________________
પણ આત્મા તે અમર છે. આત્માએ ભેદ વિજ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. તે જ બાહા પદાર્થો પરની મમતા ઓછી થાય. સૌએ પોતાના આત્માને સમજાવવાની જરૂર છે કે તે આત્મા! ચલાયમાન એવા જડ પુગલની એંઠને ભોગવટો તને કેમ ગમે છે? રાજહંસ જેમ માન સરોવરમાં મસ્ત રહે છે તેમ તારે જ્ઞાનસ્વરૂપમાં મસ્ત રહેવું જોઈએ.
'કુકડો જેમ ઉકરડાને જ ઉથામે છે તેમ આત્મા જ્યારે વિભાવ દશામાં હોય ત્યારે ઉકરડા જ ઉથામત હોય છે. કેટલા પુરુષાર્થે આપણને આ માનવજન્મ મળે તેને તમને વિચાર થશે ત્યારે તમારા વિચારમાં કેવું પરિવર્તન આવશે તેની તમને ખબર છે? જેમ તમને સર્પને ભય લાગે છે તેમ તમને પાપને ભય લાગશે. સમ્યફદષ્ટિ આત્મા કર્મોદયથી સંસારમાં રહ્યો હોય છે પણ અંતરના પ્રેમથી નહિ. અંતરના પ્રેમથી તે પરમાત્માને જ ઝંખતે હોય છે. સમકિતી અંતરથી મેક્ષના સુખને ઝંખે છે. દેવના ગમે તેવા સુખ હોય તે પણ તે તેને દુખ માને છે. આવા શુભ અધ્યવસાયના પરિણામે સમકિતી ઘણું નિજર કરે છે. જેનું લક્ષ પરમાત્મા તરફ વળ્યું તેને બેડે પાર થાય છે. મેક્ષમાર્ગમાં ચિત્તના અધ્યવસાયની ઘણી મોટી કિંમત અંકાયેલી છે. તેમાં શુભ અધ્યવસાય પ્રમાણે જે પુરુષાર્થ ઉપડે તે એક જન્મમાં અનેક જમેનાં કર્મો ખપી જાય છે. આ જીવે અવળે પુરુષાર્થ તો ઘણે કર્યો છે. જે હવે સમજીને સવળે પુરૂષાર્થ કરે તે પછી બાકી શું રહે? અલ્પ સમયમાં કામ કાઢી જાય. જીવની અનાદિથી રૂચી પુદ્ગલભાવની એંઠમાં જ છે. તેને સ્વભાવ તરફ રૂચી થઈ જ નથી. :
સકલ જગત તે એંઠવત, અથવા સ્વપ્ન સમાન, - તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.”
જ્ઞાનીની દ્રષ્ટિમાં આખું જગત એંઠવત્ અથવા સ્વપ્ન સમાન ભાસે છે. અને તે જ સાચી જ્ઞાનદશા છે. જ્યાં સુધી આવા ભાવ ન આવે ત્યાં સુધી જ્ઞાન ફક્ત વાચાજ્ઞાન છે. બંધુઓ! આ જગતનાં બધા પદાર્થો જીવે અનંત વાર ભેગવ્યાં છે અને અનંતીવાર છેડ્યાં છે. અને એજ પદાર્થો બીજાઓએ પણ અનંત વાર ભોગવ્યાં છે. હવે એ એં. નહિ તે બીજું શું કહેવાય? તમને એંઠ ખાવી ગમતી નથી તે પુદગલની એંઠ કેમ ગમે. છે? જડ પુદગલે પ્રત્યેનો રાગ તમને મૂંઝવે છે.
આત્માને મેહિ નિદ્રામાંથી જાગૃત કરે. આત્મા પ્રમાદમાં પડે છે એટલે એના ઘરમાં મોહ-માન-માયા-મદ-મત્સર બધાને સ્થાન મળે છે. જે ઘરની બાઈ કુવડ હેય તેના ઘરમાં ચકલા માળા નાંખે. ઉંદરડા દર કરે અને જાળાં પણ થાય. પણ જે ઘરની શ્રી સુઘડ છે, જાગૃત છે એના ઘરમાં ચકલા માળા નાખી શકે નહિ. આત્માની પ્રચંડ