________________
ર૭૮
પાંડે દુશ્મનને શેધવા નીકળ્યા. અશ્વત્થામાં ઝાડીમાં ભરાઈ ગયા છે. એનું હદયું થડકે છે. એક વાત નક્કી છે કે જે માણસે ગુન્હો કર્યો હોય છે તેનું હૃદય થડક્યા જ કરે છે. એને ઉંઘ પણ આવતી નથી. કદાચ ઊંઘ આવી જાય તે પણ ઉંઘમાં એનું હૈયું થડકતું જ હોય છે. જ્યારે નિર્દોષ માણસ તે આરામથી ઊંઘી જાય છે. માણસને બે કારણથી ઉંઘ ન આવે. એક તો કેઈને ભયંકર ગુન્હો કર્યો હોય તે અને બીજું વહાલી વસ્તુ કે વહાલા માણસને વિગ પડે તે પણ ઉંઘ ઉડી જાય છે.
- એક ન્યાયાધીશ બધાને ન્યાય કરે છે પણ એના ઘરમાં ન્યાય કરી શકો નથી. ન્યાયાધીશ ઘરેથી કેર્ટમાં જાય ત્યારે ખુરશીમાં બેઠેલા વકીલે પણ ઉભા થઈને સલામ ભરે એ એને હોદ્દો હતો. પણ ઘરમાં એમને હોદ્દો ન હતો. પત્ની આગળ એનું કંઈ જ ચાલતું ન હતું. આ ન્યાયાધીશ એક ગરીબ માતાને પુત્ર હતું. એવી ગરીબ સ્થિતિમાં માતાએ પુત્રને ઉછેરીને મોટો કર્યો, ભણા-ગણ અને પુત્ર મોટો ન્યાયાધીશ બ. સારા ઘરની કન્યા સાથે એનું લગ્ન થયું. આ કન્યાનું નામ દામિની હતું. આ દામિનીને દમકાર એ હતું કે ભલભભા માણસને ધ્રુજાવનાર ન્યાયાધીશ એની પની દામીનીથી થરથર ધ્રુજતે હતે. ઘરમાં વહુરાણીનાં રાજ્ય હતાં. શ્રીમતીજીને ઓર્ડર થયે કે આ ડોશીમાને આજથી મારા ઘરના રૂમમાં પગ મૂકવાને હક્ક નથી. પાછળને એક એરડે આપી દીધું. બસ હવે માજીને અહીં જ રહેવાનું અને વહુ જે આપે તે ખાઈ લેવાનું. ન્યાયાધીશને ત્યાં બે પુત્ર થયાં. ડેશીમાને એવી હેશ થાય કે મારા દિકરાના દિકરાને રમાડવા જાઉં. બાળકે રમતાં હોય તે વહાલથી
લાવે. પણ દામીનીને દેકારે એ કે બાળકો એની પાસે જઈ જ ન શકે. મા એના બાળકને એવી શિખામણ આપે કે બેટા! આ ડેશીની પાસે કદી પણ જવું નહિ. એ તે આપણને મારે. એવી ડાકણ છે. એટલે બાળક ના જાય?
છોકરાં ગમે તેવાં પાકે તે પણ માતા તે હમેંશા પુત્રની સામે પ્રેમભરી દષ્ટિથી જ જેતી હોય છે. માતા હમેંશા પુત્રનું હિત જ ચાહતી હોય છે. તેમાં એક દિવસ એવું બન્યું કે દામીની એના બે બાળકને લઈને પિયર ગઈ છે. ન્યાયાધીશ કેર્ટમાં ગયા છે. તેમાં એક કામદાર અને નેકના કેસને તે દિવસે ચુકાદો આપવાને હતે. તેમાં કામદારની જીત થઈ અને નેકરની હાર થઈ, એટલે નેકરોએ તોફાન મચાવ્યું અને નિર્ણય કર્યો કે ન્યાયાધીશ બહાર નીકળે એટલે એને મારી નાંખવે. ખૂબ તેજાન થયું. ન્યાયાધીશની માતાને ખબર પડી કે પિતાના પુત્રના માથે આવી આપત્તિ આવી પડી છે. મારા પુત્રને મારવાનાં કાવત્રા ચાલે છે. ન્યાયાધીશ કેટમાંથી બહાર નીકળી શકતે નથી. માતાએ ખાધું-પીધું નહિ અને પુત્રની ચિંતા કરવા લાગી. પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! તું મારા પુત્રની રક્ષા કરજે.