________________
You
માટે જ ને? પંચ મહાવ્રતધારી સંતેને ભગવાને પરિગ્રહથી દૂર રાખ્યાં છે. તે તેમને કેટલે આનંદ છે! પરિગ્રહ છે ત્યાં જ દુઃખ છે.
પાંડુરાજા અને ધૃતરાષ્ટ્ર બંને એક માતાના જાયા સગા ભાઈઓ હતાં. પાંડુરાજાના પાંચ પુત્રે તે પાંડે અને ઘતરાષ્ટ્રના સો પુત્ર તે કૌર હતાં. એ પાંડે અને કૌરવો વચ્ચે ખૂનખાર યુદ્ધ શા માટે થયાં? એક રાજ્ય માટે જ ને? યુદ્ધમેદાનમાં બધા જ કૌર ખતમ થઈ ગયા. છેલે દુર્યોધન મૃત્યુની શય્યા ઉપર સૂતો છે. છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છે. તે વખતે અશ્વત્થામા પૂછે છે મહારાજા! આપને કંઈ શોચ ન રહે જોઈએ. આપની કંઈ ઈચ્છા છે? જે હોય તે કહો. હું તમારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરું. મૃત્યુના બિછાને સૂતેલે દુર્યોધન શું કહે છે! માણસ મરણ પથારીએ સૂતે સૂતે પણ વેર છોડતું નથી. દુર્યોધન કહે છે હે અશ્વત્થામા! તું મારી ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તે મારા દુશ્મન એવા પાંચેય પાંડનાં માથા કાપીને મારી સામે હાજર કર, તે જતાં જતાં પણ મારા આત્માને શાંતિ વળે.
અશ્વત્થામા અંધારી રાત્રિમાં ઉપડે પાંડેની છાવણીમાં. ત્યાં કંઈ લાઈટ ને હતી. એટલે તે શોધતો પાંડના તંબુમાં આવ્યું. જ્યાં દ્રૌપદી અને તેના પાંચ પુત્રે સૂતાં છે, ત્યાં આવી તલવારના એક જ ધડાકે દ્રૌપદીનાં પાંચે ય પુત્રોનાં શીર ઉડાડી દીધા. અશ્વત્થામા લોહી નીતરતાં પાંચ માથા લઈને દુર્યોધન પાસે આવ્યો. દ્રૌપદીનાં પુત્રોનાં મસ્તક જોઈને એની આંખમાં આંસુ આવી ગયા. તે બેશુદ્ધ બની ગયે અશ્વત્થામા પૂછે છે તમે કેમ રડો છે? ત્યારે દુર્યોધન કહે છે ભાઈ ! આ તે કુમળા ફૂલ જેવા નિર્દોષ બાળકે છે. જેવા મારા પુત્રો છે તેવા જ પાંડનાં પુત્ર છે. મારે આમની સાથે કયાં વેર છે ? નિર્દોષ બાળકેએ મારું શું બગાડયું છે ? કે તેં એમને વિધી નાંખ્યા? મારે તે પાંચ પાંડવોની સાથે જ વેર છે. એમ બેલતાં બોલતાં દૂર્યોધનના પ્રાણ ચાલ્યા ગયા. / /
અશ્વત્થામાને ખૂબ ભય લાગે. અહો ! દુર્યોધન તે ચાલ્યા ગયે. પાંડવોને એમના પુત્ર મરાયાની ખબર પડશે તે મને માર્યા વિના નહિ રહે. એટલે ભયભીત બનીને એ ગીચ ઝાડીમાં ભરાઈ ગયે. આ તરફ પુત્રનાં મસ્તક વગરનાં ધડ પડયાં છે. લેહીની નીક વહે છે એટલે દ્રૌપદીની પથારી પલળી ગઈ. એકદમ દ્રૌપદી ભરનિદ્રામાંથી જાગી ગઈ. પુત્રના ધડ જોઈને એકદમ એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. આખી છાવણીમાં ફેલાહલ મચી ગયો. પાંચે પાંડે દોડી આવ્યાં. દ્રૌપદી કહે છે પાંચ પાંચ પતિની પત્ની હું પાંચાળી. ધર્મનિષ્ઠ ધર્મરાજા, ગદાધારી ભડવીર ભીમ અને ગાંડીવધારી અર્જુન આ બધા હયાત હોવા છતાં મારા પુત્રોનું આ રીતે ખૂન કેણે કર્યું? જ્યાં સુધી મારા પુત્રોને મારનાર દુશ્મનને પત્ત નહિ મળે ત્યાં સુધી મારે અન્ન-જળને ત્યાગ છે.