________________
તેમ છીનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. સ્ત્રીએ શિયળને ખાતર મરવું પસંદ કર્યું, પણ ભેગમાં આસકત ન બની. જે ચારિત્રના રક્ષણ ખાતર મૃત્યુ પામે છે તે સુગતિમાં જાય છે.
જે સ્ત્રી ચારિત્રને માટે પિતાના પ્રાણ છોડી દે છે, પણ પિતાનું વ્રત અખંડ રાખે છે, તે જ સાચી સતી છે. આ સ્ત્રીનું મસ્તક ધડથી જુદું પડેલું જોઈ રાજને કામ ન ઉતરી ગયે. તેને સમજાઈ ગયું કે અહો ! આ સીએ એના શીલÈ ખાતરે જ પિતાનું બલિદાન આપી દીધું. પરિશ્રમમાં સુખ માનનારી આ સ્ત્રીએ શીલ વિનાના રાજસુખને તણખલાની તોલે માન્યું હતું. તે વાત રાજાને સમજાઈ ગઈ. “મારા અંતઃપુરમાં આટલી બધી શણુઓ હોવા છતાં મારી કામવાસનાને ખાતર આ સ્ત્રીનું મોત થયું ને? અભણ અને ગરીબ હોવા છતાં રાજસુખમાં ન રાચતાં ચારિત્રને ખાતર તેણે પોતાનું જીવન કુરબાન કર્યું. આવી પવિત્ર સ્ત્રીને હજાર વાર ધન્યવાદ છે. અને મને કોડેવાર ધિક્કારે છે -
શીર સાટે શીલ સાચવે, ત્યજેન ટેક લગાર,
પ્રાણ જતાં પલટે નહિ, તે સતીમાં શીરદાર”, રાજાને પિતાની ભૂલને ખૂબ પસ્તા થયે. પશ્ચાતાપના પૂરમાં સ્નાન કરી, વિશુદ્ધ બનીને તેણે પ્રતિજ્ઞા કરી કે હવેથી મારે કઈ પણ સ્ત્રીની સામે કુદષ્ટિ કરવી નહી. એક શીલવતી સ્ત્રીની કુરબાનીએ રાજાને સાચું ભાન કરાવ્યું. રાજા સમજણના ઘરમાં આવી ગયે. ચારિત્રવાન આત્માનું જીવન બીજાઓને પ્રેરણાદાયી બને છે.
અત્યારે ભૃગુ પુરોહિત એના પુત્રોની સામે કેવા કેવા પ્રશ્નો કરે છે, પણ પુત્રોના વૈરાગ્યના કારણે એના જીવનમાં પણ કેવું પરિવર્તન થઈ જશે, તેમજ હજુ પણ કેવા કેવા પ્રશ્નો કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં....૭૫ આસે સુદ ૪ ને શનિવાર તા. ૩-૧૦-૭૦
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને અર્થે શાસ્ત્ર સિદ્ધાંતમય વાણીનું નિરૂપણ કર્યું. જે ભગવંતે આપણું ઉપર કરૂણું વરસાવી તે ભગવંત કેવા હતા? એ મહાન પુરૂષને જન્મ થવાથી જગતના જીવને શું લાભ થયે એ આપણે જાણવું જોઈએ. કેઇ માણસ જે મહત્તાવાળે તે નથી તો એને એના દીકરા પણ, યાદ કરતા નથી તે જગત તે યાદ કરે જ કયાંથી?