________________
ભૃગુ પુરોહિતની સાથે પૂર્વ નાણાનુબંધી સંબંધ છે, એટલે મન માન્યું ધન આપે છે. સુવર્ણ-હીરા-માણેક, પન્ના આદિ ઝવેરાત પણ ઘણું છે. સાત પેઢી સુધી બેઠા બેઠાં ખાવ તે પણ ખૂટે તેમ નથી. એટલે તમારે ધન મેળવવા પાપ નહિ કરવું પડે. વળી દેવકુમારી જેવી કન્યાઓ તમને પરણાવું, અને તમે સંસારમાં રહીને મનમાન્યા સુખે ભેગ. વળી રહેવાને માટે દેવભવન જેવા મહેલો છે. શિયાળામાં રહેવાના મહેલ જુદા, ઉનાળામાં રહેવાનાં મહેલ જુદા, ચેમાસામાં રહેવાના મહેલ જુદા. તમારે કેઈ જાતની ચિંતા કરવાની નથી. છતાં આવા ઉત્તમ કામ શા માટે છેડી દો છે?
બંધુઓ ! જ્યાં ખૂબ ધન હોય છે ત્યાં ઘણે ઠેકાણે ધર્મ દેખાતું નથી. અને કંઈક પુણ્યવાન છો એવા પણ છે કે ગમે તેટલાં વૈભવ હોય, તો પણ ધર્મ એમને પ્રાણની જેમ વહાલું હોય છે. આગળનાં રાજકુમારે આવી ઋદ્ધિ છોડીને નથી નીકળ્યાં? રાજકેટમાં વીરાણીને જ દાખલે છે કે જેમને ઘેર રજવાડા જેવી સાહ્યબી છે છતાં એમના કુટુંબમાં વિનેદ મુનિ જેવાં રત્ન ન પાક્યાં? ધનની સાથે ધર્મ રૂચે એ પણ પુસ પુણ્યની વાત છે. ધર્મ સમજીને ન્યાય-નીતિથી કમાયેલું ધન લાંબા સમય સુધી ટકી રહે છે. અને અનીતિથી કમાયેલું ધન અ૫કાળ ટકે છે. અને પાપનાં પિોટલાં બંધાવે છે. ભૃગુ પુરોહિત હજુ પણ એના પુત્રોને કેવા પ્રલેભને આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન......નં. ૭૧
ભાદરવા વદ અમાસ તા. ૨૯-૯-૭૦ મંગળવાર
અનંતજ્ઞાની, શાસન સમ્રાટ, ત્રિલોકીનાથ, કરૂણા સાગર ભગવાને જગતના જીવોના ઉદ્ધારને અર્થે શાસ્ત્રમય વાણીનું નિરૂપણ કર્યું.
ભગુ પુરોહિતના બે પુત્ર પ્રમાદ છેડી જાગૃત બન્યાં છે. એમને ભૂગુ પુરોહિત કહે છે કે, મારા વહાલા પુત્રો ! તમે કહે છે કે પૈસા મેળવવા માટે મહાન પાપ કરવા પડે છે. તે હું તમને કહું છું કે તમારે પૈસા કમાવવાની જરૂર નહિ પડે. કારણ કે પૂર્વના પુણ્યથી મારી પાસે ધનની કમી નથી. તેમજ સારામાં સારી રૂપવંતી કન્યાઓ તમને પરણાવીશ. તેમની સાથે તમે સુખ ભોગવે. તેમજ આપણું કુટુંબ પણ ઘણું વિશાળ છે. સગાસંબંધી પણ ઘણું છે. તેમની સાથે તમે આનંદ કરે.
સર્વ [ તવ૬ નઢો, દર સાિિમવ તુમ ”