________________
। पुरोहियं तं कमसोऽणुणन्त, निमतयन्त च सुए धणेण ।
TH #ામાળ જેવ, ૩મારા તે મિસા વક ઉ.અ ૧૪-૧૧ 'તે પિતાના પુત્રોની પાસે અનુક્રમે ધન અને કામગનાં પ્રલેભને આપ્યા કરે છે, પણું સાથે વૈરાગી એમાં પીગળતે નથી, જેમ જેમ માટીના ગેળાને અગ્નિમાં તપાવવામાં આવે તેમ તેમ તે મજબૂત થાય છે તેમ સાચા વૈરાગીની જેમ જેમ કટી થાય તેમ તેમ તે મજબૂત બને છે અને ઉદાસીનભાવે રહે છે. બંધુઓ ! સંસારમાં વમે રહ્યાં છે, પણ જ્યાં સુધી છોડી ન શકે ત્યાં સુધી તમે પણ ઉદાસીનભાવથી રહે.
એક નગરમાં એક રાજા હતા. તે રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન હતું. પ્રધાનનું નામ સુબુદ્ધિ હતું, તેવા જ તેનામાં ગુણે હતાં. આ પ્રધાન ધર્મમાં સન્મુખ અને કર્મ પરિણામને સમજવાવાળે હતે. જ્યારે રાજા ધર્મથી વિમુખ હતો. કર્મની થીયેરીને સમજાતું ન હતું; ખાઈ પીને સુખ ભેગવવામાં જ આનંદ માનનારે હતે. પ્રધાનને શજાના કલ્યાણ માટે ખૂબ ચિંતા થતી હતી. એને દયા આવતી હતી કે સત્તાના શિખર ચઢેલા આ મહારાજાની પલકમાં શી દશા થશે? તમને તમારા પુત્ર માટે આવી ચિંતા થાય છે? તમને એવી ચિંતા થતી હશે કે મારા બેઠા મારે પુત્ર કમાતે થઈ જાય તે સારું. પણ એના પરલેકને માટે ચિંતા નહિ થતી હોય. પ્રધાનના મનમાં થયું કે હું રાજાને ધર્મ પમાડું તે જ હું નિમકહલાલ છું. નહિતર નિમકહરામ છું. પ્રધાનની રાજા માટે કેવી સુંદર ભાવના હતી. પ્રધાન સમયની રાહ જોઈ રહ્યો હતે.
એક વખત રાજાએ મોટો ભજન-સમારંભ ગોઠવ્યો છે. તેમાં નગરના મોટા મોટા આગેવાનોને પણ આમંત્રણ આપ્યું છે. પ્રધાનને પણ આમંત્રણ આપ્યું છે. ભેજનમાં અનેક પ્રકારની મીઠાઈઓ બનાવી હતી. સમય થયે બધા જમવા માટે આવી ગયાં. બધાને ભેજન પીરસવામાં આવ્યું. જમી રહયાં પછી બધાએ રસોઈનાં ખૂબ વખાણ કર્યા. ઘણું તે બેલવા લાગ્યા કે આવું સ્વાદિષ્ટ ભજન અમે અમારી જિંદગીમાં પહેલી જ વાર જમ્યાં. જેમ બધા વખાણ કરતાં તેમ તેમ રાજાને ખૂબ હર્ષ થતો. બધાએ તો ખૂબ વખાણ કર્યા, પણ પ્રધાન કંઈ જ બોલતો નથી. રાજા પૂછે છે પ્રધાનજી ! આ બધા તે આટલાં વખાણ કરે છે અને તમે કેમ કંઈ જ બોલતા નથી ! શું તમને ભોજનમાં મઝા ન આ રી? પ્રધાન તત્વ દૃષ્ટિવાળાં હતાં. વસ્તુના ગુણ અને પર્યાયનું એને યથાર્થજ્ઞાન હતું. એટલે પ્રધાનજી કહે છે સાહેબ! મને ભેજનમાં કોઈ જાતની પ્રતિકૂળતા લાગી ન હતી. પણ એની પ્રશંસા તો હું નહિ કરી શકું. કારણ કે ભોજન બનાવતાં કેટલે આરંભ સમારંભ થાય છે! “થાય છકાયને કુટો ત્યારે બંને એક રેટો” આપણે તે ઉદરપૂર્તિ માટે જ ભેજન કરવાનું છે. વળી હે રાજન! વરતુ માત્ર પરિણમનશીલ છે. ભજન ભાણુમાં પીરસાયેલું હોય ત્યારે કેટલું સુંદર લાગે છે. અને મેંમાં નાંખીએ ત્યારથી જ એનું પરિણમન થઈ જાય છે. અને બીજે દિવસે સવારમાં તે એ બધું વિચિત્રતામાં પરિણામ પામે છે.