________________
કષ્ટ ન્યાયાધીશ જેમ તેમ કરીને રાત્રે સાડાબાર વાગ્યે છાનામાને ઘેર આવે છે, પણ ઘરનાં બારણે તાળું લગાવેલું છે. હવે તાળું ખેલવા જાય એટલી વારમાં પણ એને કઈ પાછળથી આવીને મારી નાખે તે? એ ડર હતો અને હતું પણ એમ જ, એટલે ન્યાયાધીશે વિચાર કર્યો કે મારી મા રહે છે તે પાછળના ઓરડામાંથી જો રહું. એટલે માતાના ઓરડાની બારીએ આવ્યું. હાથ અડાડે ત્યાં બારણું ખુલી ગયું મારે ઘરમાં બેઠી છે. ન્યાયાધીશ કહે છે મા! આખું ગામ ઉઘે છે અને એક વાગ્યો “છતાં તું કેમ જાગે છે? તને ઉંઘ નથી આવતી? માતા કહે છે બેટા ! મને ઉંઘ કઈ રીતે આવે? બેટા! તારે માથે મરણની આફત આવી હોય તે માને ઉંઘ કેમ આવે? બેટા! તું ઘેર આવી ગયે. તેને જોઈને મારા બહોતેર કઠે દીવા થયા. તને જોઈને મારા આનંદને પાર નથી. બેટા ! હું તારા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી. માતાના આ શબ્દો સાંભળી ન્યાયાધીશ ક્ષણભર થંભી ગયે. અહો! પાંચ પાંચ વર્ષથી જે માતાના સામું પણ મેં જોયું નથી, એની ખબર પણ લીધી નથી અને એક નકામા ઓરડામાં રાખી મૂકી છે, છતાં મારા પ્રત્યે માતાને કેટલે પ્રેમ છે! માતા પ્રત્યે લાગણી દર્શાવતે ન્યાયાધીશ પિતાના દિવાનખાનામાં આવી પલંગમાં સૂતો પણ તેને ઊંઘ આવતી નથી, કારણ કે એના મનમાં એક ચિંતા છે કે આજે તે ગમે તેમ કરીને છૂટ પણ કાલે મારું શું થશે? હવે મારે શું કરવું? એમ અનેક પ્રકારનાં તક-વિતર્ક મનમાં થાય છે પણ ઉંઘ આવતી નથી. એટલે ઉઠીને પાછો માતાની પાસે આવ્યે. તે પણ માતા તે બેઠેલી જ છે. ન્યાયાધીશ કહે છે મા ! હું તો ઘેર આવી ગયું. હવે તું શા માટે જાગે છે? ત્યારે માતા કહે છે, હે બેટા ! હું તો પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ! સર્વને સદ્દબુદ્ધિ મળે અને બધું તેફાન શમી જાય. અને મારો દિકરો ક્ષેમકુશળ રહે. આ સાંભળી
ન્યાયાધીશનું હૃદય પીગળી ગયું. આ હાશું મારી માતાની લાગણી છે? હું જેની ચિંતા કરું છું એને માટે જ મારી માતા પ્રભુને પ્રાર્થના કરે છે. પાંચ પાંચ વર્ષથી જેના પ્રેમમાં પાગલ બન્યો છું એ તો દુઃખના સમયે પીયરમાં જઈને બેઠી છે. ખરેખર! આજે હું બચી ગયો હોઉં તે માતા, તારો જ પ્રતાપ છે. ધિક્કાર છે મારા જેવા અધમપુત્રને ! માતા ! તારા ઉપકારનો બદલે કઈ રીતે વાળીશ? એમ કહી પશ્ચાતાપનાં આંસુ વડે માતાના ચરણ ધોઈ નાંખ્યા.
માતા કહે છે દિકરા! એ તે હોય. મારા પાપને ઉદય હતે. એમાં તારો દોષ નથી. ન્યાયાધીશ માતાને ઉંચકીને પિતાના દિવાનખાનામાં લઈ આવ્યું અને પલંગમાં સૂવાડી દીધી. બીજે દિવસે સવારમાં દામીની આવે છે. માજીને પલંગમાં સૂતેલાં જઈને કહે છે: આ ગંધાતી ગેબરી ડોશી મારા દિવાનખાનામાં કયાંથી આવી? ન્યાયાધીશે અત્યાર સુધી બહારને જ ન્યાય કર્યો હતે. આજે એની દષ્ટિ ખુલી ગઈ હતી. તરત જ આવીને તે કહે છે ખબરદાર! માતાને એક પણ શબ્દ કહ્યો છે તે ! માજીને હું દિવાન,