________________
अह तायगो तत्थ मुणीण तेसि', तवस्स वाघायकर वयासी । રૂમ વયે વેવલો વનિતા, ક ર હો કસુચાઇ શેનો ઉ. અ. ૧૪=૮)
ભૃગુ પુરોહિત પિતાના પુત્ર એવા મુનિઓને સંયમમાં વ્યાઘાત કરનારું વચન બેલે છે. પોતે પણ વેદને જાણકાર છે એટલે વેદવચન અનુસાર કહે છે કે મારા પુત્ર!
अपुत्रस्य गति र्नास्ति स्वर्गो नैव च नैव च।
गृहस्थ धर्ममनुष्ठाय तेन स्वर्ग' गमिष्यति ॥ પુત્ર રહિત મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. પુત્ર વિના આ લેકમાં પણ સુખ મળતું નથી અને પુત્ર ન હોવાથી પિંડ આદિ આપ્યા વિના પરલોકમાં પણ સુખ ક્યાંથી મળે! આ પ્રમાણે વેદમાં કહેલું છે. જૈન દર્શનના મતે આ વચન સંયમ રૂપી તપમાં વ્યાઘાત કરનારું છે. આ ગાથામાં બે બાળકોને મુનિ કહેવામાં આવ્યા છે. હજુ તેમણે દીક્ષા લીધી નથી. સંસાર અવસ્થામાં છે. દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કર્યું નથી. પણ એમને વૈરાગ્ય એટલે બધે દઢ અને તીવ્ર હતું કે ભાવ ચારિત્ર તે આવી ગયું હતું, તેથી શાસ્ત્રકારે અહીં એમને મુનિ કહ્યાં છે.
સંયમમાં વ્યાઘાતકારી વચને કોણ બોલાવે છે? આઠ કર્મમાં મેહનીય કર્મ પ્રધાન છે. મોહનીય કમ મદિરા પાન જેવું છે. મદિરાને નશો ચઢે છે ખરો પણ અમુક સમયે પાછો ઉતરી જાય છે પણ મોહનીય કર્મને નશે તે એ ભયંકર છે કે માણસને અનંત સંસારમાં રઝળવનાર છે. આ મહિને નશો ઉતારનાર હોય તે વીતરાગ ભગવંતના સંતે છે. પિતે મોહના વિષ વમી નાંખ્યા છે. અને તેમની પાસે જનારને પણ તે મેહના વિષનું વમન કરાવે છે. જેને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જાગે છે એવા બે બાળકેએ એક જ વખત સંતને જોયા અને એમનું જીવન પલટાઈ ગયું. માતા-પિતાએ એમના મનમાં જે ખોટું ભૂત ભરાવ્યું હતું તે પણ નીકળી ગયું. સંતના જીવનનું લક્ષ્ય આત્મસ્થાન છે. તેમની ક્રિયા એવા પ્રકારની હોય છે કે પોતાનું ઉત્થાન કરતાં બીજાનું ઉત્થાન હેજે થઈ જાય છે. પરોપકાર તેમજ પરેદ્વાર તેઓની આત્મસાધનાનું જ એક અંગ હેય છે. સંતના જીવનની ક્ષણ ક્ષણ, શરીરના કણ કણ તથા મનના અણું અણું બીજાઓના હિતના અર્થે જ હોય છે.
સરવર તરુવર સંત જન, ચેથા વરસે મેહ.
પર પકારકે કારણે, એતા ધારી દેહ.” સમુદ્ર પિતાની પાસે અથાગ પાણીને સંચય કરી રાખે છે, તે પિતાને માટે નહિ પણ જગતમાં વ્યાપી ગયેલા સંતાપને દૂર કરવા માટે. વૃક્ષ ફળ-ફૂલથી બચી ગયેલાં હોય