________________
પ૪
વળી આપે કહ્યું કે અરણીમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલની સત્તા પહેલાં ન હતી. પછી ઉત્પન્ન થઈ છે એ વાત તદ્દન ખોટી છે. કારણ કે જે અસત્ વસ્તુ હોય છે તેની ઉત્પત્તિ હતી જ નથી તે પછી પાંચ ભૂતથી આત્માની ઉત્પત્તિ ક્યાંથી હોય? આમા તે એક સ્વતંત્ર દ્રવ્ય છે. જે આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે તે એ પ્રત્યક્ષ દેખાતે કેમ નથી? એનું કારણ એ છે કે ચક્ષુ આદિ ઈન્દ્રિ, રૂપી પદાર્થોને જોઈ શકે છે. અરૂપીને ગ્રહણ કરી શકતી નથી. તથા જે વર્ણ –ગંધ-રૂપ-રસ આદિથી રહિત છે તે અરૂપી છે. અને અરૂપી હોવાથી આત્મા નિત્ય છે. કારણ કે શરીર ગ્રહણ કરવા પહેલાં પણ આત્મા વિદ્યમાન હતું અને શરીર છૂટયા બાદ પણ આત્મા તે વિદ્યમાન રહે છે, માટે તે નિત્ય છે. કદાચ તમને પ્રશ્ન ઉઠશે કે આત્મા નિત્ય છે તે એની સાથે કને સંબંધ કેવી રીતે થયે? તે જ્ઞાની પુરુષે કહે છે કે મિથ્યાત્વ આદિ જે ગુણે છે તે જ કર્મબંધના હેતુ છે. કદાચ એ પ્રશ્ન ઉઠે કે અમૂર્ત આત્માની સાથે મૂર્ત કમેને સંગ કેવી રીતે થયે? તે એને જવાબ એ છે કે જેમ આકાશ અમૂર્ત અરૂપી હેવા છતાં પણ તે રૂપી પદાર્થોનું ભાન છે તેવી રીતે આત્મા પણ અમૂતહેવા છતાં તે મૂર્ત કર્મોનું ભાજન બની શકે છે. આ રીતે આત્માની સાથે જે કર્મોને બંધ થાય છે તેને જ્ઞાનીઓ સંસારના પરિભ્રમણનું કારણ માને છે. એટલે સિદ્ધ થાય છે કે આત્મા એ વતંત્ર પદાર્થ છે. અને અનાદિ કાળથી મિથ્યાત્વ આદિને કારણે કર્મનું બંધન કરે છે. એ કર્મબંધનને નાશ કરવા માટે ધર્મનું આચરણ કરવું જોઈએ.
દેવાનુપ્રિયે ! આ જડબાતોડ જવાબ કોણ આપી શકે? જેણે જ્ઞાન મેળવ્યું હોય તે જ આપી શકે ને? અમે તમને એટલા માટે જ કહીએ છીએ કે પહેલાં જ્ઞાન મેળવે. “પઢમં નાળ તો ચા ” પહેલાં જ્ઞાન મેળવ્યું હશે તે તમે જીવ-અજીવ, રૂપી–અરૂપીને જાણી શકશે. પણ જે જ્ઞાન નહિ હોય તે કેવી રીતે ખબર પડશે? આગળનાં શ્રાવકે પણ કેવા હોંશિયાર હતા. કોઈ એની સામે શાસ્ત્ર વિરૂદ્ધ શંકા ઉઠાવે તે તેને જડબાતોડ જવાબ આપી દેતાં હતાં.
મંડૂક શ્રાવક ચાલ્યા જ હતા. દશ નાસ્તિકે એક ઝાડ નીચે બેઠા હતાં. તેઓ મંડૂકને કહે છે અલ્યા, અહીં આવ. આ તારે ભગવાન મહાવીર મોટી મોટી આત્માની વાત કરે છે, પણ આત્મા તે દેખાતું નથી. તે આત્માને કેવી રીતે માન? તમારા જેવા હેત તે કહી દેત કે વાત સાચી છે. પણ આ તે હોંશિયાર હતે. જ્ઞાની હતે. એટલે કહે છે, દુનિયામાં ઘણી વસ્તુઓ એવી છે કે જે રૂપી હોવા છતાં પણ જોઈ શકાતી નથી, તે પછી અરૂપી તો કયાંથી દેખાય? વાત કરે છે એટલામાં ઠંડા પવન આવે છે.
એટલે મંદૂક પૂછે છે કે આ પવન વાય છે તે રૂપી છે છતાં પણ દેખાય છે ખરો? હિંગને વઘાર કરે છે તેની સુગંધ આવે છે પણ તે દેખાય છે ખરી? જો એ તમે મને બતાવે તે હું તમને આત્મા બતાવું. પેલા નાસ્તિકે બોલતા ચૂપ થઈ ગયાં. એમને