________________
પાઈ
સંગમ થાય છે તે તીર્થ સમાન બની ગયું છે. એ જ પ્રમાણે આપણા આત્મા રૂપી નદીમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્ર રૂપી ત્રણે સરિતાઓને સંગમ થાય તે આપણું આધ્યાત્મિક જીવન પણ પવિત્ર તીર્થ સમાન બની જાય.
આ ત્રિવેણીના અભાવે જીવનમાં જેવી જોઈએ તેવી પ્રગતિ થઈ શકતી નથી. સૌથી પ્રથમ તે સત્યતત્વ ઉપર દઢ શ્રદ્ધા થવી જોઈએ. જ્યારે શ્રદ્ધા થશે ત્યારે જ્ઞાનને આનંદ આવશે. જ્યારે જ્ઞાનને આનંદ આવશે ત્યારે જીવન-આકાશમાં ચારિત્રની ચાંદની ચમકશે. આપણે જેને સમ્યકજ્ઞાન-દર્શન અને ચારિત્ર કહીએ છીએ તેને બીજા ભારતીય ચિંતકોએ ભક્તિગ, જ્ઞાનયોગ અને કર્મવેગ કહેલ છે. આપણા જીવનમાં જ્યારે આ ત્રણેને પૂર્ણ વિકાસ થાય છે ત્યારે આત્મા પરમાત્મા બની જાય છે. માટે બંધુઓ ! આજના જીવનમાં જે અશાંતિ દેખાય છે, તેનું મુખ્ય કારણ આસુરી જીવન છે. એવા જીવનને ત્યાગ કરી દૈવી જીવન જીવતાં શીખો અને તેમાંથી આધ્યાત્મિક જીવન પ્રતિ પ્રયાણ કરો. અને આત્મ સાધના સાધી લે. ફરીને જન્મ-જરા ને મરણના ફેરા કરવાનું ન રહે. સમય થઈ ગયું છે એટલે વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં...૭૦ ભાદરવા સુદ ૧૪ ને સેમવાર તા. ૨૮-૯-૭૦
અનંતજ્ઞાની મહાન પુરૂએ જગતના ઉદ્ધારને માટે શાસ્ત્રવાણી પ્રકાશી. ચાર મૂળસૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્ર જેનાં છત્રીશ અધ્યયન રહેલાં છે. તેમાંથી ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં દેવભદ્ર અને જશભદ્ર એ બે બાલુડાને સંસારની અસારતા સમજાઈ છે. એટલે હવે ભવભ્રમણના ફેરા કેમ ટળે એ માટે જ એમને પુરુષાર્થ છે. જો કે છ એ આત્માઓ હળુકમી છે. છ એ ચરમશરીરી જીવે છે. પણ હજુ બે જીવે જાગૃત થયાં છે. બાળકના નિમિત્તથી ભૃગુ પુરોહિત ને જશાભાર્યા તૈયાર થશે. અને તેમના નિમિત્તથી ઈષકાર રાજા અને કમલાવંતી રાણું જાગશે. પણ હજુ ભૂથ પુરોહિતને એના પુત્ર પ્રત્યે મોહ છે. મેહના કારણે જ આ જીવ મૂંઝાય છે.
આ વે પિતાના સ્વરૂપને ઓળખ્યા વિના અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે. આત્માએ અજ્ઞાનતાથી ઉભું કરેલું દુખ આત્માના જ્ઞાનથી જ દૂર કરી શકાય છે. શરીર વિનાશી છે. અને આત્મા અવિનાશી છે. આયુષ્ય પૂર્ણ થયે શરીર તે છૂટી જાય છે.