________________
કામગથી નિવૃત્ત નહિ થયેલા આત્માઓ રાત-દિવસ ચારે દિશાઓમાં પરામર્શ કરતાં ખૂબ પરિતાપના પામી રહ્યાં છે. એટલે રાત દિવસ ચિંતા રૂપી અગ્નિમાં જલી રહ્યાં છે. તેમજ પુત્ર-પરિવારને માટે ધન ભેગું કરવાને માટે અસહય કષ્ટો વેઠે છે. એમાં ને એમાં અમૂલ્ય માનવ જિંદગી ખતમ થઈ જાય છે. ધન મેળવવાને માટે દેશ છોડીને પરદેશ જાય છે. તે કઈક તો ત્યાં ને ત્યાં જ વૃદ્ધ થઈ જાય છે અને મૃત્યુ પામે છે. - બંધુઓ ! આ ઉપરથી તમને લાગે છે કે હવે આ સંસારમાંથી સમજીને સરકી જવા જેવું છે! સમજદાર – વિચક્ષણ પુરૂ તે સમજીને સરકી ગયાં. જેમ તમે ધન લઈને રસ્તેથી જતાં હે તે સમયે તમને કઈ ગુંડાઓ ચારે તરફથી ઘેરી લે તો પણ તમે ગમે તેમ કરીને તે ગુંડાઓના ટોળામાંથી સરકવાનો પ્રયત્ન કરે છે ને? તે જ રીતે તમારા કુંટુંબ પરિવારથી તમે ઘેરાઈ ગયાં છે. તમને અમે કહીએ છીએ કે હે દેવાનુપ્રિયે ! હવે આમાંથી નિવૃત્તિ મેળવે. તે તમે કહેશે કે હવે તે આ બધી જંજાળ ઉભી કરી. હવે કેવી રીતે છુટાય! તમે ધારો તે સમજણપૂર્વક એમાંથી મુક્ત બની શકે છે. પરિવારે ગમે તેટલા ઘેરી લીધાં હોય, પણ તેમાંથી જે માણસ સમજીને ખસી જાય છે, તેને ભગવાન કહે છે કે તે ભાગ્યવાન છે. માની લે કે તમારા ગામમાં અકસમાત તેફાન. ફાટી નીકળે તે સમયે તમારે દિકરે બહાર ગયો છે. એ કયાંય ફસાઈ ગયા છે, તેની તમને ખબર નથી. વાતાવરણ ખૂબ તંગ બન્યું છે. તે વખતે તમને કેટલી ચિંતા થાય? પણ તમારે દિકરો ભયંકર વાતાવરણમાંથી બચીને ક્ષેમકુશળ ઘેર આવી જાય તે તમે શું કહે છે? દિકરા ! પૂરે ભાગ્યશાળી કે આવા તેફાની વાતાવરણમાં પણ તું બચી ગયે. અમારી ચિંતા મટી ગઈ. તમે એને ભાગ્યશાળી કહે છે. - ભગવાન કહે છે હે આત્મા! તું ચાર ગતિ, વીસ દંડક અને ચોરાશી લાખ
છવાયાનીમાંથી સરકીને મનુષ્ય ભવ પામે છે તે આવા મનુષ્યભવ પામ્યાં છે તે તમે ભાગ્યશાળી ખરા કે નહિ? મનુષ્યભવ તમને જેમ તેમ નથી મળ્યું.
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તો યે અરે ભવચકનો આંટો નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહે ! ' મહાન પુણ્યના પુંજ ભેગા થયાં ત્યારે તમને માનવદેહ મળ્યો છે. હવે આ રે અફળ ન જ જોઈએ. તમે કોઈ ઘરાક પાસે પૈસા માંગતા હે-ઘરાકની પાસે પૈસા માંગ્યા તે કહે કે શેઠ! અત્યારે મારી પાસે પૈસા નથી પણ અમુક તારીખે તમે મારે ત્યાં આવજો. હું તમને ચૂકતે પૈસા આપી દઈશ. હવે ઘરાક ગામડામાં રહે છે. ગામ એવું અગવડવાળું છે કે બસ કે ગાડીનું સાધન પણ મળતું નથી. તેમાં પણ ઉનાળાને