________________
૪૭૦
કાળથી પરના દોષો જોયાં છે, પણ સ્વદષ્ટ તરફ એણે દષ્ટિ કરી નથી. જ્ઞાની ભગવંત કહે છે હે જીવ! જ્યાં સુધી તું પરાયા દેશે જોયા કરીશ અને સ્વ-દોને શોધીને દૂર નહિ કરે ત્યાં સુધી ત્રણ કાળમાં તારું કલ્યાણ નહીં થાય.
અહીં આ મિથ્યાત્વી દેવથી સહન ન થયું. એટલે જૈન મુનિનું રૂપ લઈને ગામના પાદરમાં આવીને બેઠાં. શરીર તે એવું બનાવ્યું કે જાણે રક્તપિત થયો હોય તેમ આખા શરીરમાંથી લેહી ને પરૂના ઢગલાં થાય છે. દુર્ગધને પાર નથી. એવું શરીર બનાવ્યું છે. અને ગામમાં કહેવડાવે છે કે પેલે સાધુડો વિનયવાન સેવાભાવીને ઈલ્કાબ લઈને બેઠા છે, એને કહેજો કે અહીં મારી સેવા કરવા આવે. કેવું કહેવડાવ્યું ! ગામમાં આવીને માણસે ખબર આપ્યા. આ વિનયવંત સંતને તે દિવસે જ માસખમણનું પારણું છે. આ સંતે હજી પારણું પણ કર્યું નથી. ગૌચરી મૂકીને ખબર મળતાં જ ગામના પાદરમાં આવ્યા. સંતના ચરણમાં પડયા. ત્યારે પેલા સંત કહે છેઃ મોટો સેવાભાવીન બિલ્લો લઈને બેઠો છે. મેં કયારના ખબર મોકલાવ્યા છે. કંઈ ખબર પડે છે કે નહિ! હાલ્યા હાથે દોઢ કલાકે આવે. ખૂબ ક્રોધ કર્યો. પણ ક્ષમાના સાગર મુનિના મનમાં કોઈ ન આવ્યું. વિનયપૂર્વક કહે છે, ગુરૂદેવ ! મારી ભૂલ થઈ ગઈ. ક્ષમા કરે. હવે આપ ઉપાશ્રયે પધારે. ત્યારે કહે છે મને ખૂષ તરસ લાગી છે. પહેલાં પાણી લઈ આવ, પછી આવું છું. તે કહે છે તહેત. - સંત કહે છે, જે તારી માટલીનું પાણી ન લાવતે, મારે એ નહિ ખપે, ગામમાંથી વહેરીને લાવજે. આ સંત ગામમાં ગયા. ઘેર ઘેર ફર્યા પણ કયાંય પાણી છાંટો ન મળે. અને હેય તે અસૂઝતું હોય. ફરીને પાછા આવ્યા. ચરણમાં પડીને કહે છે. ગુરૂદેવ ! કમભાગી છું. કયાંય પાણીને જેગ ન મળે. કે કમભાગી કે હું આપની સેવા ન કરી શકે ! આંખમાં આંસુ આવી ગયા. વિનયપૂર્વક ચરણમાં પડીને કહે છે ગુરૂષ! આપ ગામમાં પધારે. મારા ખભે બેસી જાવ. લેહી પરૂના ઢગલાં થાય છે. એવા સંત એમના ખભે બેસી ગયા. ગામમાં લાવ્યા. પાણી પાયું. પછી કહે છે મને તે ભૂખ લાગી છે. ત્યારે કહે છે ગુરૂદેવ ! ગૌચરી તૈયાર છે. આહાર, પાણી આપે છે. તે બધા પાતરામાં લેહી પરૂવાળા હાથ નાંખી બધે આહાર ગૂંથી નાંખે, એઠોજૂઠે કરીને કહે છે, હવે મારે નથી ખાવું. એમ કહીને ઉડી ગયા. આ વિનયવંત સંત કહે છે ગુરૂદેવ ! આજે તે લૂખે આહાર લાવ્યો હતો. પણ આપે મારા ઉપર કૃપા કરીને અંદર કેટલું બધું ઘી નાંખી દીધું! માસખમણના તપસ્વી સંત અમૃતની જેમ એ આહાર આરગી ગયાં. આ કાળમાં આ વિનય કોઈ ભાગ્યવાન જ કરી શકે. તે સમયે દેવે ઉપગ મૂકીને જોયું કે અહો ! જેઉ તે ખરે કે એના અંતરમાં આનંદ છે કે બેઠ? જોયું તે માસખમણનું પારણું છે. અંતરમાં આનંદ છે. કષાયનું નામ ન મળે. ખરેખર સે ટચનું સેનું છે. તરત જ ત્યાં દેવ પિતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય છે.