________________
પર
થશે. આમાં શું ખુશ થવા જેવું છે? આમાં તારું શું છે? પુત્ર મરશે તે પુત્રને રાગ “તને વિયેગની કેટલી પીડા કરશે? આમાં કાંઈ ખુશ થવા જેવું કે મલકાવા જેવું નથી. રાગના પરિણામે તારે રોવું પડશે. તેને આ બધું જે મળ્યું છે તે પૂર્વના પુર્યના
ગથી મળ્યું છે, પણ એમાં તું આસક્ત શા માટે બન્યું છે? રાગમાં જે ગાંડા બને તેમને દુખમાં રીબાવું પડે છે.
એક વખતની વાત છે. એક વાર એક યુવાન છોકરાની પત્ની અચાનક સળગી જતાં ત્રણ દિવસની વેદના ભેગવી રીબાઈને મૃત્યુ પામી. તે છોકરે મારી પાસે આવીને ખૂબ રડવા લાગે. મેં પૂછ્યું: ભાઈ ! તું શા માટે રડે છે? છોકરે કહે-મારી પત્ની ત્રણ દિવસની વેદના ભોગવીને મૃત્યુ પામી છે. તે વેદના યાદ આવે છે અને તેને મીઠે સ્નેહ યાદ આવે છે તેથી રડવું આવે છે.
ત્યારે મેં તે ભાઈને કહ્યું–ભાઈ ! આ સંસાર જ એ છે. પાપના ઉદયથી જેને ન દેખાય અને ન સહન થાય એવી વેદનાઓ સહન કરવી પડે છે. રાગ પણ એટલો ખરાબ છે કે તે માણસ જેવા માણસને પણ રોવડાવે છે. આ સંસારમાં જેટલા સાગ છે તે બધાની પાછળ વિયેગનું દુઃખ તે રહેલું જ છે. તારી પત્નીના જવાથી તું રડે છે પણ ભાઈ, ગમે તેટલું તું રડીશ પણ મરનાર આત્માનું મુખ જોવા મળવાનું નથી અને રડવાથી તે કર્મબંધન થશે. આ રડાવનાર રાગ છે. માટે હવે તારે રડવું ન પડે એવું તું કર. ત્યારે ભાઈએ પૂછયું કે, શું કરું? અમે કહ્યું–હવે આવા કેઈ સંગમાં પડવું જ નહિ કે જેથી આમ રડવાને પ્રસંગ આવે ! સૌથી શ્રેષ્ઠ ઉપાય તે એ છે કે તમે સંસાર છોડીને સંયમ માર્ગે આવી જાવ. આમ કહ્યું એટલે તે ભાઈ તરત જ રહેતા બંધ થઈ ગયો અને હસવા લાગ્યો. અને કહે-મહાસતીજી! એમ તે કાંઈ હોય ! એ તે ઘડીક લાગી આવે અને રડીએ. બાકી તો બીજે વાત ચાલે છે. આ તે એક ભાઈની વાત ચાલે છે. બાકી સંસારમાં તે આમ જ ચાલે છે.
બંધુઓ ! જે તમે ચારિત્ર લઈ શકતા ન હ અને સંસારમાં રહીને પણ સુખને અનુભવ કરે હોય અને દુઃખથી છૂટવું હોય તો જીવનમાં વિરાગભાવ કેળવવો જરૂરી છે. સંસારમાં વિરાગભાવે રહેતાં શીખે. વિરાગભાવે રહે એનો અર્થ એમ નથી કે સંસારમાં રહેજે. તમે જ્યાં સુધી સંસારને છોડી ન શકો અને સંયમને અપનાવી ન શકે ત્યાં સુધી સંસારમાં રહેવું પડે તેય વિરાગભાવે રહેવું. તમે ચારિત્ર લેવા સમર્થ નહિ પણ સંસારમાં રહેવા જેવું તે નથી એ વાત તમારા હૈયામાં કેતરી રાખજે. સંસારથી છૂટવા માટે રાગને દૂર કરવું પડશે. રાગને દૂર કરવા માટે પ્રથમ તે તેનું સ્થાન બદલવું પડશે. રાગ કરો તે સુદેવ અને સુધર્મ ઉપર કરે. પણ એ સિવાય બીજે કયાંય રાગ થાય નહિ. સુદેવ-સુગુરૂ અને કેવળી પ્રરૂપિત સુધમને રાગ તમને ભાવકટ્ટી કરાવશે.