________________
પૂર્વને કંઈ સંબંધ છે? તે કહે છે કે હા, એ મારી પત્ની છે. મારે એને મળવું છે. ત્યારે નાગીલા કહે છે શા માટે તમારે એને મળવું છે? ત્યારે ભવદેવ કહે છે કે, મારે એનું જરૂરી કામ છે.
બાઈ કહે છે હું પોતે જ નાગીલા છું. આપને જે કામ હોય તે વિના સંકોચે મને કહે. મુનિ કહે છે અહીં કહેવાય તેમ નથી. ઘરે ચાલે. બંને ઘેર આવે છે. નાગીલા કહે છે. ગુરુદેવ! મારે લાયક સેવા હેય તે જલ્દી ફરમાવે. ત્યારે વિષયાસક્ત અમે ભવદેવ કહે છેઃ અહો નાગીલા, હું કે કઠોર! તને કેડભરી તર છેડીને ચાલ્યા ગયે ! તને કંઈ જ સુખ ન આપી શક્યા અને સાધુ બનીને ચાલી નીકળ્યો ! હવે આ સાધુવેશ છોડીને તને સંસારનું સુખ આપવા ઈચ્છું છું. આ સાંભળી નાગીલા કહે છે સ્વામીનાથ! ઉજજવળ વસ્ત્ર કાદવમાં કાં રગદળે છે? બાર બાર વર્ષથી હાથમાં આવેલું અમૂલ્ય રત્ન કાં ગુમાવે છે? આપ આ શું બોલી રહ્યાં છે? આપને આ ન શેભે. એમ નાગીલા ભવદેવને કહે છે. હજુપણુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ને........૬૮
ભાદરવા વદ ૧૨ ને શનિવાર તા. ૨૬-૯-૭૦
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવના કલ્યાણને અર્થે મંગલકારી વાણી વરસાવી. એ વાણી સાંભળતાં જીવને જઘન્ય રસ આવે તે કર્મની કોડે ખપી જાય અને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થંકરનામ કમ પણ ઉપાર્જન કરી લે, એ ભગવંતની વાણીને પ્રભાવ છે. કલ્પવૃક્ષ અને રત્નચિંતામણીમાં ભૌતિક સુખ આપવાની તાકાત છે. એ બાહ્ય દરિદ્રતા દૂર કરી શકશે પણ આત્માની દરિદ્રતા દૂર કરાવી ઈચ્છિત સુખ આપનાર ભાવ કલ્પતરૂ કે ભાવ ચિંતામણી સમાન કેઈ હોય તે વીતરાગ દેવની વાણી છે. પણ એમાં જીવને શ્રદ્ધા થવી જોઈએ.
બંધુઓ ! જે તમે સ્થિર અને શ્રદ્ધાવાન બનશે તે બીજાને પણ આ માર્ગમાં સ્થિર બનાવી શકશે. પણ જે બાપ ન સમજતે હોય તે બેટાને ક્યાંથી સમજાવે કે દિકરા! સંસારની પેઢી કરતાં ભગવાન મહાવીરની પેઢીમાં કમાણી વધુ છે. જે તું આ પેઢીમાં ભાગીદારી કરીશ તે કર્મના ભુક્કા ઉડયા વિના નહિ રહે. આવું સમજાવનારા બહુ ઓછા છે.
માતાપિતાના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લેવા તૈયાર થયા.