________________
૪૭૨
પિતાશ્રી) તથા શકરાભાઈએ તેમને પૂછયું કે ભાઈ! તમે ક્યાંના રહેવાસી છે? અહીં કયા કારણે આવ્યા છે? આ બધું પૂછતાં ડુંગરશીભાઈએ પિતાની બધી વાત કરી કે હું મારા સાચા તારણહારની શોધમાં છું. ત્યારે વાડીભાઈ અને શકરાભાઈએ કહ્યું કે તે આપને ભાવના હોય તે અમારા ખંભાત સંપ્રદાયના બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબનું આપને મિલન કરાવી આપીએ. વાડીભાઈએ કહ્યું. મારી દિકરીએ પણ દીક્ષા લીધેલી છે. જે તમારું મન ત્યાં ઠરે તો ત્યાં દીક્ષા લેજે. એમણે ભાવના બતાવી એટલે વાડીભાઈ તેમને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે લઈ ગયાં. પૂ. રત્નચંદ્રજી ગુરૂનું રતન સમ તેજસ્વી મુખડું જોતાં જ ડુંગરશીભાઈનું હૈયું ઉલસી ગયું. અને પૂ. ગુરૂદેવની પાસે તેઓ જ્ઞાનાભ્યાસ માટે રોકાઈ ગયાં. પિતાને જોઈએ તેવા સાચા સુકાની–સમર્થ ગુરૂદેવ મળી ગયા. પછી તે વૈરાગીના આનંદનું પૂછવું જ શું?
બીજી તરફ એમના બાપુજીને ખબર પડી કે ડુંગરશી તે ભણવા ગયા છે. એટલે તાબડતોડ સાણંદ આવ્યા. વાડીભાઈ તથા શકરાભાઈને કહે છે કે, તમે તમારા મનમાં સમજે છે શું? મારા દિકરાને શા માટે મૂકી આવ્યા? ખૂબ કૈધ હતે. બધી વરાળ ઠાલવી. વાડીભાઈએ કહ્યું કે ભાઈ! તમારે દિકરે પાછા આવે તે લઈ આવે. અમે પરાણે મૂકી આવ્યાં નથી. મારી દીકરીએ દીક્ષા લીધી તે અમારું ચાલ્યું નથી, તે તમારા દિકરાની વાત ક્યાં કરવી? તેમના પિતાશ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા આવ્યા હતાં પણ જ્યાં પૂ. ગુરૂદેવની શાંત મુખમુદ્રાના દર્શન કર્યા ત્યાં આપઆપ ફોધ શમી ગયે. મહાન ત્યાગી પુરૂષના ચારિત્રને પ્રભાવ પણ અલૌકિક હોય છે. ગુરૂદેવના ચરણમાં પડીને કહે છે-ગુરૂદેવ! આપે શું જાદુ કર્યું! તે ડુંગરશીને લેવા આવ્યા હતા, પણ હવે હું આજથી તેને દીક્ષાની આજ્ઞા આપું છું. આપને જ્યારે ઈચ્છા હોય ત્યારે આપ દીક્ષા આપી શકે છે. જુઓ ! વૈરાગીને ઘેર લઈ જવા આવ્યા હતાં પણ દીક્ષાની રજા આપી દીધી. ત્યાં ને ત્યાં દીક્ષાનું મુહર્ત જેવડાવ્યું. દિવસ નકકી કર્યો. અને એમના પિતાજી કહે છે ભાઈ! હવે તું થોડા દિવસ ઘરે ચાલ. બધા સગાવહાલાંને મળીને પછી આવજે.
ડુંગરશીભાઈ પિતાજીની સાથે સુરેન્દ્રનગર આવ્યાં. કારણ કે પછી તેઓ સુરેન્દ્રનગર રહેતાં હતાં. એક મહિને ત્યાં રહી માતા-પિતાને સંતેષ પમાડીને તેઓ પાછા ગુરૂદેવ પાસે આવ્યા. હવે દીક્ષાના ૧૩ દિવસો બાકી રહ્યાં એટલે એમના પિતાજીએ બધા સગાને તેડાવી લીધાં. બીજે દિવસે દીક્ષામાં જવું છે. પણ કુદરત કંઈ જુદું જ વિચારે છે. એટલે ડુંગરશીભાઈના પિતાશ્રીને એકાએક રાત્રે ડાબી સાઈડમાં પડખાને દુખાવે ઉપડી. ડેકટરે બેલાવ્યા. પણ કેઈને કંઈ જ ઈલાજ કામ ન લાગ્યા. ચાર કલાકની ટૂંકી બિમારી ભેળવીને તેઓ ફાની દુનિયાને ત્યાગ કરીને ચાલ્યા ગયા ! આનંદને સ્થાને શોક છવાઈ ગયો!