________________
૫૩૨
પણ બહારના. પણ તે પ્રકાશ ચાલ્યા જાય છે, પરંતુ અંદરને-આત્માના પ્રકાશ આવ્યાં પછી કદી પણ નષ્ટ થતા નથી. અન`તકાળ સુધી સદા ટકી રહે તેવું જ્ઞાન આત્મામાં છે, છતાં જીવા અઢાર શેાધે છે.
જે આત્માઓ પરને સ્વ બનાવવા મથામણુ કરે, પેાતાનુ' પારકુ' માને અને પારકા પર પાતાનુ સ્વામિત્વ જમાવે અને પારકામાં એકરૂપ બની જાય તે છે આત્માની ઉન્માદ અવસ્થા. જ્યાં સુધી રાતે પેાતાની અવસ્થામાં હોય ત્યાં સુધી કાંઈ નહિ, પણ જ્યાં પારકી વસ્તુમાં સ્વત્વ અને સ્વામિત્વને અધિકાર આવે એટલે ઉન્માદ ઉત્પન્ન થાય.
એક વખત વિઠાખાના ઘણાં ભક્તો વિઠામાની પ્રતિમાને એક ખચ્ચર ઉપર નાની પાલખીમાં ગેાઠવી એક મંદિરથી ખીજે મદિર લઈને જઈ રહ્યાં હતાં. વરઘેાડા ખજારમાંથી પસાર થઈ રહયો છે. વાજાના અવાજ સાંભળી કાંઈક માણસા દુકાનમાંથી ઉઠીને દર્શન કરવા આવે છે. ત્યારે ખચ્ચરને થયું કે આટલા બધા માણસા મારી આગળ ચાલે છે. ઢોલ-નગારા ને વાજા વાગી રહ્યાં છે. અરે! મારી તે મને કંમત જ ન હતી. પણ મારી મહત્તા કેટલી બધી છે? ખચ્ચર તેા રંગમાં આવી ગયું. ઢોલ વાગતા જાય અને ખચ્ચરના પગ પણુ તલ પૂરાવતા જાય છે. ત્યાં તે મંદિર આવી ગયુ' ને પ્રતિમાને ઉતારી અને ખચ્ચરને છૂટુ કરી દેવામાં આવ્યું. ખચ્ચર છાતી ફુલાવતું બજારમાં ગયું. ચાલ, આજ તેા વહેપારીની દુકાનમાં પેસી જાઉ અને મનભાવતી ચીન્નેમાં માઠું નાંખીને પેટ ભરીને ખાઈ લઉં. જ્યાં માલમાં મેઢુ નાંખ્યું ત્યાં દુકાનદાર ડફણું લઈને મારવા ટાડયા. એ અને ખાવા દે ખરા ?
અજ્ઞાન ખચ્ચર એ ન સમજ્યુ કે જે ઢાલ ને વાજા વાગતાં હતાં, લેાકેા વંદન કરતા હતા, આ બધું સન્માન કેવુ હતુ ? એ સન્માન ખચ્ચરનું ન હતુ. પણ તેના ઉપર મૂતિ હતી તેનુ હતુ. ખચ્ચર અને મૂતિ અલગ હતાં. ખચ્ચર એ જ વિઠામા .ન હતા. દરેક જીવાની ખચ્ચર જેવી જ સ્થિતિ છે. તમારી પાસે પૈસેા આવે, સત્તા આવે કે જે. પી. (માનદ ન્યાયાધીશ)ની પદવી આવે તે તમારે ત્યાં સવારથી લોકો સહી કરાવવા આવે, ત્યારે તમને પણ એમ થાય કે વાહ, વાહ, મારું' કેટલું માન છે ! મારે ત્યાં કેટલ માણસ ભેગુ' થાય છે ! એમ મન ઉન્માદમાં આવી જાય. ભાઈ ! તમારી પાસે બધા માણસા આવે છે એ માન તમારું નથી, પણ તમારી પાસે સરકારના ખિતામ છે, પદ્મવી છે તેને કારણે આવે છે. અહીં સ્વ અને પરના વિભાગ કરતાં આવડવા જોઈએ. આ ભેદ વિજ્ઞાનની ખામી છે. તેને કારણે જ પારકાને મળતું માન પાતાને મળે છે એસ જીવ માની લે છે.
ઘણાં જૂના વખતની આ વાત છે. એક ગરીબ ભાઇ, બહેનને ઘેર ગયા. બહેને જેમ તેમ જમાડીને રવાના કર્યાં, ભાઈ, બહેનને ઘેરથી નીકળીને બહારગામ ધંધા કરવા