________________
પર૩
નથી. આવી દેવતાઈ સાયબી ! બત્રીસ દેવાંગના જેવી સ્ત્રીઓ વચ્ચે પણ શાલિભદ્ર દેવ-ગુરૂ અને ધર્મને યાદ કરે છે. શ્રેણિક રાજાના મેળામાં થોડી વાર બેસતાં શાલિભદ્રને પરસેવો છૂટે એટલે માતા કહે છે હે રાજન ! મારા કમળ પુષ્પને આપ ખેાળામાંથી છેડી દે, નહીં તો એ કરમાઈ જશે, કારણકે એણે માણસને શ્વાસોચ્છવાસ આ રીતે કદી સહન કર્યો નથી. આવા સુકોમળ શરીરવાળે અને ધમ ધમ સાહયબીમાં રહેનારે શાલિભદ્ર પણ આગળ જતાં કેવી રીતે આત્માની સાધનાના માર્ગ પર જાય છે તે વાત અવસરે વિચારશું.
આજે વિનુભાઈને મા ખમણ તપની પૂર્ણાહુતિને દિન છે. હું તે તેમને અને જે જે ભાઈ-બહેનોએ ઉગ્ર તપની સાધના કરી છે તે સને કહું છું કે આ તપ કર્યા પછી જીવનમાં પવિત્રતા આવવી જોઈએ. અને કષાયની કાળાશ ઘટવી જોઈએ. અને આ તપ કર્યા પછી રાત્રિ ભોજનને ત્યાગ, કંદમૂળને ત્યાગ એટલું તે જીવનભર માટે થાય એ ઉત્તમ વાત છે. તપની લહેજત કાયમ માટે તમારા દિલમાં રહેવી જોઈએ. યથાશક્તિ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા પણ કરવી જોઈએ. આવા સગુણે આવવાથી જીવન શૈલી ઉઠે છે. સમય થઈ ગયેલ છે એટલે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન....નં. ૭ર સુદ એકમ ને બુધવાર તા. ૩૦-૯-૭૦
આ
- रागो य दोसो वि य कम्मबियं, कम्म च मोहप्पभवं वयन्ति ।
મે' જ ના મળસ મૂરું, સુવું નામ વયન્તિ II લે. અ. ૩૨-૭ રાગ અને દ્વેષ એ કર્મોનાં બીજ છે. અને કર્મ મિહને પુત્ર છે. આત્મા ઉપર કર્મો ચુંટવાનું મુખ્ય કારણ મેહની ચિકાશ બને છે. આ કર્મ ભવ-પરંપરાના બીજે છે. આથી જ આત્મા જન્મ અને મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે. જન્મ અને મૃત્યુ રૂપી દુઃખનું મૂળ પણ કમ છે. આત્મા દુખથી બચવા માટે ઈચ્છે છે, પણ દુઃખના કારણથી બચવા ઈરછ નથી. તાપથી બચવા ઈચ્છે છે પણ સૂર્યનાં કિરણોનાં મેહને છોડવા ઈચ્છ નથી. પરંતુ બંધુઓ, એ વાત નિશ્ચિત છે કે જ્યાં સુધી કારણ હાજર છે ત્યાં સુધી કાર્યની પરંપરા ચાલુ રહેવાની, કાર્યની સમાપ્તિ માટે પહેલાં કારણને સમાપ્ત કરવું ઈશે. દુઃખને મટાડવા તે આપણે ચાલી નીકળ્યા, પણ રસ્તે જ જાણ નથી.