________________
।।
૫૩૯
એને કંઇ જ લાગતું નથી. માથે કાળી ટોપી પહેરીને એક માણસ ચાહ્યા જાય છે. તેની પાછળ બીજો ધેાળી ટોપીવાળા માણસ ચાલ્યા જાય છે. પાછળથી એક માણુસબૂમ પાડે કે હે કાળી ટોપીવાળા ભાઈ! ઉભા રહેા. ધાળી ટોપીવાળા પુરૂષે સાંભળ્યું, પણ એણે એવા વિચાર કર્યાં કે એ તે કાળી ટોપીવાળાને ઉભા રહેવાનું કહે છે. મેં તા ધેાળી ટોપી પહેરી છે. મારે શા માટે ખેાટી થવુ જોઈએ ? મારે શા માટે ાઈમ બગાડવા જોઈ એ ? તેમ કાળી ટોપી રૂપી દેતુ છે એને કઈ કઈ કરે કે કહે તે આત્માને તેની સાથે કંઇ જ લાગતું વળગતું નથી. એક વનસ્પતિ કાય વને ત્રેવીસ ટ્રુડકથી સિદ્ધના જીવા અનતગુણા અધિક છે. ત્યાં અશરીરી આત્માને જ રહેવાનુ છે. ત્યાં તમારા હીરાચંદ, મેાતીચંદ, અમરચંદ, પન્નાલાલ, માણેકલાલ એવુ સિદ્ધમાં નામ જ નથી. આ બધા નામ શરીરનાં છે, આત્માનાં નહિ.
આત્માની મલીન અવસ્થા એ જ સંસાર છે. અને શુદ્ધ અવસ્થા એ માક્ષ માન અપમાન આ બધી માહનીય કર્મની પ્રકૃતિ છે. એ બધુ આત્માના ઘરનું નથી. એને એક દિવસ છેડયે જ છૂટકો છે. આવુ' તમને બરાબર સમજાઈ જાશે ત્યારે તમે અહી' જ સિદ્ધગતિના સુખના અનુભવ કરશેા.
જેલમાં રહેલા કેદીને પણ જેલ કલ'ક રૂપ લાગે છે. ત્યાં એને ગમે તેટલાં સુખા કદાચ મળે છતાં જીવ એમ માને છે કે ગમે તેવાં સુખ હોય તે પણ આ તે જેલ છે. એને એ જેલમાંથી છૂટવાનુ મન થાય છે. પણ જ્ઞાની કહે કે એ જેલ તા એક ભવ પૂરતી છે, પણ તું અનાદિકાળથી કામ ણ કોથળામાં પૂરાયા છે. એ કોથળામાં પૂરાઈ રહેવું તને કેમ ગમે છે? એ જેલ તને કેમ નથી સાલતી? એનુ કારણુ માહુ છે. ખંધુએ ! ભેગ એ ઝેર જેવા છે અને સંસાર એક ખેડી સમાન છે.
ભૃગુ પુરાહિત એના પુત્રોને કહે છે હે લાડીલા પુત્રા! દેહના નાશે આત્માને નાશ છે. જેમ એક કપડામાંથી બધા તાર છૂટા કરી નાંખવામાં આવે તે એ કપડુ' કપડુ રહેતુ નથી. વેરિવખેર થઈ જાય છે. તેમ પાંચ ભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયા છે. એ પાંચ ભૂતાના નાશ થવાથી આત્માને પણ નાશ થઈ જાય છે. વળી આત્મા જુદે નહિ. આત્મા હોય તે તે કેમ દેખાતા નથી ? આ બંને પુત્રો પણ કાચા ન- હાર સમજણુના ઘરમાં આવેલા હતાં. એ ખાળો એના પિતાને શે! જવાબ આપે છે:
ܗ
नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो ।
અન્નત્યોનું નિયયન વન્યો, સંસારહેવું જ વયક્તિ વમાંં ।। ઉ. અ. ૧૪-૧૯ પિતાજી ! આત્મા અદ્ભૂત છે. માટે ઇન્દ્રિયાથી જોઈ શકાતા નથી. અને અમૂત હાવાથી આત્મા નિત્ય છે. તથા અધ્યાત્મ હેતુ, મિથ્યાત્વાદિ નિશ્ચયથી ખંધનું કારણું છે, અને બંધને જ સસારના હેતુ કહેલ છે.