________________
આનામાં લાવ્યો છું. હવે તમને એ માજી ગમતા હોય તે મારા ઘરમાં ખુશીથી રહે. નહિતર તમે તમારે પિયર પધારે. હવે તમારું કશું નહિ થાય. જ્યારે માણસની દૃષ્ટિ ખુલે છે ત્યારે સત્ય વસ્તુનું ભાન થાય છે.
કહેવાને આશય એ હતું કે માણસના હૃદયમાં ગુન્હ કર્યો હોય ત્યારે ડર હોય છે. ત્યારે એનું હૃદય થડકે છે. આ માતાને પુત્રના મરણને ડર હતે. પુત્ર પ્રત્યેના રાગના શરણે તેને ઉંઘ આવતી ન હતી. અહીં અશ્વત્થામા ડરને માર્યો ઝાડીમાં બેઠો બેઠો ધ્રુજે છે. પાંડેએ શોધતાં શોધતાં એને શેધી નાંખે. બસ. આ જ અમારા પુત્રને મારનાર છે. તેને પકડીને દ્રૌપદી પાસે લાવે છે. મરણના ડરથી અશ્વત્થામા ધ્રુજે છે. દ્રૌપદીએ એના સામું જોયું. એના અંતરમાં અપાર ક્રોધ હતે. આંખમાંથી ક્રોધના અંગારા ઝરતા હતા. પણ અશ્વત્થામાને જોઈને હતાશ થઈ ગઈ. અહે ! આ તે કૃપીને પુત્ર છે. તે એને એકને એક જ બેટી ઉંમરને પુત્ર છે. જે હું આને મરાવી નાંખીશ તે બિચારી કૃપી વાંઝણી બનશે. મારા પાંચ પુત્રે ગયા પણ હજુ તે હું નાની છું. મારે પુત્ર પ્રાપ્તિને સંભવ છે. પણ કૃપી તે ઉંમર લાયક છે. હવે એને બીજો પુત્ર થાય તેમ નથી. બીજું વેરને બદલે વેરથી ન લેવાય. મારા પુત્ર જવાથી જેવું મને દુઃખ થયું છે તેવું જ આને થશે મેં? હું એને મરાવી નંખાવું તે પણ મારા પુત્ર મને મળવાના નથી. મારે શા માટે વેરની વણઝાર વધારવી જોઈએ? દ્રપદીનું હદય પલટાઈ જાય છે અને અશ્વત્થામાને જીવતે છેડી દે છે. વેરને બદલે પ્રેમથી વાળે છે. | મુખ્ય વાત એ હતી કે પરિગ્રહના કારણે ભાઈ–ભાઈની સાથે પણ વેર બંધાય છે. દૂર્યોધન મરી ગયે તે પણ એણે વેર ન છોડ્યું. અને પાંડવોએ વેર રાખ્યું નહિ. જ્યારે દષ્ટિ સમ્યફ થાય છે ત્યારે અવળી વાતને પણ સવળાઈના રૂપમાં જ સમજે છે. દેવભદ્ર ને જશેભદ્રને પણ સત્ય હકીકત સમજાઈ ગઈ છે. પિતાનાં અવળાં વચને પણ સવળાઈના રૂપમાં પરિણમાવે છે. પિતાજી જેમ જેમ કટી કરે છે તેમ તેમ તેઓ માટીના ગળાની જેમ વધુ મજબૂત બનતા જાય છે. હજુ પણ આગળ શું કહેશે તે વાત અવસરે લઈશું.
વ્યાખ્યાન નં૬૬
ભાદરવા વદ ૧૦ ને ગુરૂવાર તા. ૨૪-૯-૭૦
અનંતજ્ઞાની શાસન સમ્રાટ સર્વજ્ઞ ભગવંત ફરમાવે છે કે હે ભવ્ય આત્માઓ ! iધક સમજે છે, સેય અને ઉપાદેયને વિવેક કરે. જાણીને છોડવા જેવું છેડે, અને