________________
થાય ને થાય જ, પણ તમને તે આ પાયે નાંખવાનું મન જ કયાં થાય છે? તમે તે સંસારને પાયે મજબૂત કરે છે. મકાન ગમે તેટલું ઊંચું થાય તે પણ વાંધો ન આવે. બાંધકામ પણ એવું મજબૂત કરે કે સો વર્ષ સુધી કાંકરી ખરે જ નહિ. પણ વિચાર કરજો કે મકાનની કાંકરી ન ખરે તે પહેલાં તમારી કાંકરી નહિ ખરે ને ! કંઈકના મકાન અધૂરા રહી ગયા અને ચાલ્યા ગયા. મકાન બંધાઈ ગયા અને વાસ્તુ પણ ન કર્યું, અને એક દિવસ પણ મહેલમાં મહાલ્યા વિના જ કંઈક તે ચાલ્યા ગયા. આવું આ જીવન ક્ષણિક છે. | દેવભદ્ર અને જશભદ્રને ત્યાગની તાલાવેલી લાગી છે. સંસારનાં બંધનમાંથી છૂટવાને અજંપો જાગે છે. પણ હું નથી માનતી કે તમને આ અજપિ થતું હોય ! તમારી પાસે ધનના અજંપા સિવાય બીજી વાત જ નથી. તમારાં સગાં કે સ્નેહી સવારે સાડા છે વાગ્યાના પ્લેનમાં પરદેશ જવા ઉપડવાના છે, તેને વળાવવા માટે જવાનું હોય અથવા કઈ આવવાનું હોય તે સામે લેવા માટે જવાનું હોય તો તમને કેટલે અજપિ રહે છે? ત્યાં તે અડધો કલાક વહેલા પહોંચી જાય છે. તમે બહારગામ જવા માટે સ્ટેશને જવા નીકળ્યાં. સાડા આઠની ટ્રેઇન છે. સામે કઈ મિત્ર મળી ગયું અને તમને ઉભા રાખે તે તરત જ કહી દે છે કે મહેરબાન! માફ કરજે. અત્યારે હું તમારી સાથે વાત કરવા રેકાઈ શકું તેમ નથી. કારણ કે મારે ટ્રેઈન ઉપડવાને ટાઈમ થઈ ગયું છે. બેલે! અહીં તમને કેટલે અજપ છે? કેટલી ઉતાવળ છે? પણ આ જગ્યાએ તમે વ્યાખ્યાનમાં આવવા માટે ઘરેથી નીકળ્યા. સમય થઈ જવા આવ્યો છે, તે જ સમયે કઈ ખાસ સ્નેહી મિત્ર મળી જાય તે તમે એમ કહેશે ને કે મહેરબાન ! હું અત્યારે તમારી સાથે વાત કરવા માટે નહિ રોકાઉં, કારણ કે વીરવાણી સાંભળવાને અમૂલ્ય સમય ચાલ્યું જાય છે. હું મોડો પડીશ તે મારું જશે. બેલે...તમે આવું કહેશે કે પછી વાત કરવા રોકાઈ જશે. (હસાહસ).
વીતરાગના સંતે કોઈના સહારે જીવતા નથી. અમને ભગવાને કેટલા સ્વાવલંબી બનાવ્યાં છે? કઈ જાતની પરાધીનતા જ ન મળે. ગાડી–મેટર ખપતાં નથી. શરીરની મર્યાદા સાચવવા માટે બે કપડાં જોઈએ. એક પાઈની પણ અમારે જરૂર ન પડે. “ટા ટુકડા ખાય ને હવામાં ઉડ્યા જાય” સાધુ આહાર પણ છ કારણે કરે છે.
वेयण वेयावच्चे, इरियट्टाए य संजमदाए ।
ત પાળવત્તિયાણ, છ પુજા ધર્મચિન્તા | ઉ. અ. ૨૬ ૩૩r કૃધાવેદનીય શમાવવાને માટે, વૈયાવચ્ચ કરવાને માટે, ઇસમિતિ સાચવીને માટે, સંયમને નિર્વાહ કરવાને માટે, પ્રાણીઓની દયા પાળવાને માટે અને ધમેત્રિકો જાગવાને માટે. આ છે કારણે સાધુ આહાર કરે છે. નહિ કે શરીરને હષ્ટપુષ્ટ કરીને
શા ૬૨