________________
ભયંકર વેદના ભૂલી ગયા અને સમતા રસના ઘૂંટડા પીવા લાગ્યા. એ ગુરૂને પ્રતાપ હતે. ગુરૂદેવને યાદ કરી અંતિમ સમયે પરદેશી રાજાની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. જીવન નૌકાને સુકાની સારે હોય તે કુમાર્ગે જતી નૌકાને સાચે માર્ગે વાળી ભયમાંથી મુક્ત બનાવી નૌકાને સુરક્ષિત અને નિર્ભય બનાવે છે. “મારા પરમ તારક ગુરૂદેવ પણ મહાન પ્રતિભાશાળી અને સમર્થ હતાં. તેમનાં હું જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. તેઓ દિવ્ય જીવન જીવી ગયાં છે. તેઓશ્રીનાં જીવનમાં ઘણું વિશેષતાઓ હતી. તેનું સંપૂર્ણ વર્ણન કરવા બેસું તે ઘણે સમય જોઈએ. પણ આજે આપણે પાસે બહુ જ શેડો સમય છે. પ્રસંગને અનુસરીને ઘણું ભાઈ–બહેનોને પણ આજે બોલવાનું છે. અને આજે બે સતીજીએને પારણાં છે. એટલે ટૂંકમાં પૂજ્ય ગુરૂદેવના જીવનમાં રહેલા ગુણોનું મરણ કરી કૃતાર્થ થઈએ.
સ્વર્ગસ્થ પૂજ્ય, બાલ બ્રહ્મચારી શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને શ્રદ્ધાંજલી.”
૧૦૦૮ પૂજ્યપાદ, સિદ્ધાંત વિશારદ, વ્યાખ્યાન વાચસ્પતિ, આત્મોદ્ધારક, જેનધર્મદીપક, બાલ બ્રહ્મચારી, મહાન વિભૂતિ પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની આજે ૨૨મી પુણ્યતિથિ છે. એ મહાન પુરૂષનું જીવન ઘણું જ ઉજજવળ છે. તેમાંથી અહીં સંક્ષેપમાં આપની સમક્ષ રજુ કરું છું.
ગુજરાતનું પાટનગર અમદાવાદ છે. જેની મધ્યમાં પુણ્યસલિલા સાબરમતી પિતાને શાંત પ્રવાહ વહેવડાવી રહી છે. તેના કિનારે ખંભાત રિયાસતનું ગલિયાણા નામે નાનું ગામ છે. તે શૂરવીર એવા ગરાસીયા રાજપૂતની પુણ્યભૂમિ છે. ત્યાં જેતાભાઈ નામના રાજપૂત કિસાન વસતાં હતાં. તેઓ બહુ જ સરળ અને પવિત્ર ભાવનાવાળા હતાં. જેમ પંકમાંથી પંકજ ઉત્પન્ન થાય તેમ જેતાભાઈને ત્યાં વિક્રમ સંવત ૧૯૪રની સાલમાં કાર્તિક સુદ ૧૧ ના દિવસે પુત્ર રત્નને જન્મ થયે. તેઓશ્રીનું જન્મ નામ રવાભાઈ હતું. તેઓ બે ભાઈ અને એક બહેન હતાં. માતા-પિતા ત્રણ સંતાનને બાળ અવસ્થામાં મૂકી સ્વર્ગને પંથે ચાલ્યા ગયા. ધીમે ધીમે બાળકે મોટા થયાં. એક વખત રવાભાઈને કામ પ્રસંગે વટામણમાં ખંભાત સંપ્રદાયના પૂ. મેંઘીબાઈ મહાસતીજીને સમાગમ થતાં અને ઉપદેશ સાંભળતાં તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તેમના પિતાને મૂળ ધર્મ સ્વામીનારાયણને હતું. તેમને ઘરમાં ચેન પડતું ન હતું. તેથી તેઓ ગઢડા ગયા. અને તેમણે તેમના આચાર્યને સંસાર ત્યાગના હૃદયના ભાવ જણાવ્યાં. તે વખતે તેમના સ્વામીનારાયણ પંથના આચાર્યે કહ્યું કે તમારે અમારા પંથમાં બ્રહ્મચારી બનવું હોય તો તમારે તમારી માલ-મિલક્ત અમારા ભંડારમાં અર્પણ કરવી પડશે. તો જ તમને અમારા પંથની દીક્ષા આપવામાં આવશે. આ સાંભળી રવાભાઈ તે વિચારમાં પડી ગયા કે આ શું? જે લક્ષ્મી અનર્થને જન્માવનારી છે તેને મેહ અને મમત્વ આ સાધુમાં