________________
રીક્ષા પાળી કાળધર્મ પામ્યા હતા તે જ તું છે અને આજને સંપ્રતિરાજા બની ગઈ ! રાજા કહે છે ગુરૂદેવ ! આપે તે મને ન્યાલ કરી દીધું. રંકમાંથી રાજા બનાવી દીધું. બધે આપને જ પ્રતાપ છે. હવે આજથી હું મારું સમસ્ત રાજ્ય આપના ચરણમાં અર્પણ કરું છું. આપ આજ્ઞા ફરમાવો. મહારાજ કહે છે ભાઈ! સાધુને રાજપાટવ ખપે નહિ. પણ જે આજ્ઞા સ્વીકારવી હોય તે પ્રથમ તું શ્રાવક બન. જ્યાં અનાય પ્રદેશ છે ત્યાં મુનિઓ જઈ શકતા નથી. ત્યાં જઈને તું જૈન ધમને પ્રચાર કર. ગુરૂની આજ્ઞાથી સંપ્રતિ રાજા શ્રાવક બની ગયાં અને જૈન ધર્મને રાજ્ય ધર્મ બનાવી ખૂબ પ્રચાર કર્યો.
, દેવાનુપ્રિયે ! આ દષ્ટાંતથી એક જ વાત સમજવાની છે કે દીક્ષા લેવાથી જીવને કેટલે લાભ થાય છે. ગરીબમાં ગરીબ ભિખારી દીક્ષા લેવા તૈયાર થયે પણ રાજગૃહીના શ્રાવકને સંસાર છોડવાનું મન નથી થતું. ગરીબ જ દીક્ષા લે અને ધનવાન ન લે એવું પણ અહીં નથી. શ્રેણિક મહારાજાની સુકમળ રાણી ઓ રાજ સુખોને ત્યાગ કરી ચાલી નીકળી હતી. દીક્ષા લીધી એટલું જ નહિ પણ રત્નાવલી, કનકાવલી આદિ ઉગ્ર તપ કરી કાયાને સુકે ભૂક્કે કરી નાંખી હતી. તમે એના જેવા સુકુમાર તે નથી ને? છતાં પણ ત્યાગ કરવાનું મન થતું નથી. દીક્ષા ન લે તો ખેર! હું તે કહું છું કે શ્રાવક બને તે પણ સારું છે. કાંદા-કંદમૂળને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળો. તે પણ કંઈક સમજ્યાં છે. બાકી તે કહ્યું છે કે “અમન-ચમન તે નરક ગતિમાં ગમન”. આ દેહ એક દિવસ ખાખમાં ખપી જવાને છે. માટે જીવનમાં થોડું પણ ધર્મનું આચરણ કરે. જિનશાસનમાં જમીને જિનેશ્વરની આજ્ઞાને વફાદાર ન રહે તે ગુન્હેગાર છે. સંપ્રતિ રાજાએ ગુરૂની આજ્ઞા માથે ચઢાવી જૈન ધર્મને ખૂબ ફેલાવે કર્યો હતો. તમે પણ આવા સંપ્રતિ બને.
દેવભદ્ર અને જશેભદ્ર એમના પિતાને કહે છેઃ અમને આ સંસાર એક જેલ જે લાગે છે. બધા સુખના સાધને બંધન રૂપ લાગે છે. માટે અમને આ સંસારમાં કોઈ ત્રાણ-શરણ થનાર નથી. માટે અમે તે મહાન ગુણોના ધારક પંચમહાવ્રતધારી સાધુ બનીને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અમારું કલ્યાણ કરીશું. અને અમારી પાસે આવનારૂં પણ કલ્યાણ કરાવીશું. હવે ભૃગુ પુરોહિત આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૭૪ સુદ ૩ ને શુક્રવાર તા. ૨-૧૦-૭૦
આ
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતે જગતના જીને આત્મ ઉદ્ધાર માટે ઉપદેશ આપતાં સમજાવ્યું કે હે જી ! અનાદિકાળથી જે આત્માનું કેઈ અહિત કરનાર હોય તે
શા, ૬૮