________________
૪૯ ખાઈ દુઃખ પામે છે. પરંતુ જે આત્માને ભેદજ્ઞાન થાય છે તે ધર્માત્મા તે સાંસારિક ચીજોને તુચ્છ સમજી તેને ત્યાગ કરી દે છે.
દેવભદ્ર અને જશભદ્ર કહે છે હે પિતા! આમ તે સાંસારિક કામે ઘણાં છે અને તે કામ માટે હાયેય પણ ઘણી કરવી પડે છે. પરંતુ જેના આધારે સાંસારિક કામે કરવામાં આવે છે તે આયુષ્ય તે ક્ષીણ થતું જાય છે. જ્યારે આયુષ્ય જ ક્ષીણ થતું જાય છે તે પછી સાંસારિક કામ પૂર્ણ કેવી રીતે થઈ શકે ? આયુષ્ય ક્યારે પૂર્ણ થઈ જશે તેની કોઈને ખબર નથી. મારે કહેવાનો આશય એ છે કે સંસારની તૃષ્ણ વધતી જ જાય છે. અને જે વધતી જાય તે પૂર્ણ કેવી રીતે થઈ શકે ? તૃષ્ણની વૃદ્ધિ કરવાથી આશાની પૂતિ થતી નથી. આશાની પૂતિ તે તૃષ્ણાને ત્યાગ કરવાથી થાય છે. પણ અજ્ઞાનને લઈને જીવ સ્વઘરને ભૂલી ગયો છે. અને એને પરઘર પ્યારું લાગ્યું છે. જગતમાં કોઈ માટે ઝઘડો હોય તે તે તારા અને મારાને છે. જ્યાં ગમે ત્યાં જીવ મેહ અને વાસનાને ગુલામ બન્યું છે.
આ જ રીતે ભવદેવ બાર બાર વર્ષ સુધી સંયમ પાળીને ઘેર આવ્યા. એમાં પણ મમતા જ હતીને? કે મારી નાગીલા મારા વિયોગે ઝૂરતી હશે. મેં એને સુખ ન આપ્યું. એ સંસારને ગૃદ્ધિ બનીને ઘેર આવ્યો પણ નાગીલા સંસારમાં રહેવા છતાં ચારિત્રમાં કેટલી મક્કમ છે! ભવદેવ કહે છે નાગલા! હું તને સુખ આપવા આવ્યો છું. ત્યારે નાગીલા સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે ધિક્કાર છે તમને! મિત્રની મશ્કરીમાં તમે છલાંગ મારીને સિંહ જેવા બનીને નીકળી ગયાં. કેટલે ત્યાગ કર્યો? બાર બાર વર્ષ સુધી આવી ઉત્તમ સાધના કરી અને હવે તમને ભેગની યાચના કરતાં શરમ નથી આવતી? તમે તમારા માતા-પિતાના કૂળને લજવવા ઉઠયાં છે ! સિંહ જેવા બનીને હવે શિયાળ જેવા કેમ બની ગયા? આ હાડમાંસ અને લેહીથી ભરેલા શરીરમાં શું છે? તમને આમાં શેને મેહ જાગે કે તમે પાછા આવ્યાં? કહીનુર છેડીને કાંકરા ગ્રહણ કરવા શા માટે આવ્યા? એવાં કઠોર શબ્દો કહ્યાં કે ભવદેવ સ્થિર થઈ ગયે.
નાગીલાએ દીક્ષા નહોતી લીધી. એ તે સંસારી હતી ને? છતાં પણ એનામાં કેટલી તાકાત હતી? પિતે ઘરમાં એકલી જ હતી પણ ડરી નહિ. જડબાતોડ જવાબ સાથે ખૂબ કઠોર શબ્દોમાં કહ્યું. સ્વામીનાથ! મિષ્ટાન્નના થાળ છોડીને એંઠવાડમાં મોટું નાંખવા કયાં આવ્યા? એક વખત તમે મને એંઠવાડ સમજીને વમી દીધી. વમેલ આહાર તે ભિખારી પણ ઈચ્છે નહિ. અને તમે વમેલાને ગ્રહણ કરવા ઈચ્છે છે? વમેલું કાગડા ને કૂતરા ખાય. રાજા-મહારાજા અને ચક્રવતિઓ કેટલી સ્ત્રીઓને છેડીને નીકળી ગયા છે? તમે તે મને એકને છેડી છે. વિચાર કરે. આ અમૂલ્ય ચીજને ફગાવી દેશે તે તમારી કઈ ગતિ થશે? જેમ રામતી રહેનેમિને કઠોર શબ્દો કહીને એની