________________
પ૭ ઈચ્છતા હો તે તમારા મોટાભાઈ ભરત મહારાજાને તાબે થાવ, અને તેમની આજ્ઞાનું પાલન કરે. ત્યારે નાના ભાઈઓ કહે છે–પિતાજીએ દીક્ષા લેતા પહેલાં જ અમને રાજ્ય વહેંચી આપ્યું છે. તે અમે શા માટે ભરતના તાબે થઈએ ! આપણે એની આજ્ઞા શેના ઉઠાવીએ? એ આપણને શું આપી દેવાના છે કે જેથી આપણે તેનો દાસ બનીએ? શું અચાનક મૃત્યુ આવશે તે ભરત કંઈ અટકાવી શકશે? વૃદ્ધાવસ્થાને રોકવા શક્તિમાન છે? આપણા શરીરમાં રેગેનું આવાગમન થશે તે એ રોગ રૂપી રિપુઓને મારીને હઠાવવાની ભરતમાં તાકાત છે કે આપણે તેમની ગુલામી કરીએ ! હા, એ આપણે વડીલ બંધુ છે. એટલે આપણે તેની સેવા કરીએ. એની આજ્ઞા માનીએ તે જુદી વાત છે. પણ એ આપણા ઉપર હુકમ શેને કરે ! છ ખંડ જીતીને આવે છે તે પણ હજુ એની તૃષ્ણની આગ શાંત નથી થઈ ? વિજયની ખુશાલીમાં નાના ભાઈઓને ખુશ કરવાની વાત તો દૂર રહી પણ આ તે પિતાજીએ અમને જે કંઈ આપ્યું છે તે પણ પડાવી લેવાની વાત કરે છે ! ભરત મહારાજા જે પિતાના પુત્ર છે તેમનાં જ અમે પણ પુત્ર છીએ. અને રાજ્યમાં અમારે સહુને સરખે હક્ક છે. માટે હે દૂતો! તમે ભરત મહારાજાને કહેજે કે અમે તેમને તાબે થઈશું નહિ. અમે આ અન્યાયને ફેંસલ કરવા માટે પૂજ્ય પિતા ઋષભદેવ ભગવાન પાસે જઈને ન્યાય કરાવીશું. ત્યાં સુધી આ બાબતમાં કંઈ નિર્ણય થઈ શકશે નહિ.
૯૮ ભાઈઓ ભેગા થઈને ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન હતાં ત્યાં આવ્યા. એ કેવા સરળ આત્માઓ હતા? આવી વ્યવહારિક બાબતમાં પણ ભગવાનની સલાહ લેવા માટે ગયાં. પણ ભગવાન કઈ એ બાબતમાં થોડું જ માથું મારે? ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે હે પ્રભુ! અમે આપની પાસે એક ફરિયાદ કરવા આવ્યા છીએ. આપ અમારી ફરિયાદ સાંભળી બરાબર ન્યાય કરજે.
પ્રભ તે બધું જ જાણી રહ્યા હતાં. પુત્રે કહે છે પ્રભુ, આપે દીક્ષા લીધી ત્યારે સેએ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું છે. અમે તે જે કંઈ મળ્યું તેમાં સંતોષ માન્ય છે. અમે જરા પણ તૃષ્ણ રાખી નથી. અને મોટાભાઈ ભરત મહારાજાએ છ છ ખંડનું રાજ્ય મેળવ્યું છતાં એમની તૃષ્ણ શાંત થતી નથી. તેઓ અમારું આપે આપેલ રાજ્ય પણ પડાવી લેવા ઈચ્છે છે. એમણે અમારા ઉપર ફરમાન કર્યું છે કે કાં રામ છેડી દે અને કાં મારી સેવા કરે. અમને કંઈ જ સમજણ પડતી નથી. શું અમે એવા નમાલા છીએ કે અમારા હક્કનું રાજ્ય છેડીને એની તાબેદારી ઉઠાવીએ? આપે આપેલું રાજ્ય અમારે છોડવું નથી. અને એની તાબેદારી અમારે સ્વીકારવી નથી. એટલે તેની સામે યુદ્ધ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. છતાં પણ આપને પૂછ્યા વિના અમે કંઈ જ કરવા ઈચ્છતા નથી. તે પ્રભુ! આપ જ અમને રેગ્ય સલાહ આપે કે અમે