________________
ધાબા પડી જશે. દિવાલ સ્વચ્છ અને સપાટ ન હોય તે રંગ બગડે. અને મહેનત માથે પડે છે. ચિત્ર ખીલી ઉઠતું નથી. તે જ રીતે જેનું હૃદય અને મન પવિત્ર હોય છે તેના આત્માને વૈરાગ્યને રંગ સારે ચઢી શકશે.
અનાદિકાળના મલીન આત્માને સ્વચ્છ બનાવવા માટે વીતરાગની વાણી રૂપી પાણી છે. અને સમ્યકત્વ રૂપી સાબુ છે. આ બે વસ્તુએ જેના હાથમાં આવી જાય તેને આત્મા પવિત્ર-સ્વચ્છ બન્યા વિના રહે નહીં.
અહીં દેવભદ્ર અને જશેભદ્ર એ બંને બાલુડાને આત્મા સ્વચ્છ બની ગયેલ છે. એક જ વખત સંતના દર્શન થતાં વૈરાગ્યને મજીઠીયે રંગ ચઢી ગયે. મજીઠી રંગ ગમે તેવા તડકે કપડાં સૂકવવામાં આવે, ઉકળતા પાણીમાં બાફવામાં આવે તે પણ છાં પડતું નથી. તે જ રીતે આ બે બાળકોને એમના માતા-પિતા ગમે તેવી કસોટી કરે તે પણ એમને વૈરાગ્યને રંગ ઉતરે તેમ નથી. સાચે વૈરાગી જેમ જેમ કટી થાય તેમ તેમ મજબૂત થાય છે. માટીને ગેળો પિચે હોય પણ જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ તે મજબૂત બનતું જાય છે. તેમ સાચા ધરાગી આત્માઓ જેમ જેમ કટીની ભઠ્ઠીમાં તપે તેમ તેમ વૈરાગ્યનાં તેજ વધુ ઝળહળી ઉઠે છે. દેવભદ્ર નિડરપણે એના પિતાને કહી દે છે કે હે પિતાજી ! આપ અમને જે સુખેને માટે આમંત્રણ આપો છે; એ તે સંસાર રૂપી કાદવના કુંડામાં ખેંચી જવાનું છે. અને આ સંસારના બધા જ સ્નેહ અને પદાર્થો કેવાં છે -
તન-મન-સાધન સહુ જગનાં ફના થવા સર્જાયા છે, રાચ-રચીલા મહેલ મજેના, ફના થવા સર્જાયા છે, માતા-પિતા કે ભ્રાતા ભગિની, ફના થવા સર્જાયા છે,
દિલથી દિલભર થઈ રહેવાના, ફના થવા સર્જાયા છે.” જગતને એક પણ પદાર્થ શાશ્વત રહેનાર નથી. સર્વ સંબંધે ક્ષણિક છે. જેના ઉપર મમતા કરવા જેવી છે! જે સુખે ઘડીકમાં હસાવી જાય અને ઘડીકમાં રડાવી જાય તેના ઉપર મહ શા માટે કર જોઈએ? જ્યાં સુધી અમે અજ્ઞાન હતા ત્યાં સુધી પૌગલિક સુખમાં રાચ્યા. હવે અમને સમજાઈ ગયું છે કે આ ક્ષણિક સુખે લાંબા કાળ સુધી દુઃખ દેનાર છે. આ તે જાણી પ્રીછીને ખોટને ધંધો કરવા બરાબર છે. માટે અમે એમાં રાચીશું નહિ. હજુ પણ બે બાળકે શું કહે છે :
परिव्वयन्ते अणियत्तकामे, अहो य राओ परितप्पमाणे । अन्नपमत्ते धणमेसमाणे, पप्पोति मच्चु पुरिसे जर च ।।
ઉત્ત, સૂ. અ. ૧૪ ગાથા ૧૪