________________
સહુનેની વચમાં ભગવાને ગંભીર અવાજે સર્વવિરતી સામાયિક અંગીકાર કરી લીધી. વર્ધમાન હવે વર્ધમાન કુમાર મટીને શ્રમણ ભગવાન મહાવીર બન્યાં. દેવોએ એમને શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું. અને ઈન્દ્ર ભગવાનના ખંભે દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. હવે ભગવાન દીક્ષા લઈને આગેકૂચ કરવા પગ ઉપાડે છે. રાજા નંદીવર્ધન એમના ચરણમાં મસ્તક ઝૂકાવી ચિધાર આંસુએ રડે છે. જ્યાં રાજા આટલું રડતે હેય ત્યાં પ્રજાજનેની તે વાત જ શી કરવી? વૃદ્ધ-બાળક-યુવાન-સ્ત્રી-પુરૂષ બધા ય જાણે કોઈ સ્વજન પરલોકમાં ન ગયો હોય? એ આઘાત અનુભવે છે. ભાનવાળા પણ ભાન ભૂલી ગયાં છે. કેઈની બુદ્ધિ કામ કરતી નથી.
કર્મશત્રુઓને હંફાવવા સજજ થયેલા વર્ધમાનકુમારને જોઈ સહુ સ્તબ્ધ બની ગયાં છે. નંદીવર્ધનનું માથું ભાઈના ચરણમાંથી ઉંચું થતું નથી. કેટલે મેહ છે ! “આટલાં બેગ ભોગવ્યાં છતાં હજુ મને વૈરાગ્યભાવ જાગતો નથી, અને આ મારો નાનો ભાઈ ભોગને ત્યાગ કરીને ચાલે !” હું એને મારું મોઢું કેવી રીતે બનાવું. અંતે નંદીવધનને ઈન્ડે સમજાવીને ઉભા કર્યા, જાણે ભયંકર ગુન્હો ન કર્યો હોય ! ભયંકર ચેરી ન કરી હાય! એ એમને અફસોસ થવા લાગે. ગદ્ગદ્દ કંઠે નંદીવર્ધનને કહે છે પ્રભુ ! મેં આપને ખૂબ હેરાન કર્યા. મારા મેહને ખાતર મેં આપને બબ્બે વર્ષ સુધી સંસારમાં જકડી રાખ્યા. પ્રભુ, મને માફ કરો. પણ ભગવાન એક શબ્દ પણ બોલતાં નથી.
મૌન ધરી ભગવાને આગે કદમ ઉઠાવ્યું. નંદીવર્ધન અને પ્રજાજનોનું રૂદન બંધ થતું નથી. પણ ભગવાન કોઈને સામું જોતાં નથી. આગળ ભગવાન અને પાછળ નંદીવર્ધન, દે અને ઈન્દ્રો અને તેની પાછળ નગરજનો ભગવાનને વળાવવા માટે ગયાં છે. બીજી તરફ વર્ધમાન કુમારની પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શનાથી આ કરૂણ દશ્ય જોઈ શકાયું નહિ. તેમના પગ ઉપડી શકયા નહિ. એટલે બંને એક વૃક્ષ નીચે બેસી ગયા.
આજ સુખી છું કે સ્વામી મારે, સ્વામી ત્રિલેકને થાશે, દુખ એટલું કે હું અભાગી, આવી શકું નહિ સાથે, આંસુ નથી આ અપશુકનના, પુલકિત છે મુજ પ્રાણ, પામર છું હું તેમ છતાં પણ, વીર પુરૂષની નાર, હું તે નહિ પણ પગલે તમારે આવશે પુત્રી તમારી, આશિષ ઘે પ્રિયદર્શનને, પામે ઉત્તમ સ્થાન જાઓ સિધા અંતર્યામિ, કરવા જગત કલ્યાણ,
સ્વામી કરજે સુખે પ્રયાણ જ્યાં ભગવાને પગ ઉપાડે ત્યાં એ બંને મા-દિકરીના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. બંને ત્યાં બેભાન બનીને ઢળી પડયાં, પણ પ્રભુ તે આગળ વધે જ જાય