________________
પક
માટે ગયે. ખૂબ ધન કમાયે. કમાઈને પાછા વળતાં ભાઈ ધનવાન બનીને બહેનને ઘેર આવે છે. બહેને ખૂબ પ્રેમપૂર્વક ભાઈનું સન્માન કર્યું. સારાં સારાં પકવાન પીરસ્યાં. ત્યારે ભાઈએ જમતી વખતે ભાણું આગળ ગીનીએ બેઠવી. ત્યારે બહેન કહે છે ભાઈ! તું આ શું કરે છે? ત્યારે ભાઈ કહે છે કે, તેં જેમને માટે આ ભેજન ગોઠવ્યું છે તે! આ બધું મારે માટે ક્યાં છે? ત્રણ વર્ષ પહેલાં હું આવ્યું ત્યારે મને પૂરે રેટ પણ ખાવા મળે ન હતું. અને આજે પાંચ પાંચ પકવાન પીરસાયાં છે. આ બધું ગીનીઓ માટે નથી શું? હે સેનામહોરે! તમે આ પકવાન પેટ ભરીને જમ આ બધું મિષ્ટાન તમારે માટે છે. મારે માટે તે લૂખો રોટલે હતો.
ઘણી વખત તે આ રીતે માણસ વસ્તુને લીધે જ પૂજાતે હોય છે. પણ પિતે અજ્ઞાનથી એમ માની લે છે કે હે ! મારું માન કેટલું બધું છે? છાતી ફુલાવીને ફરે, મનમાં કુલાય પણ કઈ વખત એનું અપમાન થાય તે જોઈ લે મઝા! એ તમારી સામે પણ નહીં જુએ. એના મનમાં એક જ પ્રશ્ન ઉડશે કે મારું આટલું બધું અપમાન ! પણ ભાઈ! તને માન હતું જ કયાં? માન માત્ર પૈસા અને પદવીનું હતું. પૈસો અને પદવી ચાલ્યા ગયાં પછી અપમાન સિવાય બાકી શું રહ્યું? પારકી વસ્તુ ઉપર આ જીવ મમત્વનું આરોપણ કરે છે. માણસ જેમ જેમ પારકી ચીજ પિતાની બનાવતે જાય છે તેમ તેમ તેની ભૂખ વધતી જાય છે.
પછી એ રાજા હોય કે મહારાજા હોય પણ એને બધે ન્યૂનતા જ દેખાય છે. પિતાના રાજ્યમાં, પિતાની વસ્તુઓમાં બધે ઓછપ જ દેખાય. મારી પાસે કેટલું ઓછું છે અને પેલાની પાસે કેટલું બધું છે! એક રાજા મોટું લશ્કર લઈને યુદ્ધ કરવા જઈ રહ્યો છે. રસ્તામાં એક મસ્ત તરવચિંતક બેઠે હતું. રાજાએ તેને પ્રણામ કર્યા. ચિંતકે ઊંચું જોયું. રાજા સામે જોઈને બોલ્યો : હે રાજન! તમે ક્યાં જઈ રહ્યાં છે? રાજા કહે છે? બીજા દેશ ઉપર ચઢાઈ કરવા. શા માટે? વિજય મેળવવા. પછી શું કરશે? બીજે દેશ જીતવા જઈશ. ત્યાંથી કયાં જશો? ત્યાંથી આગળ વધતો જઈશ. આટલા બધા દેશ જીત્યા પછી શું કરશો? “પછી? પછી આરામ કરીશ.” છેલ્લા દિવસોમાં શાંતિથી જીવનયાત્રા પૂરી કરીશ. '
ચિંતકે હસીને કહ્યું - આટલું યુદ્ધ કરીને આટલા બધા માણસને સંહાર કરીને પછી જે શાંતિ લેવાના છે તે આજથી જ કેમ શાંતિ લેતા નથી? આજે તમારી શાંતિને તમારા સિવાય કોણ નષ્ટ કરે છે? અત્યારે તમારી પાસે શું ઓછું છે? ખાવા માટે ભેજન છે, મેટો રાજ્યભંડાર છે, રહેવા માટે મહેલ છે, પહેરવા માટે સુંદર વસે છે, તે પછી તમારી શાંતિમાં કેણ આડું આવે છે? વળી તમને શી ખાત્રી કે તમે યુદ્ધમાં વિજય મેળવીને જ પાછા આવશે! રાજા ત્યાંથી આગળ વધે ને યુદ્ધમાં ગયે. યુદ્ધમાં તે હારી ગયે. એને મહેલમાં શાંતિ ન મળી. છેવટે સ્મશાનમાં પિઢી ગયે.’