________________
સિવાયના દિવસોમાં તે વિહાર જ હોય. ક્યાં એ પુરૂષની કઠોર સાધના અને ક્યાં આપણુ જેવા પામર પ્રાણીઓને પ્રમાદ! | દેવાનુપ્રિયે! સ્વઘરમાં સ્થિર થયા વિના અને પ્રમાદ છોડ્યા વિના ઉદ્ધાર થવાને નથી. એક વ્યવહારથી તમે સમજે કે જમાઈ સાસરે જાય છે ત્યારે તેમને સાસરીયાં કેટલું માન આપે છે? વળી તેમાં પણ સાસુજીને તે જમાઈરાજ ખૂબ વહાલા હોય છે. છતાં અંતે તે પિતાને ઘેર જ આવવું પડે છે. સાસરું એ તે પરાયું ઘર છે. ગમે તેવું હોય તે પણ પિતાનું ઘર સારુ, એમ તમે સમજે છે ને ? ત્યાં તમને જે વિવેક છે તે વિવેક આત્મા માટે જાગે તે આ બધાંય તેફાન મટી જાય. જે આત્મા સ્વઘરમાં સ્થિર થાય છે તેની રખડપટ્ટી અટકી જાય છે.
દેવભદ્ર અને જશોભદ્રને સ્વઘરની લગની લાગી છે. સંસાર એ પરઘર છે. સંયમ એ સ્વઘર છે. તે બે બાળકે એના પિતાજીને કહે છે –
इम च मे अत्थि इम च नथि, इमं च मे किच्च इम अकिच्च। तं एवमेव लालप्पमाणं, हरा हरति त्ति कह पमाओ ॥
ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા ૧૫ આ મારું છે. આ મારું નથી. આ કામ માટે કરવાનું છે. આ કામ મારે કરવાનું નથી. આ પ્રકારની ઘટના સંસારમાં દિનરાત ચાલ્યા કરે છે. જીવન ટૂંકું છે અને કામ ઘણું છે. આ સ્થિતિમાં કોઈ વ્યક્તિ પિતાની ઈચ્છાનુસાર પિતાનું કામ પૂર્ણ કરી શકતી નથી. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિએ સંસારનાં કામ પૂર્ણ કર્યા હોય અને કૃતકૃત્ય થયાં હોય એમ બન્યું નથી. બની શકતું પણ નથી. મેં અમુક કામ તો કર્યું છે અને હવે અમુક કામ કરીશ એવી લાલસા જીવને વળગેલી જ હોય છે. એ લાલસાની પૂર્તિ થતી નથી. દા. ત. ગળાના આભૂષણે તૈયાર થયાં તે પછી જીવને હાથની બંગડી કરવાની ઈચ્છા થાય છે. બંગડી તૈયાર થઈ જાય એટલે પગના ઝાંઝર કરાવવાની ઈચ્છા થાય છે. જે ચાંદીના દાગીના હોય તે સેનાના અને સોનાના હોય તે હીરાનાં દાગીના બનાવવાની ઈચ્છા થાય અને આ રીતે સંસારમાં તૃણાને અંત આવતો નથી પણ તૃષ્ણ ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ જ્યારે આત્મામાં શરીર અને આત્માનું ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આત્મા આ બધી વસ્તુઓને ત્યાગ કરી દે છે અને તૃષ્ણાને અંત આણી તેષામૃતનું પાન કરે છે. Contentment is the root of happiness
સંતોષ એ સુખનું મૂળ છે. સંતેષ એ મહામૂલ્યવાન મોતી છે. જે કોઈ દશ હજાર ઈચ્છાઓનું બલિદાન આપી સંતેષનું મેતી ખરીદ કરે છે તે ખરીદી ડહાપણું ભરેલી અને સુખદાયક ગણાય છે. આત્મા જ્યારે સંતુષ્ઠ બને છે ત્યારે જ તેને શાંતિને અનુભવ થાય છે. તે સિવાય તે આત્મા તૃષ્ણા રૂપી નદીમાં તણાઈ જઈ તેમાં જ ગોથાં