________________
કટ
એક વખત એક માણસને વીતરાગની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યે. દીક્ષા લેવા તૈયાર થઈ ગયે. ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેઈ ગુરૂએ દિક્ષા આપી. દીક્ષા તે લીધી પણ નવકારમંત્ર જેટલું એનામાં જ્ઞાન ન હતું. દીક્ષા લઈને એણે ગુરૂને કહી દીધું કે હે ગુરુદેવ! મને કંઈ આવડતું જ નથી. હું અજ્ઞાન છું, અબુધ છું. મેં જગતમાં પૂજાવા કે જાહેરાત કરવા દીક્ષા નથી લીધી. હું તે આપની પાસે કંઈક પામવા આવ્યો છું. આપ કૃપા કરીને મને જ્ઞાન આપે. ગુરૂ જ્ઞાની છે. જોયું કે એને જ્ઞાનાવરણીય કર્મને જબ્બર ઉદય છે, એટલે એને કહ્યું કે જે ભાઈ ! ભગવાનના બધા ય સંતે કંઈ જ્ઞાની નથી હોતાં.
એકેક મુનિવર રસના ત્યાગી, એકેક જ્ઞાન ભંડાર છે. પ્રાણી... એકેક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, એના ગુણને નવે પાર રે.પ્રાણી
- સાધુજીને વંદણ નિત નિત કીજે... ભગવાનના બધા સંતેમાં કોઈ તપસ્વી હોય છે તે કોઈ જ્ઞાની હોય છે, કોઈ વિનયવાન હોય છે, પણ બધા જ ગુણવંત અને પૂજનીક છે. અહીં એકલા જ્ઞાનને મહત્વ આપ્યું નથી. જ્ઞાનની સાથે સરળતા, ક્ષમા, વિનય આદિ ગુણ હોવા જોઈએ.
આ શિષ્યને ગુરૂએ કહ્યું ભાઈ! તારે કંઈ પણ જાતને ભેદભાવ રાખ્યા સિવાય દરેક પંચમહાવ્રતધારી સંતની સેવા કરવી. સેવા કરવામાં પણ મહાન લાભ છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મે અધ્યયનમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! " वेयावच्चेणं भंते जीवे कि जणयइ ? वेय वच्चेणं तित्थयर नाम गोत्तं कम्मं निबन्धह।"
વૈયાવચ્ચ કરવાથી પણ આ જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. વિનયવંતનો ઈલકાબ મળી જવાથી વિનયવાન બની જવાતું નથી. વિનય કરે એ કંઈ સહેલી વાત નથી. ઉપર ઉપરથી બે કામ કરી દેવાથી વિનય કર્યો ન કહેવાય. પણ વિનય કરતાં ગમે તેવી કસોટી આવે, ગુરૂ કદાચ કઠોર વચને કહી દે તે પણ પ્રસન્ન રહેવું જોઈએ. ત્યારે જ સાચો વિનય કર્યો કહેવાય.
આ શિષ્યને જ્ઞાન નથી પણ સરળ ખૂબ છે. ગુરૂની આજ્ઞા પ્રમાણે દરેક સંતેને ખૂબ વિનય કરે છે. ખૂબ આનંદપૂર્વક, ચિત્તની પ્રસન્નતાપૂર્વક, આ મારા અને આ મારા નહિ એવા ભેદભાવ વિના સેવા કરે છે. એણે એવી સેવા કરી કે દેવકમાં પણ એમનાં વખાણ થયાં. તમે બધા જેમ ભેગા થઈને વાતે કરે છે, તેમ દેવે પણ એમની સભામાં વાતે તે કરે. તમે દઢધમી હે, શ્રદ્ધાવાન છે તે તમારા પણ દેવકમાં વખાણ થયા વિના ન રહે. તમારા વખાણું થાય ત્યારે મિથ્યા દષ્ટિ દેવને એમ થાય કે ઈન્દ્ર-મહારાજા આપણી પ્રશંસા નથી કરતા અને મૃત્યુલોકના માનવીની પ્રશંસા કરે છે !
આમ મિસ્યા દષ્ટિ જીવને દુઃખનું કારણ બને છે. અવળાઈને કારણે જીવે અનાદિ