમનાથી અજાણ્યાં ન હતાં.
ત્રીસ વર્ષની ભરયુવાન વયે ભગવાને સંસારને ત્યાગ કર્યો હતો. મહત્તા એમને એમ નહતી મળી. આવી મહત્તા મેળવવા માટે સાધના તે અવશ્ય કરવી જ જોઈએ. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી એકાગ્ર બનીને એવી સાધના કરી કે જેમાં ખાવા-પીવાનું, સૂવાનું ભૂલાઈ ગયું હતું. ભગવાને મૌનપણે એવી ઉગ્ર સાધના કરી હતી. એ સાધના અને આત્મ સંશોધનમાંથી ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે સમયે બ્રાહ્મણે એમ કહેતાં કે અમે શ્રેષ્ઠ છીએ. અને બીજા બધાં અમારા અંગઉપાંગ છે. ત્યારે ભગવાને જણાવ્યું કે “તમારામાં જે આત્મા છે તે જ આત્મા એક ક્ષુદ્રમાં છે. કીડી-મંકડામાં છે. સર્વ જીવોમાં છે. તમને જેમ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. કીડીને પણ તડકો ગમતું નથી. નાનામાં નાના જંતુઓ પણ જીવવાનું ઈ છે છે. ભગવાન મહાવીરને આ પહેલે સિદ્ધાન્ત હતે.
બંધુઓ ! આવા હતાં આપણા ભગવાન મહાવીર. આપણે પણ એમના સિદ્ધાંતને જીવનમાં અપનાવવું જ પડશે તમે બીજાને સુખ આપશે તે તે ફરીને અંતે તમારી પાસે આવશે. અને તમે જે બીજાને દુઃખ આપશો તે તે પણ ફરીને અંતે તમારી પાસે આવશે. દુનિયા ગોળ છે. સુખ યા દુઃખરૂપી તમે છોડેલું બાણ અંતે દુનિયાનું ગોળ ચક્કર લગાવીને છેવટે તમારી તરફ જ પાછું ફરશે. એ
લશો નહિ. કાનમાં ખીલા મારવા આવેલા માનવીને માટે પણ ભગવાન મહાવીરે પ્રેમની લાગણી બતાવી હતી. ગાંધીજીને ગોડસેએ ગોળી મારી ત્યારે ગાંધીજી પણ મોઢામાંથી કટુવચન બોલ્યાં ન હતાં. ગેળી મારનાર પ્રત્યે પણ દ્વેષભાવ ન લાવતાં
હે રામ’ બેલ્યા. કારણ કે એમનામાં સમતાભાવ હતે. શ્રીમંત કે ગરીબને ભેદભાવ ન હતે. ‘એટલે આજે પણ ગાંધીજીને દુનિયા યાદ કરે છે. આવી સમજણમાંથી પ્રેમ પેદા થાય છે. આજે તે સૌ વાદાવાદમાં પડી ગયા છે. સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, સત્તાવાદ આમ બધા વાત અલગ થઈ ગયાં છે. એકબીજાને સમજવા માંગતા નથી. પણ આ બધું તમારે તકવાદ અને બકવાદ છે. આજના માંધાતાઓ સામાને સમજવાની કેશિષ કરે તે તંગ વાતાવરણ ઘણું ઓછું થઈ જાય. એટલે આજે દુનિયાને અનેકાંતવાદ સમજાવવાની જરૂર છે. આવી સમજણ આવશે તે જ યુદ્ધ અટકશે અને શાંતિ સ્થપાશે.