________________
ય
ત્યારે તેમના વડીલમ નદીધનના હાથપગ ઢીલા થઈ ગયા. વધ માનકુમારની દીક્ષાની વાત સાંભળી એમને એવા આધાત લાગ્યા કે હે ! હું મા—માપ વિનાના થઇ ગયા. અને હવે ભાઈ વિનાના થઇ જઈશ? શુ મારા ભાઈ મને છેડીને દીક્ષા લેશે ? ભાઈના સંતાષ ખાતર વધુ માનકુમાર એ વર્ષે સંસારમાં રોકાઈ ગયા. પણ સાધુની જેમજ તે સંસારમાં રહ્યા હતાં. બે વર્ષે તે પલકારામાં વહી ગયાં.
કારતક વદ દશમના દિવસ આબ્યા. વિરાગી વધ માનકુમાર આ દિવસે મહાભિનિષ્ક્રમણના પંથે કમ ભરવાનાં હતાં. વીરા નંદીવર્ધનનું કાળજું કામ કરતું નથી. વધુ માનકુમારનું માન રાજા નંદીવનના દિલમાં હતું તેટલું જ નગરના તમામ પ્રજાજનાના અંતરમાં હતું. નંદીવનના ભાઈ છે એટલે એમને તે ભાઇ પ્રત્યે અથાગ મેહ હાય એમાં કાંઈ નવાઈ નથી, પણ જ્યાં ગામમાં ઉદ્ઘાષણા થઈ કે “ પ્રજાના લાડીલા વધુ માનકુમાર આવતી કાલે અગાર મટીને અણુગાર ખનશે. ત્યારે દરેકના દિલમાં ચાડી પડી ગયા. અહે। ! આવા સુકુમાર બાલુડા ત્યાગના કઠીન માગે જશે ? એ કષ્ટો એનાથી કેમ વેઠાશે ? ત્યારે કંઈક સમજુ માણસા ખાલે છે કે “ હિરના મારગ છે શૂરાના, હિં કાયરનુ' કામ જોને ” શુરવીરો મેદાનમાં શસ્રો વડે શત્રુને જીતે છે, પણ આ તેા ક્ષમાના શસ્રોવડે કમ શત્રુઓને જીતવા નીકળે છે. આપણને તે આવું યુદ્ધ કરતાં પણ ન આવડે. સૌ મનમાં અસોસ કરવા લાગ્યાં, રડવા લાગ્યા, પણ શુરવીર થઇને નીકળે છે તે પછી કોઈના સામુ જોતાં જ નથી.
વૈરાગી વધુ માનકુમાર રાજવૈભવાના ત્યાગ કરીને નીકળી ગયાં. રત્નજડિત શિમિકામાં બેઠાં. મ’ગલ વાજિંત્રો વાગવા લાગ્યા. ક્રોડા સેનૈયાઓના વરસાદ વધુ માનકુમારના હાથે વરસવા લાગ્યા. વમાનકુમારના મુખ ઉપર અપૂર્વ આનંદ હતા. ત્રીસ વર્ષીમાં કયારેય એવા આનંદ એમના મુખ ઉપર જોવામાં આવ્યેા ન હતા. જેને માટે પૂર્વના ત્રીજા ભવે લાખ લાખ વર્ષાં સુધી મહિના મહિનાના ઘેાર તપ તપ્યાં હતાં. ધામ ધામ સાહ્યખીથી ભરેલા દેવલેાકમાં પણ જેની મનુષ્ય ખનીને સંયમ પાળવાની તીવ્ર તમન્ના હતી. તેથી સિદ્ધાર્થ રાજાના રાજવૈભવા પણ ફિક્કાં લાગ્યાં અને એવા સંયમ અંગીકાર કરવાના મંગલ સમય આવી ગયા, પછી તા આન જ હોય ને!
ભગવાનની દીક્ષામાં નગરજના જ નહિ પણ દેવા અને ઇંદ્રો પણ આવ્યાં હતા. વ માનકુમાર ઉદ્યાનમાં પહાંચી ગયા. અને એક પછી એક વસ્ત્રો અને આભૂષણેા ઉતારવા માંડયા. સૌ ગમગીન બની ગયાં છે. આંખામાંથી ચૈાધાર આંસુ વહે છે. અને જ્યાં વમાનકુમારે મુઠ્ઠીમાં વાળ લીધા ત્યારે ન ંદીવર્ધન બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડયાં પણ વધુ માનકુમારે તે પંચમુષ્ટિ લેાચ કરી નાખ્યા. નંદીવર્ધનને ખૂબ ઉપચારો કરીને ભાનમાં લાવ્યા. દેવાએ પણ એમને આશ્વાસન આપ્યું. પણ હવે વધુ માનકુમારના સામુ જોવાની એમની હિંમત ન હતી.