________________
પલટ
એની સામે યુદ્ધમાં ઉતરીએ કે તેની તાબેદારી સ્વીકારીએ? આપ જેમ કહે તેમ અમે કરીએ.
- ૯૮ પુત્ર, પ્રભુ શું ન્યાય કરશે-એ શું કહેશે તે સાંભળવા મીટ માંડીને બેસી ગયાં છે. ત્યાગીના શરણે જે જાય છે તેને ત્યાગની જ વાત સમજાવે છે. સર્વજ્ઞ પ્રભુ જેવી દિવ્ય દૃષ્ટિ આપનાર દુનિયામાં તેના સમાન મહાન કેઈ જ નથી. પ્રભુ કહે છે કે પુત્ર ! તમારે કેવું રાજ્ય જોઈએ છે? શાશ્વત કે નાશવંત? જે રાજ્ય ભોગવતાં અનેક શત્રુઓને ભય રહે તેવું રાજ્ય ગમે છે? પુત્રે કહે છે–જે રાજ્ય ઉપર કેઈ દુશ્મન ચઢાઈ ન કરે એવું રાજ્ય અમારે જોઈએ છે. તે હે પુત્રો ! ભરત એ તમારે દુશ્મન -નથી. તમારા સાચા શત્રુઓ એ તમારા કર્મો છે. બહારમાં તમારા કોઈ દુશ્મન છે જ નહિ. જે બહિરાત્મા હોય તે જ બહારનાને પિતાના શત્રુ માને છે. રાગ-દ્વેષ–મેહ અને કષાય એ જ આત્માના અનાદિના દુશ્મન છે. અનાદિકાળથી એ શત્રુઓએ આત્માનું સામ્રાજ્ય ઝૂંટવી લીધું છે. માટે એ દુશ્મની સામે યુદ્ધ કરે. ભરત તમારે વડીલ બંધુ છે. એ કદાચ તમારું બાહ્ય રાજ્ય લઈ લેશે અને તમારા આ લેકનાં કહેવાતા સુખને ધકકો લાગશે, પણ આ આત્યંતર શત્રુઓ તે ભવોભવમાં તમને પરાધીનતાની બેડી પહેરાવનાર છે. માટે તમારે ભારતની સામે યુદ્ધ કરવાને કંઈ જ અર્થ નથી. ભારતની રાજ્ય માટેની તૃષ્ણ ગમે તેટલી વિશાળ હેય પણ જ્યાં એ તમારા આત્યંતર યુદ્ધની વાત સાંભળશે ત્યાં એ ભી જશે. માટે જે તમારે સાચી રાજ્ય લક્ષ્મી મેળવવી હોય તે મારા કહેલા શત્રુઓની સામે જંગ માંડે.
દુનિયામાં જે કંઈ થાય છે તે બધું ભૌતિક સુખોને માટે જ થાય છે. એને માટે ન કહે તેટલાં પાપ, કષાયોનું સેવન, અન્યાય-અનીતિ બધું જ થાય છે. જેને જીવન જીવવા ખાતર જીવવું છે એને દુનિયામાં કંઈ જ ઉપાધિ નથી. આ ૯૮ પુત્રોને ભગવાન પાસે શા માટે આવવું પડયું ? રાજ્યના સુખ જતા ન રહે એ માટે જ ને! પણ ભગવાને તે સત્ય વાત સમજાવી દીધી કે રાજ્યનું સુખ ગમે તેવું હોય તે પણ તે નાશવંત છે. જે તમને રાજ્યની તૃષ્ણા નથી તે તમારે દુનિયામાં કેઈના સેવક બનવાની જરૂર નથી. દુનિયામાં સંપત્તિની પાછળ વિપત્તિ રહેલી છે. કેઈ સંપત્તિ એવી નથી કે જેની પાછળ સ્પિત્તિ ન હોય. માત્ર જ્ઞાન દર્શન અને ચારિત્રની સંપત્તિ જ એવી છે કે જેની પાછળ વિપત્તિ નથી.
પુણ્ય ખલાસ થતાં આજને રાજા કાલે રંક બની જાય છે. અને પાપને પડદો ખસી જતાં કાલને રંક રાજા બની જાય છે. ક્ષણમાં આનંદથી ગુંજતું વાતાવરણ શકમાં ફેરવાઈ જાય છે. જ્યારે પ્રવર્યા એ પરમાનંદ પ્રાપ્ત કરવાની પગદંડિકા છે. વળી રાજેશ્વરી તે નરકેશ્વરી કહેવાય છે. રાજય મળવા છતાં રાજ્યમાં ન લેવાય તે જ