________________
ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરે. દેવલોકના ભેગમાં પડેલે જીવ છેઠવા ઇરછે તે પણ છેડી શકતો નથી. અને નરકમાં તે એવી ભયંકર વેદના છે કે એ વેદનાથી છવ કિર્તવ્યમૂઢ બની જાય છે. સૂયગડાંગ સૂત્રમાં નરકના દુઃખનું એવું કરૂણ લઈને આવે છે કે સાંભળતાં ભલભલાનાં કાળજા કંપી જાય. જ્યારે આપણાથી એ વર્ણન સાંભળતાં પણ ધ્રુજી જવાય છે તે એ દુઃખનું વેદન કરનાર જીવોની દશા કેવી કરૂણાજનક હશે? અને તિર્યંચનાં પરાધીનપણાનાં દુઃખે તે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છે. સાચી કમાણી કરવાને જે કઈ ભવ હોય તો એક માનવભવ જ છે.
પૂર્વ જન્મકા પુણ્ય ગ જબ, પ્રગટ હુઆ અતિ હે ભાઈ, તબ સુખદાયક સભી વસ્તુઓં, કિસી જીવને યદિ પાઈ છે તે અતિ ધીર સંયમી ગુરૂકા, મહા કઠીન જગમેં સંગ,
કલ્પવૃક્ષ સમ સમજે પ્રિયવર, સત્સંગતિ કા મિલના ગ.” પૂર્વના મહાન પુણ્યના ભેગથી કલ્પવૃક્ષ સમાન આ અમૂલ્ય માનવભવ મળે છે. જેના હાથમાં રન ચિંતામણી હોય, જેના આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું હોય એને શું ભીખ માંગવાની હેય? અને કદાચ માંગવા જાય તે તમે તેને મૂર્ખ જ કહે ને? “હા”. તે તમે અમૂલ્ય માનવ ભવ પામીને બહાર ભૌતિક સુખની ભીખ માંગતા હે તે તમે પણ મૂખ ખરા કે નહિ! એવા લાખે ને કોડે રત્ન ચિંતામણી ભેગા કરે તે પણ એનાથી તમને માનવભવ નહિ મળે. માટે સમજીને તમારા જીવનમાં ધર્મનું વાવેંતર કરે. આ વર્ષે લોકો કહેતા હતા કે સેનાનું વર્ષ છે. પણ અતિવૃષ્ટિના કારણે સેનાનું વર્ષ કથીરનું વર્ષ થઈ ગયું. પણ ધર્મમાં કંઈ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થવાની નથી. અને કઈ જાતનું નુકશાન થવાનું નથી. અહીં તો જ્યારે જુઓ ત્યારે લાભ-લાભને લાભ જ છે.
એક વખત તમને સમજાવું જોઈએ કે આ માનવદેહ મળે છે તે ગાયતન માટે છે પણ ભેગાયતન માટે નથી. ભગવાને માનવભવને મહિમા કંઈ એમ ને એમ નથી ગાય. “મા + નવ” ફરીને નવ મહિના માતાના ગર્ભમાં ન આવે તેનું નામ માનવ. આ માનવના નામને સાર્થક કરવા માટે તમારે પુરુષાર્થ કરવો જરૂરી છે. કારણ કે જેમ તમારી સામે ભેજનને થાળ પીરસીને મૂક્યો હોય પણ હાથમાં લઈને મેઢામાં કેળિયે મૂકવાની ક્રિયા તો તમારે કરવી પડશે. અને ચાવીને ઉતારવામાં આવે તો જ ભૂખ મટે છે. પણ ભજન-ભેજન બેલવા માત્રથી પેટની સુધા શાંત થતી નથી. તે જ રીતે મિક્ષ–મેક્ષ બલવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પણ પુરુષાર્થ કરવાથી મોક્ષ મળે છે. કહ્યું છે કે –
કાગળ તણી હેડી વડે સાગર કદી તરાય ના,
ચીતરેલ મોટી આગથી જોજન કદી રંધાય ના.” શા. ૬૧