________________
૫૪
પડી એટલે તરત જ ઉપાશ્રયમાં આવ્યા. ગુરૂને પૂછે છે નવદીક્ષિતને શું થયું છે? જરૂર હોય તે ડેકટર લાવીએ. શ્રાવકે લળીલળીને વંદણ કરે છે, શાતા પૂછે છે અને તબિયતના સમાચાર પૂછે છે. ત્યારે ભિખારીમાંથી સાધુ બનેલાને વિચાર આવે છે કે અહો ! મેં તે ખાવા માટે જ દીક્ષા લીધી છે તે પણ શ્રાવકોને મારા પ્રત્યે કેટલે પૂજ્યભાવ છે ! ગુરૂને બે હાથ જોડીને કહે છે ગુરૂદેવ ! દીક્ષા એટલે શું? આપ કૃપા કરીને મને સમજાવે. ગુરૂ કહે છે ભાઈ ! દીક્ષા તે ભવના ફેરાને ટાળનારી, કર્મના બંધનેને કાપનારી અને મેક્ષના અનંત-અવ્યાબાધ સુખને આપનારી છે. સંયમી જીવન જેવું ઉત્તમ જીવન દુનિયામાં બીજું કંઈ નથી. ઈન્દ્રો પણ સાધુના ચરણમાં નમસ્કાર કરે છે.
ગુરૂના શબ્દો સાંભળી નવદીક્ષિત સાધુના પરિણામની ધારા વિશુદ્ધ બનવા લાગી. સંયમની મહત્તા સમજાઈ ગઈ. શ્રાવકે કહે છે ગુરૂદેવ ! કંઈ દવા-ઉપચાર કરીએ તે એમને જલદી શાતા થાય. પણ ગુરૂ જાણતાં હતાં કે હવે એ બહુ લાંબુ કાઢે તેમ નથી. એટલે એને સંથારો કરાવી દીધું. પ્રેમપૂર્વક ગુરૂએ આપેલી પ્રતિજ્ઞાને તેણે સ્વીકાર કર્યો. એની ભાવના વિશુદ્ધ બનતી ચાલીઉચ્ચ ભાવનામાં રાત્રિના બાર વાગ્યે કાળધર્મ પામ્યા. ત્યાંથી કાળ કરીને ચંદ્રગુપ્ત રાજાને પુત્ર અશોક, તેને પુત્ર કુણાલ અને તેને પુત્ર સંપ્રતિ રાજા થયે. અહીં તમને એમ થશે કે સાધુ મરીને તે દેવેલેકમાં જાય અને આ કેમ મનુષ્ય થયાં હશે? એનું કારણ એ છે કે દીક્ષા લેતા પહેલાં જ આયુષ્યને બંધ પડી ગયે હતે. એટલે ફેરફાર થઈ શકે નહિ. એ સંપ્રતિ રાજા જ્યારે રાજ્યગાદીએ આવ્યું. ઘણાં દેશને સ્વામી બને, ત્યાર પછી એક દિવસ મહેલના ઝરૂખામાં બેઠો છે, તે સમયે એક વખતના દીક્ષા દેનાર ગુરૂ પોતે વિહાર કરીને ગામમાં પધારે છે. શ્રાવકે ગુરૂની સામે આવ્યાં છે, સંપ્રતિ રાજા આ મહારાજને જુવે છે ત્યાં મનમાં ઉ૯લાસ આવે છે અને વિચારે છે કે આ સંતને મેં કયાંક જોયાં છે. વિચારશ્રેણીએ ચઢતાં એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને જોયું કે આ તે ભિખારીના ભવમાં લાડવા ખાવાની લાલચે મેં દીક્ષા લીધી હતી. એ દીક્ષા આપનાર મારા પરમ તારક છે. આજે સંપત્તિશાળી સંપ્રતિ રાજા બને હેઉ' તે આ ગુરૂને પ્રતાપ છે. તરત જ તે મહેલમાંથી નીચે ઉતર્યો અને સંતના ચરણમાં પડી ગયે.
આ પ્રતિભાશાળી રાજા સંતના ચરણમાં પડી જાય પછી પ્રજા ઉપર એને કેવો પ્રભાવ પડે? રાજા ચરણમાં પડીને કહે છે ગુરૂદેવ! આપે મને ઓળખે? મહારાજ કહે છે ભાઈ! તમને કેણ ન ઓળખે? તમે તે સંપ્રતિ મહારાજા તરીકે પ્રખ્યાત છે. રાજા કહે છે ગુરૂદેવ ! હું આપને એ રીતે ઓળખાણ આપવા નથી માંગતે. હું તે આપને બીજી રીતે મારી ઓળખાણ આપવા ઈચ્છું છું. આપ મને બીજી રીતે પણ ઓળખે છે. ગુરૂએ પિતાના જ્ઞાનમાં જોયું, અહે ! તું તે મારે શિષ્ય કુમક! જે બાર કલાકની