________________
૪૯૨
रसा पग़ाम न निसेवियव्या, पायं रसा दित्तिकरा नराणं ।
વિત્ત ૨ જામા સમમિન્તિ, તુમ ગદ્દા સાવજ’વ પરવી ॥ ઉ.અ.૩૨-૧૦
જેટલાં જેટલાં રસાનું અને સ્વાદાનુ સેવન કરવામાં આવે તેટલે વિકાર વધે છે. અને કામ રૂપી પક્ષીએ આત્માને કલામના ઉપજાવે છે. માટે જો બ્રહ્મચર્યનું પાલન કરવુ હાય તા તપ અવશ્ય કરવા જોઈએ. જેટલે આહાર વધુ કરવામાં આવે એટલી ઇન્દ્રિયે વધુ કૂદાકૂદ કરે છે. અને જો તપ કરવામાં આવે તે એ કૂદાકૂદ બંધ થઈ જાય છે. નાગીલા ખૂબ તપશ્ચર્યામાં ઉતરી ગઈ છે. આયંબીલ ને ઉપવાસ કરીને એણે યુવાનીનું તેજ ઝંખું બનાવી દીધું. તદ્દન સાધ્વી જેવું જીવન જીવે છે. સ્ત્રીઓને એના પતિને રંજન કરવા માટે શણગાર સજવા પડે છે. ખરી રીતે તે પતિની પાસે શણગાર સજવાના હાય પણ બહાર જાય ત્યારે તે તદ્દન સાદાઈથી જ નીકળવુ જોઇએ. પણ આજે તા ઉલ્ટી ગંગા વહી રહી છે. બહાર નીકળે એટલે ભભકાના પાર નહિ. મની ઠનીને નીકળે તેમાં પણ અત્યારની વેશભૂષાએ તેા માઝા મૂકી છે. જેટલી ફેશનેા વધી, નખરાં વધ્યાં એટલાં ચારિત્ર લૂટાવા લાગ્યા છે. ખરેખર ! સ્ત્રીઓનાં શણગાર જોઈ ને એની પાછળ પુરૂષ આકર્ષાય છે. તે એને! તમારા નિમિત્તે પણ કેાઈ ચારિત્રથી વ્યુત થાય એવું શા માટે કરવુ' જોઇએ ? સતી સ્ત્રીઓએ બહાર નીકળે ત્યારે તદ્દન સાદાઈથી જ નીકળવુ. જોઇએ કે જેથી કેાઈનુ' મન ખરાખ ન થાય.
નાગીલા તા ધમય જીવન વીતાવે છે. ભવદેવને દીક્ષા લીધાંને ખારબાર વર્ષાં વીતી ગયાં. ખાર વર્ષ કામરૂપી સૂતેલા સિ'હુ જાગ્યા. ભવદેવના મનમાં વિચારો આવવા લાગ્યાં કે હું કેવા નિષ્ઠુર, કેવા ક્રૂર કે મિત્રાની મજાકમાં રંગમાં આવીને મેં દીક્ષા લઈ લીધી ! કોડ ભરેલી કામિનીને તરછેાડીને હું સંયમ માર્ગે ચાલી નીકળ્યા ! મેં એના વિશ્વાસઘાત કર્યાં! એ મારા વિયોગે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી હશે ! તેને નાગીલા પ્રત્યેના મેહુ જાગ્યે, દિવસે દિવસે એના યમ–સંયમની સાધનામાંથી એનું મન નાગીલામાં રમવા લાગ્યું. સૂતાં, ઉઠતાં, બેસતાં ને સ્વાધ્યાય કરતાં એના મનમાં એક જ વિચાર ઘેાળાવા લાગ્યા કે, પતિવિšાણી નાગીલાનુ શુ થયુ હશે ? હવે મારે જલ્દી નાગીલા પાસે જવું છે. હવે મારે દીક્ષા પાળવી નથી. હવે ક્યારે જલ્દી મેાક મળે અને ગુરૂને વેશ સેાંપીને અહી થી ચાલી નીકળું! પણ ભાઇને કહેવાય કેમ? જેનું મન વિષયામાં ભમે છે.તેને પછી કોઈ જાતની શરમ રહેતી નથી.
અંતે એણે શરમ છેડીને ભવદત્ત મુનિને વાત કરી કે “ભાઈ! હવે મારે સ’સામાં જવું છે. મને નાગીલા બહુ યાદ આવે છે. આપ મને રજા આપે।. નાગીલા મને ઘણી સાંભળે, ઘડી .વર્ષ સમાન દેખાય, ખાર વર્ષાં તા વીતી ગયાં, નાગીલા જોયા વિણ,