________________
પલ
' હે પૂજ્ય પિતાજી! આપ અમને ધન-વજન અને કામગુણેનાં પ્રલોભને આપી સંસારમાં રહેવાનું કહે છે તે એ બાબતમાં અમે આપને પૂછીએ છીએ કે જે માણસને ધર્મની ધૂંસરી ઉપાડવી છે, સંસાર છોડી સાધુ બનવું છે, મોહ-માયા અને મમતા બંધન તેડવાં છે તેને ધન-સગા સ્નેહી અને કામો સાથે શી મતલબ છે?, ધમની સામે એ બધા પદાર્થો તુચ્છ છે. અસાર છે. માટે અમે બંને તે ગુણેના સમુદાય એટલે કે જેમાં ગુણેની જ પ્રકર્ષતા છે એ સંયમમાર્ગ અંગીકાર કરીશું. અને દ્રવ્ય તથા ભાવથી અપ્રતિબદ્ધ બનીને નગરથી બહાર રહી ભિક્ષાવૃત્તિ (ગૌચર) કરીને અમારું
જીવન વ્યતીત કરીશું. કારણ કે સાચું સુખ સંયમમાં છે. ધન, કુટુંબ, પરિવાર, કઈ દુઃખમાંથી મુક્ત કરી શકતું નથી. માણસ રોગથી ઘેરાઈ ગયે હોય તે વખતે એને સોના ચાંદીની પાટો ઉપર સૂવાડવામાં આવે તે પણ શું રોગીની પીડા મટાડી શકશે ? “ના” અતુલ પીડા સહન કરતા હો, સારૂં કુટુંબ ઘેરાઈને બેઠું હોય પણ એ કંઈ રેગમાંથી મુકત કરાવશે?
જનક માતા સુબાંધવ બેનડી, રમણ પુત્ર સ્નેહી સમાજ જે, દુખ કર્મ ઉદય જબ આવતાં, ન લઈ ભાગ શકે સુખ દઈ શકે. ” ; કમ ઉદયમાં આવે છે ત્યારે કોઈ એમાં ભાગ લઈ શકતું નથી, તે પછી એવા સુખમાં શા માટે રાચવું જોઈએ? મહાનપુરૂષે તે કહે છે કે જે સ્વ છે તે રવ છે. અને પર છે તે પર છે. અને સ્વ–પરનો ભેદ જે જાણે તે ખરે તત્વજ્ઞ છે. ભૌતિક પદાર્થો ગમે તેટલાં મળે તે પણ તેમાં શાંતિ નથી. કદાચ તમે શાંતિ માની લે તે ભલે બાકી વાસ્તવિક સુખ તે નથી જ, કારણ કે આત્મામાં અનંત સુખ-સમૃદ્ધિ ભરી પડી છે. આત્મામાં સુખ પણ અનંતુ રહેલું છે. તેમ જ્ઞાન-દર્શન અને વીર્ય પણ અનંતુ ભર્યું છે. - તાત્વિક દૃષ્ટિએ જોતાં અનંત સુખ માટે આત્માને કોઈ પદાર્થની જરૂર નથી. જરૂર છે ફક્ત પિતાના સ્વરૂપની. પણ તે તે અંતરમાં ઢળે અને પરથી પાછો વળે તે જ પ્રાપ્ત થાય. જીવે બાલ પણ તે રમતગમતમાં ખાયું, યુવાની માજશેખ અને ઉન્માદમાં ગુમાવી, પ્રૌઢ અવસ્થા પ્રમાદમાં વીતાવી, ઘડપણ, ઉદ્વેગ અને અશાંતિમાં પસાર કર્યું. તે પછી મરણ વખતે સમાધિ કયાંથી મળે? જે સાચી સમાધિ પ્રાપ્ત કરવી હોય તે બહિર્મુખદૃષ્ટિ છોડી અંતર્મુખ દૃષ્ટિ કેળો. કબીરજીએ પણ કહ્યું છે કે –
इस तनकी कौन बढाई देखत नयनोमें मिट्टी मिलाइ । अपने खातर महल बनाया, आप ही जाकर जगल सोया ।। केश जले ज्यु घासकी पुलिया, हाड जले ज्यु काष्ठका मूलियां ।
कहत कबीरा सुन हो मुनिया, आप मूए पीछे डूब दुनिया ॥ શા ૬૭