________________
૪૯૦
માટે. અમને કોઈ એંજીનીયર, બેરીસ્ટર કે વકીલની પણ શરમ પડતી નથી. અમે તે અકિંચન હોવા છતાં ધનવાન છીએ. તમારા સુખ ગમે તેવાં હોય પણ એ બધાં જ સુખે અમારા સુખ આગળ તણખલા તુલ્ય છે. અમને તમારા જેટલી હાયબળતરા છે? આ વાત તમારા ગળે ઉતરે છે? (સભા -સાચી લાગે છે પણ કહેવું નથી, તમે તે મહા ઉસ્તાદ છે. સાચું લાગે છે પણ બેલિવું નથી. બે તો બંધાઈ જાવ ને! એટલે બોલતાં નથી પણ યાદ રાખજો કે એક દિવસ ત્યાગ કર્યા સિવાય તો તમારે ઉદ્ધાર થવાને નથી. જેની રમણતા ત્યાગમાં છે એ બીજાને પણ આ માગે જ દોરે છે. | ભવદત્ત અને ભવદેવ નામના બે સગા ભાઈ છે. ભવદત્ત મોટો છે અને ભવદેવ માને છે. ભવદત્ત બાલપણમાં જ સંસાર ત્યાગી દીધો અને સંયમપંથે ચાલી નીકળે. બંને ભાઈઓ વચ્ચે દશ વર્ષનું અંતર છે. મોટાભાઈ એ દીક્ષા લઈને ખૂબ જ્ઞાન મેળવ્યું. ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં બાર વર્ષે પિતાના ગામમાં પધાર્યા. તે જ દિવસે નાને ભાઈ પરણીને આવે છે. ગામમાં સાધુ-સંતે બિરાજતાં હોય તે વરઘેડીયું પરણીને આવે એટલે એને ઉપાશ્રયે દર્શન કરવા લઈ આવવાને એક રિવાજ છે. ભલે ભાઈ કે બહેનને ધર્મ ગમત પણ ન હોય છતાં પરણીને પગે લગાડવા લાવે છે, શા માટે? એમાં પણ ઉડે ઉડે ભૂખ છે, કે સંતના દર્શન કરાવીએ, માંગલિક સંભળાવીએ અને પેટીમાં સવા રૂપિયે નંખાવી દઈએ તો એમની જોડી અખંડ રહે. સંસારની વાડી લીલીછમ રહે. - અહીં તે ગામમાં સંત હતા નહિ. અને તે જ દિવસે અનાયાસે સંત પધાર્યા. કે સુગ કહેવાય! ભવદેવને ખબર પડી કે સંત પધાર્યા છે. તેમાં પણ મારા વડીલ બંધુ ભવદત્ત મુનિ પધાર્યા છે. એટલે મિત્રોને સાથે લઈને ભવદેવ વડીલ બંધુના દર્શનાર્થે ગયે.
જે કન્યાની સાથે લગ્ન થયું છે તેનું નામ નાગીલા છે. નાગીલા ખૂબ સંસ્કારી છે. અને રૂપમાં તે અપ્સરા જેવી છે. હજુ ભવદેવે એનું મુખ જોયું નથી કે નાગીલાએ ભવદેવનું મુખ જોયું નથી. એક બીજા મળ્યા પણ નથી. તે પહેલાં ભવદેવ ગુરૂ મહારાજના દશને ગયે. સંતના ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવે છે. ત્યારે મેં ભાઈ ભવદત્તમુનિ કહે છે ભાઈ! તને આ ઉજજવળ માર્ગ ન રુએ કે તું કાદવમાં ખરડાવા ગયે? આપણે બંને એક માતાના જાયા. એક ભાઈ અમૃત પીવે છે અને તું જાણીપ્રીછીને ઝેર પીવા ગયો! તને એમ ન થયું કે મારા ભાઈએ દીક્ષા લીધી છે તે હું પણ દીક્ષા લઉં! ત્યારે સાથે આવેલા ટીખળીયા મિત્રે બાજુમાં ઉભા છે તેઓ મશ્કરી કરતાં બેલ્યા કે મહારાજ! હજુ ક્યાં બગડી ગયું છે–એને દીક્ષા લેવી હોય તે લઈ શકે છે. મિત્રોએ મજાક કરી ત્યારે ભદેવે કહ્યું–મહારાજ! હું તૈયાર છું. મને આપ દીક્ષા આપે. મહારાજે તે સહજ ભાવે કહ્યું હતું પણ હવે એ જ્યારે મજાકને માર્યો તૈયાર થઈ ગયે તે પછી શા માટે જવા દે? મિત્રોને મનમાં એમ હતું કે આ કંઈ થડે એમ દીક્ષા લઈ લેવાને છે અને મહારાજ દઈ દેવાનાં છે ! પણ અહીં તે વાત વટ પર ચઢી ગઈ