________________
પ0
! આવું સરસ સાંભળ્યા પછી પણ પર વસ્તુમાં પિતાપણાની બુદ્ધિ થતી હોય તે તે માનવ કમભાગી છે. હવે તમારા મનમાં થવું જોઈએ કે- શુદ્ધાવા સુર માત્ર કુળો મમ | સ્વ એટલે શુદ્ધ આત્મ દ્રવ્ય તે જ હું છું અને શુદ્ધજ્ઞાન એ જ મારૂં સ્વરૂપ છે. એ સિવાય બીજું મારું કઈ પણ છે નહિ. અને હું પણ કોઈને નથી. એટલું જે અંતરથી સમજાઈ જાય તે? મોહ મહિપતિના માથે જ તૂટી પડ્યા જેવું જ થાય ને? પણ સમજાય તે ને? - જે આત્માને પિતાના સ્વરૂપનું ભાન થાય છે તેને બાહય ભાવે સ્વપ્ન જેવા દેખાય. કોઈ પણ પદાર્થમાં એને મોહ થતું નથી. ફક્ત આત્માની ઉપાસનામાં જ લીન બની જાય છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. સંસારમાં રહેવું પડે તે ન છૂટકે જ રહે છે. પણ ચિત્તમાં તે મોક્ષની જ ઝંખના હોય છે. આ રીતે અંતરાત્મ દશામાં રમણતા કરતાં પરંપરાએ પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે અને પરમ જ્યોતિના દર્શન પણ એ અંતરમાં જ કરે છે.
દેહમાં પિતાપણાની બુદ્ધિથી રહેવું તે બહિરાત્મદશા છે અને ઉદાસીનભાવે રહેવું તે અંતરાત્મ દશા છે. સિદ્ધ ભગવંતે પરમાત્મ દશા પ્રાપ્ત કરી ચૂક્યા છે. ગીપુરૂષ અંતરાત્મ દશામાં છે. આપણે આ કાળમાં પરમાત્મ દશા પ્રાપ્ત ન કરી શકીએ પણ અંતરાત્મ દશા તે પામી શકીએ ને? અંતરાત્મ દશાની શરૂઆત ચેથા ગુણસ્થાનકથી થાય છે અને બારમા ગુણસ્થાને તેની પરાકાષ્ટા થાય છે. અને તેરમે ગુણસ્થાને તે પરમાત્મ દશા પ્રાપ્ત થઈ જ જાય છે. એથે ગુણસ્થાને જીવ સમ્યક્ત્વ પામે છે. અને સમ્યક્ત્વ એ જ અંતરાત્મ દશા છે.
' દેવાનુપ્રિયે! સમકિતી આત્મા ભવભીરૂ હોય અને પાપભીરૂ પણ હોય છે. એના અંતરમાં મેક્ષ સિવાય બીજી કઈ અભિલાષા હોતી નથી. એ સંસારના તમામ પદાર્થોને પિતાથી પર અને ભિન્ન માને છે. ભેદ વિજ્ઞાનની ત એના અંતરમાં ઝળહળતી હોય છે. ટૂંકમાં કહેવાને આ શય એ છે કે આત્માની પ્રભુતા આત્માના પિતાના જ ઘરમાં છે. જે જીવ નિજ સ્વરૂપ–સ્વઘરને ભૂલીને પુદ્ગલ રૂપ પરઘરમાં રમે છે, તેથી જ તે સંસારમાં ભમે છે. આ એક જ સંસારનું મૂળ કારણ છે. આ મૂળને ઉખેડવામાં ન આવે ત્યાં સુધી સંસારને અંત આવશે જ નહિ.
દેવભદ્ર અને જશોભદ્ર પણ સંસાર રૂપી વૃક્ષનાં મૂળને છેદવા માટે તૈયાર થયાં છે. સવ-સ્વરૂપની એમને પીછાણ થઈ ગઈ છે. જેને કંઈક સમજાય છે તે અવશ્ય ત્યાગ કરે જ છે. આજે વિનુભાઈ પણું કંઈક ત્યાગ કરવા ઈચ્છે છે. માસખમણું રૂપી મંદિર ઉપર તેઓ કળશ ચઢાવે છે. ભર યુવાનીમાં વિનુભાઈ તથા જયસુખભાઈ પતીશ યાવજીવન શુકલપક્ષમાં બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. ખરેખર તપશ્ચર્યા