________________
પાલ
સદગતિનો મહેમાન બની શકે છે. માટે આવા અશાશ્વત રાજ્યને મોહ છોડી શાશ્વત રાજ્યપ્રાપ્તિ માટે સંયમ માગ જ શ્રેયકારી છે. આવી ઉત્તમ સલાહ તે ભગવાન જ આપી શકે. ત્યાં ને ત્યાં ૯૮ પુત્રોએ બોધ પામીને ભગવાન ઋષભદેવ પાસે દીક્ષા અંગીકાર કરી.
ભરત મહારાજાને ખબર પડી કે મારા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી. એટલે ભરત મહારાજાએ પિતાની આણ વર્તાવી, પણ ભરત મહારાજાના સેનાપતિએ સભામાં આવીને કહ્યું કે રાજન ! આપે બધા ઉપર વિજય મેળવી લીધું છતાં ચક્રરત્ન હજુ નગરમાં પ્રવેશ કરતું નથી, માટે હજુ પણ કઈ બાકી રહી ગયું લાગે છે. હજુ કોઈ એ હશે કે જેમણે તમારી આજ્ઞા શિરોમાન્ય ન કરી હોય. ત્યારે ભરત મહારાજા કહે છે, હજુ વળી કેણુ બાકી રહી ગયેલ છે કે ચક્રરત્ન નગરમાં પ્રવેશ કરતું નથી! ત્યારે બીજા સેનાપતિઓ કહે છે મહારાજા ! ખુદ આપના નાના ભાઈ બાહુબળી આપની આજ્ઞા શિરોમાન્ય કરતાં નથી. એને કારણે જ ચક્રરત્ન અટકી ગયું છે.
ભરત મહારાજા બાહુબલિને સમાચાર મોકલાવે છે કે જે તમે રાજ્ય સુખ ભોગવવાની અને જીવનની ઈચ્છા રાખતા હે તે માટે તાબે થઈ જાવ. બાહુબલિ આવેલા દૂતને કહે છે કે ભારતને કહી દેજે, કે બાહુબલિ તમારી આજ્ઞામાં રહેવા તૈયાર નથી. એ કંઈ કાચ પિચે નથી. સાચે સિંહ છે. ભરત મહારાજા બાહુબલિની સામે યુદ્ધ કરે છે. બંને ભાઈઓ વચ્ચે બાર બાર વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલે છે, છતાં પણ બંનેના સૈન્યમાંથી કેઈન સિન્યની હાર થતી નથી. બંને ભાઈનું યુદ્ધ જેવા માટે સ્વર્ગમાંથી દે હાજર થતાં હતાં. દેવે પણ ક્ષણભર વિચારમાં પડી જતાં હતાં કે અહો! કમની કેવી વિચિ ત્રતા છે ! બંને સગા ભાઈઓ છે. વળી ચરમ શરીરી જ છે, છતાં તુચ્છ રાજ્ય લક્ષમીની ખાતર યુદ્ધ કરી રહ્યાં છે! બંને ભાઈઓને સમજાવવા ઈન્દ્ર મહારાજા વચ્ચે પડયા. એમણે કહ્યું કે જે તમારે લડવું જ હોય તો સામસામા લડી લે. પણ નિર્દોષ મનુષ્યને સંહાર શા માટે કરે છે? એ વાત તેમને ગળે ઉતરી. ઇંદ્ર એમને પાંચ પ્રકારના યુદ્ધ નક્કી કરી આપ્યા. (૧) દૃષ્ટિયુદ્ધ (૨) વાક્યુદ્ધ (૩) બાહુયુદ્ધ (૪) મુઠુિદ્ધ (૫) દ્વયુદ્ધ. આ પ્રમાણે બંને ભાઈઓ યુદ્ધ કરે છે. આ પાંચ પ્રકારનાં યુદ્ધમાં બાહુબલિને વિજય થાય છે. ભરત મહારાજા હારી જાય છે. પિતાની હાર થતાં ભરત મહારાજા વિચારે છે કે ભરત ક્ષેત્રના છ છ ખંડ મેં સાધ્યા છે. સાઠ હજાર વર્ષ સુધી મેં સંગ્રામ ખેલ્યા છે. હવે એ રાજ્યને માલિક શું બાહુબલિ બની જશે?
એક મ્યાનમાં બે તલવાર સમાય નહિ તેમ એક જ ભરતક્ષેત્રમાં એક સાથે બે ચક્રવતિ કદી હાઈ શકતા જ નથી. ચક્રવતિનું બળ એટલું બધું હોય છે કે એને કઈ રાજા જીતી શકે જ નહિ. અહીં ન બનવાનું બની ગયું છે. બાહુબલિની પણ પ્રચંડ તાકાત છે. એને કઈ છતી શકે તેમ નથી. હવે છેલો અજમાશ કરી લઉં. છેલ્લામાં છેલ્લું