________________
પર૦
શ. સુદર્શન ચક્ર મારા હાથમાં છે, એમ વિચાર કરી ભરત ચકવતિ ચક્રરત્નને યાદ કરે છે. ત્યાં ચક્રરત્નના અધિષ્ઠાયક દેવે એના હાથમાં સુદર્શન ચક આપે છે. ભારત મહારાજા ચક્રને હાથમાં લઈને જોરથી આકાશમાં ઘૂમાવે છે. ત્યારે બાહુબલિ કહે છે - યુદ્ધની ઉત્તમ રીત છોડીને તમે અધમ રીત અજમાવી રહ્યાં છે. મર્યાદાને ત્યાગ કરે એ તમારા જેવા મહાન પુરૂષને યેગ્ય લાગતું નથી. છતાં ભરત મહારાજા બાહુબલિ ઉપર સુદર્શન ચક્ર છેડે છે. પરંતુ બાહુબલિ પણ ચરમશરીરી જીવ છે. વળી બંને સગા ભાઈ છે. એક શેત્રના હોય તેના ઉપર સુદર્શન ચક્ર અસર કરી શકતું નથી. તેમ આ બંને સગા ભાઈ છે એટલે સુદર્શન ચક્ર બાહુબલિની આસપાસ પ્રદક્ષિણા કરી પાછું ફરીને ભરત ચક્રવતિના હાથ ઉપર આવી સ્થિર થઈ જાય છે.
ન બંધુઓ! આ કાળમાં વૈજ્ઞાનિકોએ ઘણી શોધખોળ કરી છે. અનેક પ્રકારના શસ્ત્રોનું સર્જન કર્યું છે. અણુબ, હાઈડ્રોજન બેબ આદિ ભયંકર વિનાશના સાધને શોધ્યાં છે. આ યુગના અણુબ આદિ શસ્ત્રો આસુરી શસ્ત્રો છે. જ્યારે સુદર્શન ચક્ર તે દેવી શસ્ત્ર કહેવાય. તે દુશ્મનનું મસ્તક છેદીને જ પાછું ફરે પણ નિર્દોષને કેઈ જાતની ઈજા પહોંચાડે નહીં. તેમજ એક જ શેત્રના મનુષ્ય ઉપર અસર કરી શકે નહિ એટલે એ દૈવી શસ્ત્ર કહેવાય. આજના તમારા આસુરી શ તે નિર્દોષ અને દોષિત બધાને સંહાર કરી નાંખે છે. ભરત મહારાજાનું ચક તે પાછું ફરી ગયું. પણ બાહુબલિ ભયંકર મુષ્ટિ ઉગામી ભરતને મારવા દોડે છે અને દેડતા જેવા ભરતની સામે આવે છે તેવા એના બધા તરંગે શમી જાય છે, અને મનમાં વિચાર થાય છે કે અહો! એક રાજ્યના ટુકડા ખાતર હું કોને સંહાર કરી રહ્યો છું? ગમે તેમ તેય મારે મોટો ભાઈ છે. નાને થઈને હું મોટાભાઈને હણવા તૈયાર થયે છું ! ધિક્કાર છે મને ! મારા કરતાં મારા નાના ૯૮ ભાઈઓ હજારે ધન્યવાદને પાત્ર છે કે જેઓ રાજ્યને લેભ છોડી પિતાના સાચા પુત્ર બની ગયા. પણ હવે આ ઉગામેલી મુષ્ટિ પાછી કેમ વાળી શકાય? તરત જ ઉગામેલી મુષ્ટિ વડે લેચ કરી નાંખે છે. અને બાહુબલિ પલવારમાં રણક્ષેત્રને ધર્મ, ક્ષેત્ર બનાવી દે છે. ત્યાં ને ત્યાં દીક્ષિત બની જાય છે. દેવે પણ અચેત પુષ્પોની વૃષ્ટિ કરે છે અને કહે છે કે ઘણું સારું કર્યું. એવી ઘોષણ કરે છે ત્યારે ભરત મહારાજા પણ એમના ચરણમાં ઝૂકી પડે છે. અને ગદ્ગદ્ કંઠે બોલે છે વીરા ! તમને ધન્ય છે. આટલી શૂરવીરતા હોવા છતાં તમે ક્ષણવારમાં રાજ્યભવને ત્યાગ કરી દીધો. તમે જ પૂજ્ય પિતાના સાચા વારસદાર છે. હું તમારા જેવો બનીશ ત્યારે જ પિતાને સાચે પુત્ર બનીશ. - ભરત મહારાજા ચક્રવતિની પદવી પામ્યાં પણ એમાં લુખ્ય ન બન્યાં. એ સંપત્તિથી અલિપ્ત રહેતાં. એણે ચેતવણી આપવા માટે પગારદાર માણસો કયા હતા, કે હે મનુષ્ય ! હું જ્યારે ભાન ભૂલીને રાજ્યસંપત્તિમાં ચકચૂર બનું ત્યારે તમે મને ચેતવણી આપજે કે – “ચેત ચેત ભરહ નરરાયા, કાલ ચપેટા દેત હ”