________________
નવરા નથી. ખૂબ અગત્યના કામમાં છે. ગામમાં ઘણાં ડોકટરો છે ત્યાં જાવ ને ! આ ડોકટર સિવાય તમને બીજા કોઈ મળતા નથી? કે રવિવારે પણ જંપ વળવા દેતા નથી ! ગરીબ માણસ રડી પડે અને કહે છે બુન ! મારે એકને એક દિકરે છે. તેને પેટમાં સખત દુખાવો ઉપડે છે. આંચકી આવે છે. ઘરગથ્થુ ઘણું ઉપચાર કર્યા પણ કાંઈ સારું થતું નથી. તેથી દડાદોડ આવ્યો છું. મને ડેકટર પર ખૂબ શ્રદ્ધા છે. એક વાર મારી લાડકી દિકરીને મરતી બચાવી હતી તેથી જે ડોકટર આવે તે મારા દિકરાને સારું થઈ જાય. આ ગરીબ માણસ આમ કહે છે ત્યાં તે સગુણા જોરથી બારણું બંધ કરીને ઉપર જતી રહી. ખરેખર એ તો જેને વીતે તે જ જાણે.
ધનવાન જીવન માણે છે, દુઃખિયારા આંસુ સારે છે,
કેઈ અનુભવીને પૂછી જે, કે કેમ જીવી જાણે છે. સગુણા ઉપર ગઈ એટલે ડોકટરે પૂછયું કે કોણ હતું? તે કહે, કઈ નહિ. ત્યારે ડોકટર કહે-બારણું કે ખખડાવ્યું હતું ? એ તો આપણી કામવાળી મંગુ હતી. ડોકટર કહે-તારી બટું બેલવાની ટેવ હજુ ન ગઈ! મેં બારીમાંથી બધી વાતચીત સાંભળી છે. અને બધું જોયું છે. ડોકટર તે તરત જ ઉઠયા અને દવાની બેગ હાથમાં લઈને મેજા અને બુટ પહેર્યા વગર જુની ચંપલ પહેરીને તે ગરીબ માણસના ઘેર જવા તૈયાર થયાં. ત્યારે સીડી ઉતરતાં સ્ત્રી એ ડોકટરને કહયું આજે પિકનિકને પ્રોગ્રામ છે એટલે જલ્દી પાછા આવજે. ડોકટરે કહયું જે છેકરાને સારું હશે તો આવીશ, નહીં તે મારે મિત્ર અશક અને તેની પત્ની ઉષા બેલાવવા આવે તે તમે ત્રણે જણ જજે. ડોકટર અશ્વિન, ખેડૂતના ઘરે પહોંચી ગયે. અને ત્રણ કલાક ખૂબ ઈલાજ અને ઉપચાર કરી તેના એકના એક પુત્રને નવજીવન આપ્યું. ખેડૂતનું કુટુંબ ડોકટર પર હજારે આશીર્વાદ વરસાવી રહ્યું. મામુલી ફી લઈ અશ્વિન ઘરે ગયે. અશ્વિનને મન એ ફી કરતાં પેલા ગરીબ કુટુંબે આપેલા અંતરના આશીર્વાદ વધારે મૂલ્યવાન હતા. આવા ડોકટરે મળવા આજે મુશ્કેલ છે.
રાકટરના મિત્ર અશોક પાછળથી બેલાવવા આવ્યા પણ ડોકટર વિના સગુણા અને તેના બાળકે કઈ ગયા નહીં. અને સગુણુ રીસાઈને સૂઈ ગઈ. ડેકટરે આવીને પૂછયું પિકનિકના પ્રોગ્રામમાં ન ગયા? તે કહે ના. ડેકટર પણ સૂઈ ગયા. ડોકટરને બીજાના દુઃખ દૂર કરવાની ભાવના અને તેમને એ જ ગમે, જ્યારે સગુણને ફરવું ને નાચવું ગમે. પણ ડોકટર તેને ખૂબ સુંદર રીતે સમજાવતે. અને કહે છે સગુણ ! હું નાને હતું ત્યારે તેને માતા પિતા પાસેથી મેં સાંભળ્યું હતું કે તમે પરદુઃખભંજન બનશે તે સુખી થશે. અને એ ગરીબના આશીર્વાદથી તમારી લીલી વાડી કુલી-ફાલી રહેશે. પણ સગુણાને તેની અવળાઈને કારણે આ વાત ગળે ઉતરતી નથી.