________________
of
તે જ શૂર થઈને નીકળી જાય. દેવભદ્ર અને જશેભદ્ર શૂરવીર બનીને સંયમ માગે જવા તૈયાર થયાં છે. તેઓ શું કહે છે –
इम च मे अत्थि इम च नत्थि, इम च मे किच्च इम अकिच्च। त एवमेव लालप्पमाण, हरा हरंति त्ति कह पमाओं ॥
હે પિતાજી ! આ સંસારમાં એકેક જીવે શું કરી રહ્યા છે? આ મારું છે અને આ મારું નથી. આ કાર્ય મેં કરી લીધું અને આ કાર્ય હજુ મારે કરવાનું બાકી છે. એવી રીતે નિરંતર સંલાપ કરનારા ને કાળ રૂપી ચેર એક દિવસ આયુષ્ય પૂર્ણ થયે ઝપાટામાં પકડી લે છે. માટે ધર્મના કાર્યમાં પ્રમાદ ન કરવું જોઈએ. '
દેવાનુપ્રિયે! આજે મોહમાં પડેલા છે સંસારના સુખોની સામગ્રીઓ ભેગી કરવાને માટે રાત-દિવસ પાગલ બનીને ભમી રહ્યાં છે. પણ જીવને ખબર નથી કે આ બધું ભેગું કરવામાં જ મારું જીવન હેમાઈ જશે, પછી ધર્મધ્યાન કયારે કરીશ? એ વાત એ ભૂલી જાય છે કે રાત્રિ અને દિવસ રૂપી કાળા અને ધૂળ ચેક મારા આયુગની દેરી કાપી રહ્યાં છે. હું અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓમાં વ્યગ્ર રહ્યો છું, પણ કાળ આવશે ત્યારે કેઈની રાહ નહિ જુવે. માટે પ્રમાદ છેડીને નિરાંતે ધર્મ કરી લઉં. આટલું જે જીવ સમજે તે બેડો પાર થઈ જાય. આ જિંદગી તે ચાર દિવસની ચાંદની જેવી છે. પછી તે ઘેર અંધારી રાત છે. માટે જીવનની કિંમત સમજે.
મહાન પુરૂષોએ સાચું જીવન શું છે એ આપણને સમજાવ્યું છે. તેમજ જુદા જુદા તત્ત્વ ચિંતકેએ પણ પિત પિતાની કલ્પના પ્રમાણે જીવનની પરિભાષા જુદી જુદી રીતે કરી છે. સાધકની દૃષ્ટિએ જીવન નદીના પ્રવાહ જેમ અસ્થિર છે. દાર્શનિક દૃષ્ટિએ જીવન એક ચિંતન છે. અને કવિની દૃષ્ટિએ જીવન એક કાવ્ય છે. અને દ્ધાની દૃષ્ટિએ જીવન એક યુદ્ધ છે. આ પ્રમાણે દરેકે જીવનની વ્યાખ્યા જુદી જુદી રીતે કરી છે. પણ ખરેખર સમજવાનું એ છે કે જ્યાં સુધી ત્યાગમય જીવનની મહત્તા સમજાણી નથી ત્યાં સુધી જ્ઞાન-વિજ્ઞાન અને કળાઓની કંઈજ મહત્તા નથી.
એક લેખકે કહ્યું છે કે આ ઉત્તમ મનુષ્ય ભવ પામ્યા છતાં જેને આત્મ-ઉદ્ધારની ખેવના નથી, ઝંખના નથી, એ મનુષ્ય બુદ્ધિમાન હોવા છતાં પણ અબુધ છે. કલાનિપુણ હોવા છતાં પણ કમનસીબ છે. અને શ્રીમંત હોવા છતાં પણ રંક છે. ગમે તેટલી બુદ્ધિ હોય પણ બુદ્ધિને વ્યય આત્મ કલ્યાણમાં ન થતું હોય અને ભોગવિલાસ માટે જ થતો હોય તે તે સાચું જીવન નથી. તમારા જીવન રૂપી બગીચામાં વિજ્ઞાનની વાતનું ઘાસ ઉગ્યું છે અને આદર્શોની હરિયાળી ઘણી છે, પરંતુ ભાવ અને ક્રિયા રૂપી ફળેથી લચેલું એક પણ વૃક્ષ હજુ જોવામાં આવતું નથી. કેવળ ઉચ્ચ જીવન જીવવાની વાતે કર્યો કંઈ કલ્યાણ નહિ થાય.